સાયબર પોલીસ સ્ટેશન માટે ટેકનીકલ
એક્ષપર્ટની (આઉટસોર્સ) કરાર આધારિત જગ્યાની ભરતી
ગુજરાત રાજ્યના વિવિધ શહેર તથા
જીલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ટેકનીકલ એક્ષપર્ટની જગ્યાઓ હંગામી ધોરણે
૧૧ માસના કરાર આધારે ભરવા માટે ઇચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતોએ નિયત
નમૂનામાં અરજી મંગાવવામાં આવે છે.
જગ્યાનું
નામ |
કુલ જગ્યા |
પગાર અને
ભથ્થા |
ટેકનીકલ એક્ષપર્ટ |
૩૫ |
૩.૨૫,૦૦૦/ માસિક ફીક્સ |
લાયકાત
:
સરકાર માન્ય સંસ્થામાં અથવા સરકાર
સંલગ્ન સંસ્થામાંથી Msc IT Security/MSc ડીજીટલ ફોરેન્સિક/ Msc સાયબર સિક્યુરીટી/BE or
B.Tech in E & C/ B.E. or B.Tech in કોમ્પ્યુટર એંજીનિયર/B.E. or
B.Tech in કોમ્પ્યુટર
સાયન્સ/B.E. or B.Tech ini.T/Information Communication & Technology અંગેની પદવી ધરાવતા હોવા જોઇએ.
અનુભવ:
ઓછામાં ઓછો ૦૨ વર્ષનો સાયબર સિક્યુરીટી
અથવા ડીજીટલ ફોરેન્સિક અથવા સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેશનનો અનુભવ ધરાવતા હોવા જોઇએ.
મહત્વની વિગતો:
૧. સરકાર માન્ય સંસ્થા અથવા સરકાર
સંલગ્ન સંસ્થામાંથી ડીજીટલ ફોરેન્સિક/ સાયબર સિક્યુરીટીનો કોર્ષ કરેલ હોય તેમને
પ્રાથમિકતા આપવામાં આવશે.
ર. ગુજરાત રાજ્યના તમામ શહેર/જીલ્લા ખાતે
ફરજ બજાવવાની રહેશે.
3. ગુજરાતી, હીન્દી તથા અંગ્રેજી ભાષા
પરનું પ્રભુત્વ જરૂરી.
૪. CCC સમકક્ષનું કોમ્પ્યુટરનું નોલેજ હોવુ
જરૂરી.
૫. અરજીપત્રકનો નમુનો તથા કરારની બોલીઓ
અને શરતો તા.૩૦/૦૮/૨૦૨૨ થી તા.૦૯/૦૯/૨૦૨૨ સુધીમાં કચેરીની વેબસાઇટ http://cidcrime.gujarat.gov.in/ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
૬. સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી
પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે તા.૦૯/૦૯/૨૦૨૨ સુધીમાં પોલીસ મહાનિર્દેશકશ્રી,
સી.આઇ.ડી ક્રાઇમ અને રેલ્વેઝની કચેરી, સેકટર-૧૮, પોલીસ ભવન, ચોથો માળ, ગુ.રા,
ગાંધીનગર-૩૮૨૦૧૮ " ના સરનામે રજી.પોસ્ટથી મોકલી આપવાની રહેશે. કાયમી સરનામા
પરથી રજી. પોસ્ટ કરવું અને ઉમેદવારનો મોબાઇલ નંબર તથા પરિવારના એક સભ્યનો મોબાઇલ
નંબર અવશ્ય દર્શાવવો. અરજીપત્રક રૂબરૂમાં સ્વીકારવામાં આવશે નહી.
૭. નિયત કરેલ સમયની બહારની અરજીઓ
ધ્યાને લેવામાં આવશે નહી.
૮. અરજદાર વિરૂદ્ધ કોઇ પણ ક્રીમીનલ
કેસ/ગંભીર કાયદાકીય પ્રક્રિયા/ખાતાકીય તપાસ પડતર કે સુચિત ના હોવી જોઇએ.
ટેકનીકલ
એક્ષપર્ટની નિમણૂંક માટેની શરતો અને બોલીઓ:
(૧) શ્રી……………….. ને કરારના સમયગાળા દરમિયાન રૂ.૨૫૦૦૦/-
ના માસિક ફીક્સ પગાર/માનદ વેતન મળશે. તેઓની નિમણુંક હંગામી કરારના ધોરણે ગણવામાં
આવશે તથા કરારની મુદ્સ ૧૧ માસની રહેશે.
(૨) ઉભયપક્ષે એક માસની નોટીસ અથવા એક
માસના ફીક્સ પગારની રકમ માનદ વેતન સાથેનો નોટીસ પગાર આપીને કરારનો અંત લાવી શકશે.
(3) નિયત ફીક્સ પગાર માનદ વેતન પર કોઇ પણ
જાતના ભથ્થા મળવાપાત્ર થશે નહી.
(૪) કરારના સમયગળા દરમ્યાન શ્રી………………..ને ફીક્સ પગાર/માનદ વેતનમાં કોઇપણ
પ્રકારનો વધારો કે ઇજાફો મળવાપાત્ર થશે નહિ, મોઘવારી ભથ્થુ વચગાળાની રાહત અથવા
પગારપંચના બીજા લાભો કે સેવા વિષયક અન્ય કોઇ લાભ મળવાપાત્ર થશે નહિ.
(i) કરારના સમયગાળા દરમ્યાન મેડીકલ
રીએમ્બર્સમેન્ટ મળાવાપાત્ર થશે નહી.
(૬) કરારના સમયગાળા દરમ્યાન બજાવેલ
સેવા, નોકરી પેન્શન, બોનસ, એલ.ટી.સી., એન્કેશમેન્ટ ઓફ લીવ, પેશગી કે તેવા અન્ય કોઇ નાણાંકીય
લાભો સરકારશ્રી પાસેથી મેળવવાને પાત્ર ગણાશે નહી.
(૭) કરારના સમય ગાળા દરમ્યાન તેઓનું અવસાન
થાય તો તેમણે બજાવેલી ફરજના સમયગાળાની ફીક્સ પગાર/ માનદ વેતનની લેણી રકમ તેઓના
કુટુંબીજનોને મળવાપાત્ર થશે. પરંતુ બીજા લાભ એક્ષગ્રેસીયા લાભ કે રહેમરાહે નોકરી
જેવા આનુષાંગિક લાભ મળવાપાત્ર થશે નહિ.
(૮)શ્રી…………. ને સમાન સંવર્ગના અધિકારીએ જે ફરજો
બજાવવાની થતી હોય તેવી ફરજો બજાવવાની રહેશે. તે માટે કચેરીમાં ફરજ પાલનનો જે સમય
નિયત કરેલ હોય તે સમય પ્રમાણે કચેરીમાં હાજરી આપવાની રહેશે. જાહેર રજાના દિવસોએ પણ
સરકારી કામગીરીની જરૂરિયાતને અનુલક્ષીને ફરજ બજાવવા જણાવવામાં આવે તે મુજબ ફરજ
બજાવવાની રહેશે. રાજકીય પ્રવૃતિમાં ભાગ લઇ શકશે નહીં.
(૯) શ્રી……………… ને કરારના સમય દરમ્યાન વાર્ષિક ધોરણે
૧૧ પરચુરણ રજાઓ મળવાપાત્ર થશે. તે સિવાયની રજા ભોગવશે તો તે રજાના દિવસના પગારની
કપાત કરી લેવામાં આવશે. મહિલા કર્મચારીઓને રજાના નિયમો મુજબ પ્રસુતિ રજાઓ
મળવાપાત્ર થશે.
(૧૦) શ્રી……………….. ને કાર્યમથક પર રહેઠાણે રહેવાનું
ફરજીયાત રહેશે અને અધિકૃત અધિકારીશ્રીની પરવાનગી વગર મુખ્ય મથક છોડી શકાશે નહિ.
(૧૧) ફરજના ભાગરૂપે મુખ્ય મથકથી ૮
કી.મી. બહાર જવાનું થાય તો ૬ કલાકથી વધુ ૧૧ કલાક સુધીના રોકાણ માટે વર્ગ-૨ ના
અધિકારીને મળવાપાત્ર દૈનિક ભથ્થુ મળવાપાત્ર થશે. તેમજ મુસાફરી ભાડા પેટે એસ.ટી. બસ
રેલ્વે બીજા વર્ગનું ભાડુ મળવાપાત્ર થશે.
(૧૨) કરારના સમયગાળા દરમિયાન
અસંતોષકારક કામગીરી કે અશિસ્ત બદલ કોઇપણ જાતની નોટીસ આપ્યા સિવાય કોઇ પણ સમયે
નોકરી સમાપ્ત કરવામાં આવશે.
(૧૩) સરકારશ્રી તરફથી વહીવટી હિતમાં
બીજી કોઇ જરૂરી શરતો નકકી થાય તે પણ બંધનકર્તા રહેશે.
(૧૪) વ્યવસાય વેરાની કપાત નિયમાનુસાર
ફીકસ પગાર/માનદ વેતનમાંથી કરી લેવાની રહેશે.
(૧૫) નિમણુંકના સમય દરમિયાન તેમણે
બજાવેલ સરકારી સેવાની બાબત અંગે કોઇ પણ પ્રકારની ફોજદારી કે દીવાની કાર્યવાહી સબબ
રાજય સરકારની કોઇ જવાબદારી રહેશે નહિ.
(૧૬) કરાર આધારિત ઉચ્ચક વેતન/માનદ
વેતનથી નિમણુંક પામેલ વ્યકિતને સરકારી મહેકમ ઉપર સમાવિષ્ટ માટેનો હકક પ્રાપ્ત થશે
નહિ.
(૧૭) ઉપરોકત શરતો નિમણુંક પામનાર
વ્યકિતને સ્વીકાર્ય છે, તે અંગેનુ સંમતિપત્ર આપવાનું રહેશે.
(૧૮) શ્રી ને ગુજરાત મુલ્કી સેવા
(વર્તણુંક), ૧૯૭૧ તથા મુલ્કી સેવા (શિસ્ત અને અપીલ)-૧૯૭૧માં ઠરાવેલ બાબતો
બંધનકર્તા રહેશે અને તેનો ભંગ થયે કરારનો સમય કોઇપણ જાતની કાર્યવાહી વગર સમાપ્ત
કરી શકાશે.
(૧૯) શ્રી ને મળનાર માસિક એકત્રિત
વેતનની ત્રણ ગણી રકમનું બોન્ડ આપવાનું રહેશે.
(૨૦) આ કરાર આધારિત ફરજ ઉપર જોડાતા
પહેલા શારીરિક યોગ્યતા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
(૨૧) કરારથી ફીક્સ પગાર/માનદ વેતનથી
જોડાનાર વ્યક્તિએ કરાર કરવાનું સ્વીકારતા પહેલા સેવા લેનાર સત્તાધિકારીને યોગ્ય
લાગે તો પર્સનલ એક્સીડેન્ટ યોજના અંતર્ગત વીમો મેળવી લેવાનો, અદ્યતન કરાવવાનો તથા
તેનો આધાર કચેરીમાં રજૂ કરવાનો રહેશે. આ અંગે વીમાના પ્રિમિયમનો ખર્ચ કચેરી દ્વારા
ભોગવવામાં આવશે નહી.
મહત્વની લિંક્સ:
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો