રવિવાર, 23 ઑક્ટોબર, 2022

ખરસાણી થોર/ ડીંડલીયો થોર ના ચમત્કારિક ફાયદાઓ

 

આપણે ત્યાં ડિંડલીયા થોર તરીકે ઓળખાતો આ ખરસાણી થોર લુપ્ત થવાને આરે છે.

 વૈજ્ઞાનિક નામ :- Euphorbia Tirucalli

લોકોમાં એક એવી એવી માન્યતા છે કે આ થોરનું ક્ષીર આંખમાં પડે તો આંખ ફુટી જાય છે અને તે કારણે લોકોએ આ થોરનું નિકંદન કાઢી નાંખ્યુ છે.



આંખ તો ચુનો પડવાથી પણ ફુટે છે પણ લોકો ચુનાને તો તિલાંજલી આપતા નથી.


હવે આપણે જાગૃત થવાની જરુર છે અને આ થોરને બચાવવાની જરુર છે.



આ ખરસાણી થોર ખુબ જ મોટુ ઔષધીય મુલ્ય ધરાવે છે.


- ટ્રાઇજેમીનલ ન્યુરાલ્જીયામાં સારુ કામ આપે છે.


- આ થોરનું ક્ષીર કેન્સરમાં પણ ઉપયોગી છે.


- આ થોરનું ક્ષીર શરીર પર થતા મસા કાઢવામાં ઉપયોગી છે.



- અસ્થમામાં પણ સારી અસર બતાવે છે.


- કાનના દુઃખાવામાં પણ કામ આવે છે.


- થોરની ડાંડલીને ગરમ કરીને દાંતણ કરવાથી દાંતના દુઃખાવામાં રાહત આપે છે.(એકદમ કુણી ડાંડલી ઉપ્યોગમાં લેવી અને ક્ષીર બળી જાય ત્યાં સુધી શેકવી)



- રુમેટોઇડ આર્થરાઇટસમાં પણ અકસીર છે.


- ઘણી આફ્રીકન પ્રજાતી ડિલીવરી વખતનું લેબર પેઇન ઓછુ કરવા આ થોર નો ઉપયોગ કરે છે.


- આફ્રીકન લોકો નપુંસકતા માટે પણ ઉપયોગ કરે છે.


- સુકા કફને કાઢવામાં પણ ઉપયોગી છે.


- ગોનોરીયામાં પણ કામ આવે છે.


- શરીર પર અસાધારણ રીતે વધતી ગાંઠને ઓગાળવામાં મદદરુપ થાય છે.


- આફ્રીકન લોકો સીફિલસમાં પણ આ થોરને વાપરે છે.


- ડિમેન્શીયામાં પણ ઉપયોગી છે.


- મોટી ઉમરે થતા અલ્ઝાઇમર્સમાં પણ ઉપયોગી છે.


- પર્કીસન્સમાં પણ ઉપયોગી છે.


- મોટી દુધેલી ક્ષીર અને આ ખરસાણી થોરનું ક્ષીર, કાસુન્દ્રોના બીજ, કુવાડીયાના બીજ ને ગૌમુત્રમાં ખરલ કરીને સુર્યતાપમાં ગરમ કરીને ચામડી પર લગાવવાથી  સોર્યાસીસમાં ખુબ જ સારુ કામ આપે છે.


આ થોર બ્રેઇન નર્વ્સ પર ખુબ સારુ કામ કરે છે એટલે મગજને લગતા લગભગ બધા રોગમાં ઉપયોગી છે. જેમ કે વાઇ, આંચકી, મેમરી લોસ, ન્યુરાલ્જીયા,અલ્ઝાઇમર્સ,પર્કીસન્સ,ડિમેન્શીયા,વર્ટિગો વિગેરે.


આ થોરનું ક્ષીર ખુબ જ દાહક હોય છે ચામડી અડતા જ ખુબ જ બળતરા થાય છે. આંખમાં પડે તો આંખની દષ્ટિ જવાનું જોખમ રહે છે.


ઉપર બતાવેલ કોઇપણ પ્રયોગ જાતે ના કરવો.


આપણે ત્યાં દેશી વૈધ આ થોરના ક્ષીરનો ઉપયોગ શરીર પર થતા મસા કાઢવામાં કરે છે પણ તે કામ નિષ્ણાંત વૈધની દેખરેખ નીચે જ કરવુ જરુરી.


જાતે કોઇ પ્રયોગ ના કરવો...


નિષ્ણાંત આયુર્વેદાચાર્યનો સંપર્ક કરી સારવાર કરાવવી...


જય ધનવન્તરી..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...