ખેતમજૂરી કરતા વ્યક્તિની દીકરીને પગમાં ફેક્ચર હોવા છતાં પણ, હિંમત હાર્યા વગર દોડ પૂરી કરીને PSI બનીને પોતાના માતા-પિતાનું નામ દેશભરમાં રોશન કર્યું…
જેથી દીકરી માયાને આઠ મહિનાનો ખાટલો આવ્યો હતો. ત્યારબાદ દીકરીએ 2021 માં પોતાનું પીએસઆઇ બનવાનું સપનું સાકાર કરવા માટે હિંમત હાર્યા વગર તૈયારીઓ શરૂ કરી. પરંતુ દોડ પરીક્ષા પૂર્વે જ તેના પગમાં થયેલા ફેક્ચરને લઈને અતિશય વેદના થતાં દીકરી એ અલગ અલગ પાંચ ડોક્ટરોનો અભિપ્રાય લીધો.
બધા ડોક્ટરોનું કહેવું હતું કે ફેક્ચર થઈ જવાના કારણે તે સરખી રીતે દોડી નહીં શકે. તેમ છતાં પણ દીકરી માયાએ હિંમત હાર્યા વગર 1600 મીટર ની દોડ પૂરી કરવા માટે વહેલી સવારે અને સાંજે ગ્રાઉન્ડમાં મહેનત કરવાનું શરૂ કરી દીધું. મિત્રો શરૂઆતમાં તો દીકરીને દોડ પૂરી કરવામાં ખૂબ જ પગમાં ખૂબ જ વેદના થતી હતી. પરંતુ દીકરીની મહેનત અંતે રંગ લાવી.
તાજેતરમાં જો યોજાયેલ PSI રેન્કિંગ પરીક્ષામાં ગ્રાઉન્ડમાં દીકરીએ દોડ પૂર્ણ કરી અને પરીક્ષામાં પાસ થઈ ગઈ. આ ઉપરાંત દીકરી માયાએ પરીક્ષામાં મેઇન્સ્માં 400 માંથી 285.50 ગુણ મેળવી અંતે પોલીસ વિભાગે જાહેર કરેલી મેરીટ લીસ્ટ યાદીમાં રાજ્યમાં 49 માં નંબરે પીએસઆઇમાં પાસ થઈ. દીકરીએ પીએસઆઇ બનીને પોતાના માતા પિતાનું નામ દેશભરમાં રોશન કર્યું.
દીકરીની માતાએ જણાવ્યું કે, જ્યારે મારી દીકરી પીએસઆઇ ની તૈયારી કરી રહી હતી ત્યારે સૌ લોકો મને કહેતા હતા કે પૈસાવાળા ની દીકરીઓ જ મોટી નોકરી લે તમારી દીકરી પીએસઆઇ નહીં બને. પરંતુ અમે અમારી દીકરીની મહેનત અને ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો હતો. આજે તેને પોતાની મહેનતનું પરિણામ મળ્યું છે.
અમારા પરિવારમાં પહેલી દીકરી પોલીસ બની છે. મેં મારી દીકરી ને એટલી જ શિખામણ આપી છે કે, જે પરિસ્થિતિમાંથી આપણે આગળ આવ્યા છીએ તે ક્યારેય ભૂલતી નહીં અને ગરીબ અને જરૂરિયાત મંદ લોકોની સેવા સાથે સુરક્ષા કરજે. મિત્રો આ દીકરીની હિંમત અને મહેનત માટે તેને એક અભિનંદનને જરૂર આપજો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો