રવિવાર, 13 નવેમ્બર, 2022

આ ૭ સંકેતો પરથી ખબર પડે છે કે સામે વાળો વ્યક્તિ ખોટું બોલી રહ્યો છે, આવી રીતે કરો ઓળખ

ગરુડને ભગવાન શ્રી વિષ્ણુનું વાહન માનવામાં આવે છે. માન્યતા છે કે એકવાર ગરુડે ભગવાન શ્રી વિષ્ણુને જીવન અને મરણ સંબંધીત પ્રશ્નો પુછ્યા હતાં, જેનાં જવાબ ભગવાન શ્રી વિષ્ણુએ વિસ્તારથી આપ્યા હતાં. આ દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુ એ જીવનને સારું બનાવવાની રીત બતાવવાની સાથે જ મૃ-ત્યુનાં સમયની સ્થિતિ અને ત્યારબાદની સ્થિતિનું વર્ણન કર્યું છે. સનાતન ધર્મમાં મૃ-ત્યુ બાદ ગરુડપુરાણ સાંભળવાનું વિધાન છે પરંતુ આ સિવાય પણ આ પુરાણમાં એવી ઘણી બધી વાતો જણાવવામાં આવી છે, જેને પોતાનાં વાસ્તવિક જીવનમાં અપનાવીને કોઈપણ વ્યક્તિ એક સારો વ્યક્તિ બની શકે છે.
Mahiti Setu

ગરુડ પુરાણમાં સત્ય અને અસત્ય વચ્ચેનો ફરક કરવા માટે ૭ કારગર રીત પણ બતાવવામાં આવી છે. જો તમે કોઈની સાથે વાત કરી રહ્યા છો તો ધ્યાન રાખવું કે તે તમારી વાત પર ગંભીર છે કે નહીં?. જો તે ગંભીર નથી તો બની શકે છે કે તેનું ધ્યાન ક્યાંક બીજે હોય. આ સિવાય વાત કરતાં સમયે જો વ્યક્તિનાં ખભા વળેલા હોય, હાથ ધ્રુજી રહ્યા હોય તો તમારે સમજી જવું કે તે વ્યક્તિ ખોટું બોલી રહ્યો છે.

શારીરિક સ્પીડમાં બદલાવ
જ્યારે વ્યક્તિ ખોટુ બોલે છે તો તેની શારીરિક ગતિમાં પણ બદલાવ આવે છે. જો ધીરે બોલે છે તો બની શકે છે કે જલ્દી-જલ્દીમાં પોતાની વાત તમારી સામે રાખે કે પછી બોલતા સમયે ડગમગી શકે છે. વળી જો જલ્દી જલ્દી કામ કરે છે તો બની શકે છે કે તે સુસ્ત થઈ જાય. તેની શારીરિક ગતિમાં બદલાવ આવવો તમારે જાતે જ અનુભવ કરવો પડશે.

હાવભાવ હોય છે અલગ
ચેષ્ટાથી મતલબ સામેવાળાની મંસા ને સમજવાથી છે. જ્યારે વ્યક્તિ કંઈક છુપાવવાની કોશિશ કરે છે તો તેના હાવભાવ અને હરકત અલગ હોય છે. તેનાં પર ધ્યાન આપીને તમે તેના અસત્યને પકડી શકો છો.

શારીરિક મુદ્રામાં બદલાવ
અમુક લોકોની સામાન્ય આદત હોય છે કે તે વાતચીત દરમિયાન હાથ પગ હલાવે છે તો વળી અમુક લોકો ક્રોસ પગ કરીને બેસી જાય છે પરંતુ આવા લોકો જ્યારે ખોટું બોલે છે તો તેમની સામાન્ય આદતોમાં બદલાવ હોય છે, તેને જ સંકેત કહેવામાં આવે છે. જ્યારે તમે કોઈ વ્યક્તિની સામાન્ય આદતોમાં બદલાવ જુઓ તો સમજી લેવું કે ક્યાંક ગડબડ છે.

વ્યક્તિને આંખોથી સમજો
તમે સામેવાળાની આંખોને ધ્યાનથી જુઓ તો તમને ખબર પડી જશે કે તે સાચું બોલી રહ્યો છે કે ખોટું. એક ખોટો વ્યક્તિ કાં તો તમારી સાથે નજર મેળવી નહિ શકે કે પછી તેની આંખો એક જગ્યાએ સ્થિર નહીં રહે. તે વાત કરતા સમયે આમતેમ જોયા કરશે.

ચહેરાનાં હાવભાવ
ચહેરા પરથી પણ વ્યક્તિ ખોટું બોલી રહ્યો છે કે સાચું તે ખબર પડે છે. ઘણીવાર લોકોનાં ચહેરાનાં હાવભાવ જણાવી દે છે કે તે સાચું બોલી રહ્યો છે કે ખોટું. આ બધી વાતોને સમજવા માટે તમારે સતર્ક રહેવું પડશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...