ગુરુવાર, 22 ડિસેમ્બર, 2022

જો તમારું નામ A, K, M, T, P, S, R, N, G, V અને Y અક્ષર પરથી શરૂ થાય છે તો જરૂર વાંચો, તમારું નામ તમારા વિશે ઘણું બધુ કહે છે...

જીવનમાં દરેક લોકો નાં વ્યક્તિત્વમાં નામની ઘણી અસર પડે છે. તમારા નામ ના પહેલા અક્ષરનો જીવનમાં ઘણો બધો પ્રભાવ પડે છે. જ્યોતિષાચાર્ય અનુસાર જે રીતે મુળાંક અને ભાગ્ય અંક વ્યક્તિનાં જીવન પર પ્રભાવ નાખે છે, એવી રીતે જ નામ પર પણ ઘણી અસર થાય છે, જે રાશિમાં ચંદ્રમાં જન્મનાં સમયે ઉપસ્થિત હોય છે, તે વ્યક્તિની રાશિ અનુસાર તેમનાં નામનો પહેલો અક્ષર નક્કી થાય છે. નામ નો પહેલો અક્ષર જ વ્યક્તિનાં સ્વભાવ અને ભાગ્ય સાથે સંબંધિત વાતોને ઉજાગર કરે છે. તો ચાલો જાણી લઈએ કે તમારા નામ નો તમારા વ્યક્તિત્વ પર શું પ્રભાવ પડે છે.

A અક્ષર વાળા

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે A અક્ષર વાળા લોકો ખુબ જ મહેનતુ અને ધીરજ રાખવા વાળા હોય છે. તેમને ફેરવીને વાત કરવી જરા પણ પસંદ નથી હોતું. ભલે જ સત્ય કડવું હોય પરંતુ તે તેને સ્વીકારી લે છે. પર્સનલ અને પ્રોફેશનલ બંને જગ્યાઓ પર તે ખુલ્લી રીતે પોતાનાં વિચારો રાખે છે. રોમાન્સની બાબતમાં આ લોકો થોડા સંકોચી હોય છે. સમય અનુસાર A નામ વાળા લોકો ક્યારેક-ક્યારેક આળસુ પણ બની જાય છે.


K અક્ષર વાળા

K અક્ષર વાળા લોકોનું ભાગ્ય ખુબ જ સારું હોય છે. તેનો ચહેરો હંમેશા હસતો દેખાય છે. તેણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેમને વિચલિત ના થવું જોઈએ કારણ કે તેમને આગળ જઈને ઘણી બધી ખુશીઓ મળી શકે છે. તેમનાં વ્યક્તિત્વમાં ગજબનું આકર્ષણ હોય છે. કોઈની મદદ કરવાની બાબતમાં તે હંમેશા આગળ રહે છે. પછી ભલે તે મિત્ર હોય કે દુશ્મન. તે હંમેશા મદદ કરવા માટે તૈયાર હોય છે. તેમનાં પર સરળતાથી વિશ્વાસ પણ કરી શકાય છે.


M અક્ષર વાળા

M અક્ષર વાળા લોકો ખુબ જ ચાર્મીગ કે પછી એમ કહો કે આકર્ષક હોય છે. તે સપનાઓની દુનિયામાં જીવવાનું પસંદ કરે છે. તેમને જીવનમાં ઘણું બધું મેળવી લેવાની ઈચ્છા નથી હોતી. આ પ્રકારનાં લોકો બધા સાથે પ્રેમથી રહે છે પરંતુ પરિવારનું મહત્વ તેમનાં માટે સૌથી વધારે હોય છે. પ્રેમ માટે તેમનાં વિચારો ખુબ જ આદર્શવાદી હોય છે અને સપનાની દુનિયાને પોતાનાં સાથી થી દુર જ રાખવાનું પસંદ કરે છે.


T અક્ષર વાળા

T અક્ષર પરથી શરૂ થતાં નામ વાળા લોકો જીદ્દી સ્વભાવનાં હોય છે. તેમને પરેશાની ના હોવા છતાં પણ તે પરેશાન જ રહે છે. આમ તો તે પોતાનાં પરિવારને ખુબ જ પ્રેમ કરે છે. ખર્ચાઓ કરતા પહેલા વધારે વિચારતા નથી. સૌથી સારા લોકો તરફ વધારે આકર્ષિત થાય છે. પ્રેમની વાત કરીએ તો તે સંવેદનશીલ હોય છે અને જે સંબંધમાં પડે છે, તેમાં ખુબ જ લાગણીશીલ બની જાય છે અને તેમને એવો જ સાથી પણ જોઈએ છે, જે તેમને ખુબ જ પ્રેમ કરે.


P અક્ષર વાળા

P આલ્ફાબેટ પરથી જેનું નામ શરૂ થાય છે, તે લોકો સાચા અને ઈમાનદાર હોય છે. તેમનામાં કલાત્મકતાનો પણ ભંડાર હોય છે. આ પ્રકારનાં લોકો મોટાભાગે પોતાની જ દુનિયામાં ખોવાયેલા હોય છે અને જીવનમાં કંઈક મેળવી લેવાની ઈચ્છા તેમનામાં નથી હોતી. નસીબ હંમેશા તેમને સાથ આપે છે અને તેમને માંગ્યા વગર જ બધુ મળી જાય છે.


S અક્ષર વાળા

S અક્ષર પરથી શરૂ થતા નામ વાળા લોકો ખુબ જ મહેનતુ હોય છે. પર્સનલ વિષયને કોઈ સાથે શેર કરવાનું તેને જરા પણ પસંદ હોતું નથી અને ઘણીવાર તેમની વાતચીત કરવાનો અંદાજ તેમની છબી ખરાબ કરી દે છે. તે પ્રેમની બાબતમાં ખુબ જ ગંભીર હોય છે. સમજી વિચારીને જ કોઈપણ નિર્ણય લે છે. તે થોડા શરમાળ હોય છે, જેનાં લીધે પોતાનાં તરફથી ક્યારેય પણ જતું કરતાં નથી.


R અક્ષર વાળા

R અક્ષર વાળા લોકો સામાજિક જીવન જીવવાનું પસંદ નથી કરતા પરંતુ પોતાનાં પરિવારને વધારે મહત્વ આપે છે. અભ્યાસમાં તેમને વધારે રૂચી નથી હોતી અને ભીડથી અલગ થઈને ચાલવાનું તેમને પસંદ હોય છે. તે હંમેશા એવા કામ કરે છે, જે દુનિયા નથી કરતી અને એટલા માટે લોકો તેને પસંદ પણ કરે છે. આ લોકોનાં લગ્નજીવનમાં ઉથલ પાથલ વધારે રહે છે.


N અક્ષર વાળા

જે લોકોનું નામ “N” અક્ષર પરથી શરૂ થાય છે, તે લોકોનું દિલ જીતવામાં હોશિયાર હોય છે. આમ તો તે દરેક બાબતમાં ખુબ જ હોશિયાર હોય છે પરંતુ ઘણા કામ એકસાથે કરવાનાં ચક્કરમાં તે કામ બગાડી પણ લે છે. બીજા માટે સમય કાઢવો તેમને સારી રીતે આવડે છે અને આગળ વધીને તે પાછળ ફરીને જોવાનું પસંદ નથી કરતા.


G અક્ષર વાળા

“G” અક્ષર પરથી શરૂ થતા નામ વાળા લોકો આરામ પસંદ કરવા વાળા હોય છે. દિલથી સાફ હોય છે અને તે એવા કામ કરવાનું પસંદ કરે છે, જે તેનાં મનને ગમતું હોય. પોતાની વાતો કોઈ સાથે શેર કરવું તેમને પસંદ હોતું નથી. બંધનમાં રહીને તેમને તમે કંઈપણ નથી કરાવી શકતા. વાત પ્રેમની કરીએ તો તે સામેથી પોતાનો પ્રેમ વ્યક્ત ક્યારેય નથી કરતા.


V અક્ષર વાળા

“V” અક્ષર પરથી જેનું નામ શરૂ થાય છે. તે આકર્ષક દેખાતા અને ખુશમિજાજ પ્રકારનાં લોકો હોય છે. મહેનત કરવામાં તેઓ આળસુ હોય છે પરંતુ પૈસાની બાબતમાં તેમનામાં કોઈ કમી નથી હોતી. પોતાનાં મનની વાત તે સરળતાથી કોઈપણ ને જણાવતા નથી. તે વાતોને સિક્રેટ રાખવામાં હોશિયાર હોય છે.


Y અક્ષર વાળા

“Y” અક્ષર પરથી જેનું નામ શરૂ થાય છે, તે લોકોમાં ઈગો વાળી ભાવના તો તેમનામાં ભરપુર હોય છે. તે જ્યાં રહે છે ત્યાં પોતાનું જ મનાવવામાં લાગી જાય છે, જેનાથી સામેવાળા વ્યક્તિ તેનાથી દુર ભાગવા લાગે છે. જોકે દરેક બાબતમાં તેમને સફળતા મળે છે. પ્રેમની વાત કરીએ તો તે “ના ના” કરીને જ આગળ વધે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...