વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના 2023:આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ શિષ્યવૃત્તિનું નામ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ) છે.
વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના 2023
વિક્રમ સારાભાઈ, આ નામ આજની આ દુનિયામાં કોણ નથી જાણતું. વિક્રમ અંબાલાલ સારાભાઈ એક ભારતીય ભૌતિકશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા. જેમણે શરૂઆત કરી અવકાશ સંશોધનની. તમને ભારતમાં પરમાણુ શક્તિ વિકસાવવામાં મદદ ખુબજ મહત્વનો ફાળો આપ્યો છે. વિક્રમ સારાભાઇને પદ્મ ભૂષણ 1966 માં અને પદ્મ વિભૂષણ (મરણોત્તર) 1972 માં સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખવામાં આવે છે. વિક્રમ સારાભાઇ ફાઉનડેશન દ્વારા વિજ્ઞાન ક્ષેત્રે ખુબજ ઉમદા કામ કરી રહી છે. તાજેતરમાં વિક્રમ સારાભાઇ ફાઉનડેશન દ્વારા વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના શરૂ કરી છે. શું છે આ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ) અને કઈ રીતે અરજી કરવી, આ બધી માહિતી માટે તમારે આ આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે.
વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના
ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા શાળા થી લઇને શિક્ષણ અને સંશોધનના ઉચ્ચતમ સ્તર પર સક્રિય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વૃત્તિ અને અભિગમ બધા સુધી પોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓની સાથે માર્ગદર્શનનો અભાવ અને બીજી અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી શ્રી વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં દસ શિષ્યવૃત્તિઓની સ્થાપના કરેલ છે. આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચશિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવું અને નબળા લોકોને સહાય આપવાનો છે. આ શિષ્યવૃત્તિનું બીજું નામ વિકાસ શિષ્યવૃત્તિ છે.
વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ ની મુખ્ય વિશેષતાઓ
- વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજનાએ ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ માટે છે.
- દર વર્ષે કુલ દસ (10) શિષ્યવૃત્તિ આપવામાં આવશે. 10 માંથી, ઓછામાં ઓછી 5 શિષ્યવૃત્તિઓનો લાભએ કન્યોઓને આપવામાં આવશે.
- અરજી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કરી શકશે કે જેમના કુટુંબની કુલ વાર્ષિક આવક 1.5 લાખથી પણ ઓછી છે.
મળવાપાત્ર સહાય
વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ અરજી પક્રિયા
- અરજદારે ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઈન શિષ્યવૃત્તિ માટે ફોર્મ ભરીને નોંધણી કરવાની રહેશે.
- ઓફિશિયલ વેબસાઈટ પર આવ્યા બાદ “વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન” પર ક્લિક કરવાનુંં રહેશે.
- હવે તમને “શું તમારી શાળા ગ્રામીણ વિસ્તારમાં છે?” પ્રશ્ન પૂછવામાં આવશે.
- ત્યારબાદ તમારી વ્યક્તિગત, શાળાની વિગતો,પૂરું સરનામું વગેરે માહિતી ભરવાની રહેશે.
- છેલ્લે, વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરવાનો રહેશે, અને ચકાસણી કોડ નાખીને “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.
ડોક્યુમેન્ટ ની યાદી
આ અરજીના ભાગરૂપે વિદ્યાર્થીને કેટલાક ડોકયુમેંટ અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબ છે.
- વિદ્યાર્થીનો ફોટો
- આવકનો પુરાવો
- શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર
- ધોરણ-7 ની માર્કશીટ સ્કોલરશીપ માટે અરજી કરતા ધોરણ-10 ના વિદ્યાર્થીઓના કિસ્સામાં ધોરણ -9 ની માર્કશીટ
- જો વિદ્યાર્થી શિષ્યવૃત્તિ માટે પસંદ થશે તો નીચેની વિગતો આપવી જરૂરી રહેશે.બેંક એકાઉન્ટ વિગતો (એકાઉન્ટ નંબર, IFSC કોડ). એકાઉન્ટ માતાપિતામાંથી કોઈપણનું હોઈ શકે છે.
- ખાતાધારકનું આધાર કાર્ડ, જો બેંક ખાતું માતાપિતા અથવા વાલીના નામે હોય.
-: ભરતીને લગત અન્ય જાહેરાતો :-
OPAL ભરતી 2022 (છેલ્લી તારીખ :- 08/01/2023) | અહીંયા ક્લિક કરો |
ધોરણ 10 પાસ માટે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનમાં ભરતી 2022 (છેલ્લી તારીખ :- 20/01/2023) | અહીંયા ક્લિક કરો |
ધોરણ ૧૨ પાસ માટે સ્ટાફ સિલેકશન કમીશન દ્વારા ભરતી 2022 (છેલ્લી તારીખ :- 04/01/2023) | અહીંયા ક્લિક કરો |
પાલનપુર રોજગાર ભરતી મેળો 2022 (છેલ્લી તારીખ :- 03/01/2023) | અહીંયા ક્લિક કરો |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો