મંગળવાર, 30 મે, 2023

એક કઠિયારા પાસે હતી અદભુત સિદ્ધિ, મંત્રોથી વૃક્ષની ડાળખીઓ ઝૂકાવી લેતો હતો, જ્યારે રાજાને ખબર પડી તો તેમણે કઠિયારાને ગુરુ બનાવી લીધો પરંતુ એક મહિના પછી પણ ન શીખી શક્યા ત્યારે મંત્રીએ જણાવી રાજાને તેમની એક ખરાબ આદત, જાણો શું હતી.

એક કઠિયારા પાસે હતી અદભુત સિદ્ધિ, મંત્રોથી વૃક્ષની ડાળખીઓ ઝૂકાવી લેતો હતો, જ્યારે રાજાને ખબર પડી તો તેમણે કઠિયારાને ગુરુ બનાવી લીધો પરંતુ એક મહિના પછી પણ ન શીખી શક્યા ત્યારે મંત્રીએ જણાવી રાજાને તેમની એક ખરાબ આદત, જાણો શું હતી.


આ એક લોકકથા છે. કોઈ નગરમાં એક કઠિયારો હતો. તેની પત્ની એક દિવસ ખૂબ બીમાર થઈ ગઈ. કઠિયારો તેને વૈદ્ય પાસે લઈ ગયો. વૈદ્યે કઠિયારાને કહ્યુ કે તારે કેટલાક દુર્લભા ફળ અને ઔષધીઓ તારી પત્નીને ખવડાવવી પડશે. થોડાં દિવસ સુધી તે સતત આ વસ્તુઓ ખાશે તો ઠીક થઈ જશે. નજરની આજુબાજુના જંગલોમાં આવી ઔષધીઓ અને ફળ નહોતા મળી રહ્યા. વૈદ્યે કઠિયારાને કહ્યુ કે રાજમહેલના બગીચામાં આ પ્રકારના ફળ અને ઔષધીઓ છે.

રાજાના મહેલથી રોજ ફળ અને ઔષધીઓ લાવવી શક્ય ન હતી. કઠિયારો એ વિદ્યા જાણતો હતો જેનાથી તે મંત્રોના માધ્યમથી વૃક્ષની ડાળખીઓ પોતાની તરફ ઝૂકાવી શકતા હતા. તે રોજ બગીચાની બહારની દીવાલ પાસે ઊભા રહીને તેના માધ્યમથી ફળ અને ઔષધીઓ તોડીને લઈ જતો. એક દિવસ ચોકીદારે આ જોઇ લીધું. તેણે કઠિયારાને પકડીને રાજા સામે પ્રસ્તુત કર્યો. રાજા આ જાણીને ચકિત હતા કે કોઈ તાકાત વિના વૃક્ષોની ડાળખીઓ પોતાની તરફ કેવી રીતે ઝૂકાવી શકે છે.

રાજાએ તેને માફ કર્યો અને રોજ જરૂરી ઔષધીઓ અને ફળ તેના ઘરે મોકલવાનો આદેશ પણ સૈનિકોને આપ્યો પરંતુ રાજાએ એક શરત રાખી કે તેને રાજાને આ વિદ્યા શીખવવી પડશે. કઠિયારો માની ગયો. તે રોજ આવીને રાજા સામે બેસીને તેમને શીખવવા લાગ્યો. મહિનો વીતી ગયો પરંતુ રાજા બધા પ્રયાસો કરવા છતાં પણ શીખી નહોતા શકતા.

રાજા પરેશાન હતા. આ વાત તેમણે એક મંત્રીને જણાવી. મંત્રીએ રાજાને પૂછ્યુ તો રાજાએ જણાવ્યું કે કઠિયારો રોજ શીખવવા આવે છે પરંતુ બધા અભ્યાસ પછી પણ હું કંઈ શીખી નથી શકતો. મંત્રીએ રાજાને કહ્યુ કે તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો. તેના કારણે તે વિદ્યા તમે શીખી નથી શકતા. રાજાએ કહ્યુ કેવી ભૂલ.

મંત્રીએ કહ્યુ તમે સિંહાસન પર બેસીને કઠિયારાને પોતાની સામે બેસાડો છો. રાજાએ કહ્યુ હા તો તેમાં શું ખોટું છે. મંત્રીએ કહ્યુ કે તમે તેની પાસે કંઈક શીખવા ઈચ્છો છો એટલે તે તમારો ગુરુ છે, તમે તમારા ગુરુની બરાબરીમાં બેસીને ક્યારેય કંઈ નથી શીખી શકવાના. તે ભલે તમારા રાજ્યનો એક સામાન્ય કઠિયારો હોય પરંતુ તમે તેની પાસે એક વિદ્યા શીખી રહ્યા છો, પહેલા તેને ગુરુના સમાન સન્માન આપો. તેને ઉપર બેસાડીને જેમ શિષ્ય નીચે બેસીને શીખે છે એવી રીતે શીખો. રાજાને પોતાની ભૂલનો અહેસાસ થયો.

બીજા દિવસે રાજાએ એવું જ કર્યુ અને ધીમે-ધીમે તેને કઠિયારાની વિદ્યા સમજ આવવા લાગી. થોડાં દિવસમાં રાજાએ તે વિદ્યા સંપૂર્ણ રીતે શીખી લીધી. તેના પછી ગુરુ દક્ષિણમાં કઠિયારાને રાજમહેલના બગીચા જેવો જ એક બગીચો બનાવીને દાન કર્યો.

બોધપાઠ :
જો તમે કોઈ પાસે કંઈ શીખવા ઈચ્છો છો તો તેની યોગ્ય રીત છે કે શીખવાનારને ગુરુની જેમ સંપૂર્ણ સન્માન આપો. જો ગુરુ પ્રત્યે સન્માન નહીં રહે તો તમારી શીખેલી વિદ્યા તમારા કામ નથી આવી શકતી.

અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...