નોટ નાં કિનારા પર બનાવવામાં આવેલ આડી લાઇનનો મતલબ શું હોય છે? વાંચજો, કેમ કે ખુબ જ મહત્વની જાણકારી છે.
ક્યારેક ને ક્યારેક નોટો પર બનેલી આડી લાઈન પર તમારી નજર જરૂરી હશે. ખાસ વાત એ છે કે નોટ ની કિંમતનાં હિસાબથી તેની સંખ્યામાં વધઘટ થતી રહે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે નોટ પર આ લાઈન શા માટે બનાવવામાં આવે છે? આ લાઈન ઉપરથી નોટ વિશે ઘણી બધી મહત્વની જાણકારી મળે છે. તો ચાલો તમને અમારા આર્ટિકલમાં જણાવીએ કે ૧૦૦, ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ ની નોટ પર બનેલી આ લાઈન નો મતલબ શું હોય છે.
નોટ પર બનેલી આ લાઈન અને બ્લીડ માર્કસ કહે છે. આ બ્લીડ માર્કસ ખાસ રૂપથી નેત્રહીન વ્યક્તિઓ માટે બનાવવામાં આવે છે. નોટ પર બનેલી આ લાઈન અને સ્પર્શ કર્યા બાદ તેઓ જણાવી શકે છે કે આ કેટલા રૂપિયાની નોટ છે. ૧૦૦, ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ ની નોટ પર અલગ-અલગ સંખ્યામાં લાઈન બનાવવામાં આવેલ છે. આ લાઈન તેની કિંમત પણ જણાવે છે.
આ પણ વાંચો : ડુંગળી કાપતા સમયે આંખમાંથી આંસુ શા માટે આવે છે?
૧૦૦ રૂપિયાની નોટ માં બંને તરફ ૪-૪ લાઈન બનેલી હોય છે. ૨૦૦ રૂપિયાની નોટમાં બંને તરફ ૪-૪ લાઈન હોય છે તેની સાથે ૨-૨ ઝીરો લગાવવામાં આવેલા હોય છે. વળી ૫૦૦ની નોટમાં પ અને ૨૦૦૦ ની નોટમાં બંને તરફ ૭-૭ લઈને બનાવવામાં આવે છે. આ ની મદદથી જ નેત્રહીન લોકો તેની કિંમત અને સમજી શકે છે. વળી શું તમે જાણો છો કે નોટ માં બનેલી તસ્વીરોનો મતલબ શું હોય છે, જો તમે નથી જાણતા તો ચાલો તમને જણાવીએ.
૨૦૦૦ રૂપિયાની નોટના પાછળના હિસ્સામાં મંગળયાનનો ફોટો છપાયેલો છે. તે ભારતનાં મંગળ મિશનનો હિસ્સો છે. ૫૦૦ રૂપિયાની નોટમાં લાલ કિલ્લા ની તસ્વીર છાપવામાં આવેલી છે. વળી ૨૦૦ રૂપિયાની નોટની પાછળ છપાયેલ સાંચી સ્તુપ મધ્યપ્રદેશનાં વિદિશા જિલ્લામાં સ્થિત છે. જેનું નિર્માણ મહાન સમ્રાટ અશોકના કાર્યકાળમાં થયું હતું. તે ભારતની સૌથી પ્રાચીન સંરચનાઓ માંથી એક છે.
૧૦૦ રૂપિયાની નોટમાં રાણીની વાવ ની તસ્વીર છપાયેલી છે. આ એક વાવ છે, જે ગુજરાતના પાટણ જિલ્લામાં છે. તેનું નિર્માણ સોલંકી વંશની રાણી ઉદયમતીએ પોતાના પતિ ભીમદેવ પ્રથમ ની યાદમાં કરાવ્યું હતું. તેને યુનેસ્કોએ વર્ષ ૨૦૧૪માં વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરેલ છે.
અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહિંયા ક્લિક કરો |
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો