“વેચેલો માલ
પાછો લેવામાં નહિ આવે” આવું ક્યાંય પણ
જોવા મળે તો કરી શકો છો ફરિયાદ, જાણો વિસ્તારથી
એક
કંઝ્યુમર એટલે કે ગ્રાહકના રૂપમાં આપણા અધિકારો ઘણા મજબૂત છે. આ બાબતે બે એવા
નિર્ણય લેવામાં આવ્યા છે જેમણે એક ગ્રાહકના હકનો વિસ્તાર કર્યો છે. મિત્રો આપણને દુકાનો
પર લખેલું જોવા મળે છે કે, વેચેલો
માલ પાછો નહિ લેવાય. પણ જો તમે કોઈ દુકાનના બિલ પર આવું લખેલું જુઓ, તો એને કંઝ્યુમર ફોરમનો નિર્ણય જણાવી શકો છો.
ફોરમે
એવા એક કિસ્સામાં ન ફક્ત ગ્રાહકનો સામાન પાછો લઈને એને પૈસા આપવાનો આદેશ આપ્યો છે, પણ સંબંધિત વિક્રેતા પર 1000 રૂપિયા
દંડ પણ લગાવ્યો છે. આ કિસ્સો મુંબઈનો છે જ્યાં આઈઆઈટી બોમ્બેમાં પ્રોજેક્ટ
આસિસ્ટન્ટ અજય લોંકેની ફરિયાદ પર કંઝ્યુમર ફોરમે આ નિર્ણય સંભળાવ્યો છે.
હકીકતમાં
ડિપાર્ટમેન્ટ ઓફ કંઝ્યુમર અફેયર્સએ વર્ષ 1999 માં જ
સામાનના વેચાણ પણ આપવામાં આવેલી રસીદ પર ‘વેચેલો
માલ પાછો લેવામાં નહિ આવે’ છાપવા પર
પ્રતિબંધ મુક્યો હતો.
એટલું જ
નહિ જો તમે ઇકવીટીમાં રોકાણ કર્યુ છે અને શેયરને પોતાની પાસે 1 વર્ષ કે એનાથી વધારે સમય સુધી રાખો છો, તો હવે તમે કંઝ્યુમર કહેવાશો ન કે ટ્રેડર. નેશનલ
કંઝ્યુમર કમિશને પોતાના નિર્ણયમાં શેયરમાં ટ્રેડ કરવા અને શેયર ખરીદવાના અંતરને
સ્પષ્ટ કર્યુ છે.
કમિશને
પોતાના એક નિર્ણયમાં કહ્યું છે કે, શેયરને
રોકાણ માટે લાંબા સમય સુધી ખરીદવા વાળા ટ્રેડર નથી કહેવાતા. આ વાત એટલા માટે
મહત્વપૂર્ણ છે કારણ કે, કોઈ પણ
પ્રકારના વિવાદની સ્થિતિમાં શેયર ખરીદવાને કમર્શિયલ એક્ટિવિટી(વ્યાપારી પ્રવૃત્તિ)
ની જેમ જોવામાં આવે છે.
પરંતુ
કમિશનના આ નિર્ણયથી સ્પષ્ટ થઇ ગયું છે કે જો કોઈ 1 વર્ષ કે
એનાથી વધારે શેયર્સને પોતાની પાસે રાખે છે, અને
ત્યારબાદ કોઈ વિવાદ થાય છે, તો
બાબતને કંઝ્યુમર ફોરમમાં ઉઠાવી શકાય છે. આ બંને નિર્ણય ગ્રાહક માટે ઘણા જરૂરી
સાબિત થયા છે.
જાણકારી
માટે જણાવી દઇએ કે, ગુજરાતના
રાજકોટ જિલ્લાના ગ્રાહક સુરક્ષા મંડળના ઉપપ્રમુખ એવા હિંમતભાઇ લાબડીયા તથા
મહામંત્રી સામાજીક અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજાએ, ગ્રાહકો
તથા વેપારીઓને લઈને એક સંયુક્ત અખબારી યાદીમાં એવું જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં ગ્રાહક સુરક્ષા ધારો 1968 અમલમાં છે.
અને આ
ધારાની કલમ 14 પ્રમાણે “વેચેલો માલ પાછો લેવામાં આવશે નહિ કે બદલી આપવામાં
આવશે નહિ.” તેવું
લખાણ કાયદા વિરુદ્ધ અને ગેરવ્યાજબી છે. આથી રાજ્યમાં કોઈ પણ વેપારી પોતાના બીલમાં, પત્રીકામાં કે બોર્ડમાં આવું કોઈ લખાણ છાપી શકતા નથી
કે પ્રસિદ્ધ કરી શકતા નથી.
છતાંપણ
જો કોઈ ઉત્પાદક કે વેપારી દ્વારા બીલ પર આવું લખાણ છાપવામાં આવ્યું હોય, કે પછી આવું લખાણ કોઈ બીજી રીતે પ્રસિદ્ધ કરેલું હોય, અને આ વાત કોઈ ગ્રાહકની જાણમાં આવે છે. તો તે ગ્રાહક
આધાર-પુરાવા સાથે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, 11 – રમણીક
હાઉસ, બીજે
માળે, જયુબેલી
ચોક, રાજકોટ ખાતે 15 દિવસમાં
એની જાણ કરી શકે છે. આમ કરવાથી રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આવું
લખાણ રદ કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે. અને આવું શ્રી લાબડીયા અને શ્રી જાડેજાએ
યાદીના જણાવ્યું છે.
અને
મિત્રો અમેરિકા પણ આ બાબતે ઘણું કડક છે. ત્યાં વેચેલો માલ ખરાબ હોવા પર કોઈપણ શરત
વગર પાછો આપી શકાય છે. કંઝ્યુમર અફેયર્સએ 1999 માં
લીધેલા નિર્ણયમાં આ વાત સ્પષ્ટ છે કે, તમે
ખરીદેલો કોઈ માલ ખરાબ નીકળે અથવા તમે એનાથી સંતુષ્ટ નથી, તો તમે એને પાછો આપી શકો છો. છતાં પણ ઘણા વેપારી એનું
પાલન નથી કરતા.
પણ તમે
લીધેલો માલ પાછો ન લેવા બાબતે ફરિયાદ કરી શકો છો. પણ એના માટે તમારે પાકું બીલ
લેવું જરૂરી છે. જો તમે ખરીદેલી વસ્તુનું બીલ જ નથી લેતા તો તમારી પાસે એનો કોઈ
નક્કર પુરાવો નથી રહેતો કે, તમે એમને
પૈસા આપીને માલ ખરીદ્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો