શુક્રવાર, 19 ઑગસ્ટ, 2022

ગર્લફ્રેન્ડ જોડે હોટલમાં રોકાવા પર પોલીસ હેરાન કરે, તો આ કાયદાકીય પગલા લો

 

ગર્લફ્રેન્ડ જોડે હોટલમાં રોકાવા પર પોલીસ હેરાન કરે, તો આ કાયદાકીય પગલા લો



 

    જો તમે પોતાની ગર્લફ્રેન્ડ જોડે કોઈ હોટલમાં રોકાયા હોઉ અમને જો પોલીસ તમારી પૂછપરછ કરવા આવે, તો ઘભરાવાની કોઈ જરૂર નથી. અનમેરિડ કપલનું હોટલમાં એક સાથે રહેવું કોઈ ગુનો નથી. માટે પોલીસનું હોટલમાં રોકાયેલા કોઈપણ અનમેરિડ કપલને હેરાન અને ધરપડક કરવાનો કોઈ અધિકાર નથી.

    SCના સીનિયર એડવોકેટ વિનય ગર્ગનું કહેવું છે કે, અનમેરિડ કપલને એકસાથે હોટલમાં રહેવા અને આપસી સંમંતિથી શારીરિક સંબંધ બનાવવાનો મૌલિક અધિકાર છે. જોકે તેના માટે શરત એ છે કે બન્ને બાલિક હોવા જરૂરી છે. SC એ ચોખ્ખું કહી દીધું છે કે, બંધારણના આર્ટિકલ 21 મુજબ મળેલા મૌલિક અધિકારમાં પોતાની મરજીથી કોઈપણ સાથે રહેવું અને શારીરિક સંબંધ બનાવવાનો અધિકાર પણ આવે છે.આના માટે લગ્ન થયું હોવું જરૂરી નથી.

    તેનો અર્થ એ છે કે,જો કોઈ કપલ લગ્ન વિના કોઈ હોટલમાં એકસાથે રોકાઈ, તો એ તેમનો મૌલિક અધિકાર છે. જો હોટલમાં રોકાયેલ અનમેરિડ કપલને પોલીસ હેરાન કરે કે પછી તેમની ધરપકડ કરે તો તેમના મૌલિક અધિકારોનું હનન થયું હોવાનું ગણાશે. પોલીસની આ કાર્યવાહી સામે કપલ બંધારણના આર્ટિકલ 32 હેઠળ સીધું સુપ્રિમ કોર્ટમાં કે પછી આર્ટિકલ 226 હેઠળ સીધું હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે.


સીનિયર પોલીસ અધિકારીને પણ ફરિયાદ કરી શકાયઃ

    હોટલમાં રોકાયેલા અનમેરિડ કપલને હેરાન કરનારા પોલીસ સામે જિલ્લાના પોલીસ અધીક્ષક કે તેમના ઉપલા પોલીસ અધિકારી પાસે પણ ફરિયાદ કરી શકાય છે. તેના સિવાય પીડિત કપલ પાસે માનવાધિકાર આયોગને ફરિયાદ કરવાનો ઓપ્શન પણ છે.

    હોટલ કોઈપણ અનમેરિડ કપલને એ આધારે રોકી ન શકે કે બન્ને પરણેલા નથી. જો હોટલ એવું કરે તો તેને પણ મૌલિક અધિકારોનું હનન ગણવામાં આવે છે. તેનો અર્થ એનો થાય છે કે, અનમેરિડ કપલ હોટલનું ભાડુ ચૂકવીને ત્યાં રોકાઈ શકે છે. તેની સાથે જ ઈન્ડિયન હોટલ ઈન્ડસ્ટ્રીની ઉચ્ચ સંસ્થા હોટલ એસોશિયેશન ઓફ ઈન્ડિયાનો પણ કોઈ એવો નિયન નથી કે કોઈ અનમેરિડ કપલને હોટલમાં રહેવા પર કોરી શકે.

    જો કોઈ અનમેરિડ કપલ હોટલમાં રોકાયું હોય અને પોલીસ જો છાપેમારી દરમ્યાન તેમની ધરપડક કરે તો કપલે ઘભરાવાની કોઈ જરૂર નથી. કપલે તેમનું ઓળખ પત્ર પોલીસને બતાવવાનું રહે છે. જેથી સાબિત થઈ શકે કે બન્ને આપસી સંમ્મતિથી હોટલમાં રોકાયા હતા. અને કોઈપણ પ્રકારની વેશ્યાવૃત્તિમાં તેઓ સામેલ નથી. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...