મિત્રો , હાલ
વર્તમાન સમય મા જેમ-જેમ ટેક્નોલોજી નો વ્યાપ વધતો ગયો છે તેમ-તેમ નવી-નવી વસ્તુઓ
નો આવિષ્કાર થતો જાય છે. હાલ પ્રવર્તમાન સમય મા ગાડીઓ મા તેમજ ટુ-વ્હીલર મા
ટ્યુબલેસ ટાયર્સ ની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે અને આ ડિમાન્ડ ને ઓબ્ઝર્વ કરી ને ઘણા
વાહન નુ નિર્માણ કરતી કંપનીઓ એ પણ પોતાના વાહનો મા આ ટ્યુબલેસ ટાયર્સ નો સમાવેશ
કર્યો છે.
હવે , મોટાભાગ ના નવા વ્હિક્લ તમે ટ્યુબલેસ ટાયર સાથે જ નિહાળી શકશો. હવે , ટ્યૂબવાળા ટાયર ની માંગ ધીમે-ધીમે બજાર મા ઘટવા માંડી છે. પરંતુ , તેનો નાશ નથી થયો. હાલ હજુ પણ અનેક વાહનો માર્ગ પર દોડે છે જેમા ટ્યૂબવાળા ટાયરો નો ઉપયોગ કરવા મા આવેલો હોય છે.
ટ્યુબવાળા ટાયર ની બનાવટ : આપણ ને સૌ ને ખ્યાલ છે કે ટ્યૂબવાળા ટાયર મા એક
પાતલા રબર ની ટ્યૂબ હોય છે. આ ટ્યૂબ મા હવા ભરવા મા આવે ત્યારે ટાયર ને એક પરફેક્ટ
આકાર મળે છે. એટલુ જ નહી પરંતુ ડ્રાઈવિંગ દરમિયાન આ ટાયર એક તકીયા જેવુ કાર્ય કરે
છે. જેથી , આપણે ગમે તેવા રસ્તા પર પણ સફળતાપૂર્વક મુસાફરી
કરી શકીએ.
પરંતુ , આ ટાયર
ની સૌથી મોટી નબળાઈ હોય તો એ છે પંચર પડવુ. જો આ ટાયર મા કઈપણ નૂકીલી વસ્તુ ઘૂસી
જાય તો તે ટ્યૂબ મા થી હવા બહાર નીકળવા માંડે છે. આ વાત ત્યારે ગંભીર બની જાય છે.
જ્યારે આપણુ વાહન એકદમ સ્પીડ મા જતુ હોય ને પંચર પડે તો આપણા હાથ મા થી નિયંત્રણ
ચાલ્યુ જાય છે અને અકસ્માત થવા ની શક્યતાઓ પણ વધી જાય છે.
સુરક્ષા : ટ્યુબલેસ ટાયર મા સામાન્ય ટાયર ની સાપેક્ષ મા
સૌથી વધુ સુરક્ષા આપવા મા આવે છે અને આ જ ટ્યુબલેસ ટાયર ની વિશેષતા છે, ટ્યુબલેસ ટાયર મા બે-ત્રણ વાર પંચર થઈ જાય તો પણ
તે ક્યાક પણ રોકાયા વગર સરળતા થી ચલાવી શકાય છે અને વર્કશોપે જઈ ને પંચર કરાવી
શકાય. પરંતુ , સામાન્ય ટ્યૂબવાળા ટાયર મા આ પ્રકાર ની સામાન્ય
ટ્યૂબવાળા ટાયર મા આ પ્રકાર ની સુવિધા ઉપલબ્ધ નથી.
શ્રેષ્ઠ માઈલેજ : કોઈપણ વાહન નુ શ્રેષ્ઠ માઈલેજ તેના ટાયર ના પ્રકાર ઉપર નિર્ભર કરે છે. ટ્યૂબલેસ ટાયર સામાન્ય ટાયર ની સાપેક્ષે ખૂબ જ હળવા હોય છે. આ ઉપરાંત તેમા થી હવા નીકળવા નો ભય પણ નહીવત હોય છે. જેથી એન્જીન ને ઘસારો પણ ઓછો લાગે છે. જ્યારે સામાન્ય ટ્યૂબવાળા ટાયર નો વજન વધુ હોય છે અને તેમા હવા પણ સરળતા થી નીકળી જાય છે માટે તેમા ઘસારો પણ વધુ લાગે છે.
મેઈનટેનન્સ : ટ્યૂબલેસ ટાયર નુ મેઈનટેનન્સ અત્યંત સરળ હોય છે.
જો આ ટાયર મા પંચર પડે તો ખૂબ જસરળતા થી તેનુ પંચર ઠીક કરી શકાય છે. તેનુ પંચર ઠીક
કરવા માટે વ્હીલ ને વાહન થી અલગ કરવા ની આવશ્યકતા પણ નથી રહેતી જ્યારે સામાન્ય
ટ્યૂબવાળા ટાયર મા ટ્યુબ બહાર કાઢી ને ત્યારબાદ પાણી મા પલાળી ને પંચર ની તપાસ કરી
ને પંચર રીપેર કરવા મા આવે છે. આ પ્રક્રિયા અત્યંત જટિલ છે. તો ઉપરોક્ત દર્શાવેલા
યાદી પર થી તમે જાતે જ હવે નક્કી કરી શકો છો કે કયુ ટાયર તમારા માટે બેસ્ટ છે.
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો