ભારત દેશ અનેક પ્રકારે વિવિધતા ધરાવતો દેશ છે. આ વિવિધતા ગામોના નામ માં પણ જોવા મળે છે. તો ચાલો જોઇયે અમુક એવા ગામોના વિચિત્ર નામ કે જે જાણી ને તમને આશ્ચર્ય થશે અને તમે હસી ને પેટ પકડી લેશો.
કુત્તા :-
કોઈ ગામનું નામ “કુત્તા” પણ હોય શકે? તો અમે આપને
જણાવી દઈએ કે આ ગામ આપના દેશમાં કર્ણાટક રાજયમાં આવેલું છે. જોવા જઇયે તો કર્ણાટકનું આ ગામ ખૂબ જ સુંદર છે. શાબ્દિક
રીતે “કુત્તા” નું ગુજરાતી ભાષાંતર કૂતરા તરીકે કરીએ છીએ, અમે કલ્પના
કરી શકતા નથી કે પૃથ્વી પર કોઈ વ્યક્તિ આટલા સુંદર અને રમણીય સ્થાનને આવું નામ કેમ આપ્યું હશે?
સિંગાપુર :-
“હે??? ભારતમાં પણ સિંગાપોર આવેલું છે??", આપણાં માથી ઘણા લોકો સિંગાપોરનું જવાનું સપનું જોતાં હોય છે પરંતુ તેને સિંગાપોર ની જગ્યાએ સિંગાપુર કહે છે, જે લોકો વિદેશમાં સિંગાપોર નથી જઇ શકતા અમારી પાસે એમના માટે બરાબર જગ્યા છે. ઓડિશામાં આ સ્થળનું નામ સિંગાપુર છે અને તે તમારા વિદેશી પ્રવાસના સ્વપ્નને થોડીક છેતરપિંડી સાથે પૂર્ણ કરે છે!
લોંડા :-
લો આ રહ્યું રાજસ્થાનનું બીજું એક વિચિત્ર નામ ધરાવતું ગામ, નામ જોતાં તો એવું લાગે છે કે આ ગામનું નામ કોઈ જીજા એ પોતાની સાળીની યાદમાં રાખ્યું હોય શકે.
ગધા :-
જો વાત ચાલી જ રહી છે વિચિત્ર નામ
ધરાવતા સ્થાનોની તો એમાં આપણું ગુજરાત પણ કેમ બાકાત રહે...
ભારત એક એવો દેશ છે જ્યાં પ્રાણીઓની પણ પૂજા કરવામાં આવે છે. દેખીતી રીતે, પ્રાણીઓની વિશાળ વિવિધતા સ્થળના નામોમાં પણ તેમનું સ્થાન શોધે છે. ઉદાહરણ તરીકે, ગુજરાતમાં “ગધા” નામનું એક સ્થળ છે. જેને ઇન્ટરનેટ પર સર્ચ કરવા માટે ઉપરના ફોટોમાં આપેલ કી-વર્ડ મુજબ લખીને સર્ચ કરી શકો છો.
ભૈંસા :-
"ભૈંસા" એ સ્થળ કે ગામ માટે ચોક્કસપણે એક હાસ્યાસ્પદ નામ છે પરંતુ જો એ હકીકતને ધ્યાનમાં લેવામાં આવે કે તેલંગાણા રાજ્યના આ પ્રદેશમાં દેશની સૌથી પ્રખ્યાત વાર્ષિક બળદની રેસનું આયોજન કરવામાં આવે છે, તેના પરથી તો નામ ખૂબ જ યોગ્ય જણાય છે.
બીબીનગર :-
ભારતનું તેલંગાણા રાજ્ય તેના ગામોને સૌથી વધુ વાસ્તવિક નામોથી સંપન્ન કરવાની કુશળતા ધરાવે છે. પત્નીના નામ પર આખું નગર વસાવી દીધું છે. ગામ
નું નામ "બીબીનગર".
બાપ :-
રાજસ્થાનની સૂકી, શુષ્ક ભૂમિમાં, દરેક ઘર પર પરમ
પિતા એટલે કે બાપ નું શાસન છે. અને
તે પણ પૂરતું ન હતું, તો રાજ્યમાં પણ એક સ્થાન છે જે “બાપ” નામથી ઓળખાય છે. આ સ્થાન પર કોનું રાજ અને સત્તા હશે તે વિશે આપણે વધુ કંઈ કહેવું જોઈએ?
કાલા બકરા :-
નામ જોતાં તો પંજાબ રાજ્યનો
આ પ્રદેશ
પ્રાણીઓ માટે ખૂબ અનુકૂળ લાગે છે. ખાસ કરીને બકરાઓ માટે, અને એમાં પણ ખાસ કરીને કાળા બકરા માટે. “કાલા બકરા” તરીકે ઓળખાતા સમગ્ર પ્રદેશને
તમે કેવી રીતે યોગ્ય ઠેરવશો?
જો અમારી પોસ્ટ ગમી હોય તો વધુ ને વધુ શેર કરજો.
આભાર...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો