શનિવાર, 27 ઑગસ્ટ, 2022

સરનામું એક શરમ નું - એક સરસ બોધપાઠ આપતી વાર્તા

 


એક ખુબ અમીર ઘર અને એક ખુબ ગરીબ ઘર આજુબાજુમાં રહેતાં હતાં.


એક દિવસ ગરીબ ઘરના બહેન, અમીર બહેન પાસેથી થોડીક ખાંડ ઉછીની લેવા ગયાં.


અમીર ઘ૨ના બહેને તેને ઉછીની ખાંડ આપી દીધી.


બીજા દિવસે અમીર ઘરના બહેન, એ ગરીબના ઘરે મીઠું (નમક) ઉછીનું લેવા ગયાં. ગરીબ ઘરના બહેને મીઠું આપી દીધું.


એ જોઈને અમીર બહેનના પતિએ શાંતિથી પોતાની પત્નિને પૂછ્યું કે, "મીઠું હોવા છતાં તેં મીઠું ઉછીનું લીધું ?" 


હવે અમીર બહેનનો જવાબ ધ્યાનથી સાંભળજો...


અમીર બહેને જવાબ આપ્યો કે, એ લોકો ગરીબ છે એટલે એની પાસે બીજું કંઈ ન હોય, પણ મીઠું તો હોય જ; એટલે એમને એમ થાય કે અમીરને પણ ગરીબની કયારેક જરૂર પડે છે, જેથી બીજીવાર એ લોકોને કંઈ પણ જોઇતું હોય તો આપણી પાસેથી લેવામાં શરમ પણ ન લાગે અને પોતાને કયારેય નાના પણ ન સમજે.


બસ આપણાં સમાજમાં આવા લોકોની જ જરૂર છે કે જે ગરીબને પણ માણસ સમજે અને મનમાં એવો પણ ન રાખે કે મારે કોઈની જરૂર નથી. જરૂર તો ચપટી ધૂળની પણ પડી શકે છે.


વાર્તા ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો.

આભાર...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...