દોસ્તો, વ્યક્તિની ઓળખ તેના વાણી અને તેના વર્તનથી થવી જોઈએ, તેના
પહેરવેશથી નહીં, આ આપણા દેશની સંસ્કૃતિ છે.
આપણે દેખાવ અને કપડાંના આધારે ભેદભાવ નથી કરતા. આપણે દરેક મનુષ્યનો આદર કરીએ છીએ અને બીજાઓ
પાસેથી પણ તે જ આદરની અપેક્ષા રાખીએ છીએ.
આજે અમે તમને આપણા ભારતના એક એવા રાજાની કહાની જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે
રોલ્સ રોયસ જેવી દુનિયાની સૌથી મોટી કંપનીના માલિકને પોતાના સ્વાભિમાન માટે પાઠ
ભણાવ્યો હતો.
આ વાત 1920ની આસપાસની છે. રાજસ્થાન, અલવર ના રાજા જયસિંહ પ્રભાકર લંડનમાં વેકેશન ગાળવા ગયા
હતા. એક દિવસ તેઓ રાજાનો પોશાક છોડીને
સામાન્ય વસ્ત્રોમાં લંડન ફરવા નીકળ્યા. આ
દરમિયાન તેમની નજર 'રોલ્સ રોયસ'ના શોરૂમ પર પડી.
શોરૂમની અંદર પાર્ક કરેલી એક વૈભવી કાર રાજા જયસિંહ પ્રભાકરને આકર્ષિત કરી
ગઈ, તેથી તે તેને જોવા માટે અંદર ગયા.
પરંતુ તેમણે સાદા કપડા પહેરેલા હોવાથી શોરૂમનો સ્ટાફ તેમને ઓળખી શક્યો ન
હતો, અને તમને ગરીબ હોવાનું માની, આ કાર ખરીદવાની તેમની હેસિયત (ઔકાત) નથી તેવું કહી, રાજા જય સિંહ પ્રભાકરને શોરૂમની બહાર જતા રહેવાનું કહ્યું.
એ આ ઘટનાને દિલ પર લઇ લીધી અને નક્કી
કર્યું કે તે 'રોલ્સ રોયસ'ને પાઠ ભણાવશે.
આ માટે તેમણે બીજા દિવસે 'રોલ્સ રોયસ'ના એજ શોરૂમમાં રાજાની જેમ ઠાઠ માઠ સાથે પ્રવેશ કર્યો. હવે, શોરૂમના સ્ટાફને પહેલેથી જ સમાચાર મળી ગયા
હતા કે અલવરના રાજા કાર ખરીદવા આવી રહ્યા છે, તેથી તેઓએ રાજા જય સિંહ પ્રભાકર ને ખૂબ આતિથ્ય આપ્યું અને
સન્માન કર્યું. રાજા જય સિંહ પ્રભાકર એ સમય બગાડ્યા વિના, 'રોલ્સ
રોયસ' ની અનેક કાર એક સાથે ખરીદવાનો આદેશ
આપ્યો.
એવું પણ કહેવાય છે કે તેમણે તમામ વાહનો
માટે રોકડમાં ચૂકવણી કરી હતી. આટલો મોટો
ઓર્ડર મળ્યા બાદ શોરૂમના તમામ કર્મચારીઓ ખૂબ જ ખુશ હતા. પરંતુ, તેઓ જાણતા ન હતા કે રાજા જય સિંહ પ્રભાકર તેમના વાહનો સાથે આગળ શું કરવા
જઈ રહ્યા છે. વાહનો ભારતમાં પહોંચાડતાની
સાથે જ રાજા જયસિંહે તમામ વાહનો નગરપાલિકાને સોંપી દીધા. તેમજ આદેશ કર્યો કે આજથી જ આ 'રોલ્સ સોયસ' ની
ગાડીઓ દ્વારા જ શહેરનો કુડો કચરો ઉપાડવામાં આવશે.
રાજાના આ પગલા પછી 'રોલ્સ રોયસ'ની
ગાડીઓ મજાકને પાત્ર બનવા લાગી. લોકો તેને
ખરીદવાનું ટાળવા લાગ્યા. દરેક જણ વિચારવા
લાગ્યા કે જે કારમાં ભારત પોતાનો કચરો ભરે છે તેને કોઈ કેવી રીતે ચલાવી શકે. એવું કહેવાય છે કે અંતે કંપનીએ રાજા જય સિંહને
પત્ર લખીને તેના કર્મચારીના વર્તન માટે માફી માંગી હતી. આ સાથે તેમની કારમાંથી કચરો ઉપાડવાનું બંધ
કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી.
રાજા જયસિંહે પણ મોટું દિલ દાખવીને પોતાની સાથે
થયેલ વ્યવહાર અંગે કંપનીને માફ કરી દીધી અને વાહનમાંથી કચરો ઉપાડવાનું કામ બંધ
કરાવી દીધું. આ પગલાથી રાજા જય સિંહ
દુનિયાને એક સંદેશ આપવામાં સફળ થયા કે કોઈ વ્યક્તિને તેના કપડાથી ઓળખવી યોગ્ય
નથી. માણસ પોતાના કપડાંથી અમીર કે ગરીબ
નથી બનતો.
જો તમને મહારાજા જય સિંહ પ્રભાકરનો બીજો કોઈ
ટુચકો કે વાર્તા યાદ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો.
બાકી આ લેખ ગમ્યો હોય કે વાંચવાની મજા
આવી હોય તો કોમેન્ટ કરજો. અને તમારા મિત્રોને શેર પણ કરજો.



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો