હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ
થઇ ! -
ગુજરાતની ટાઈટેનિક એટલે 'હાજી કાસમની
વીજળી'
આજ થી વર્ષો પહેલાની વાત છે….
તારીખ ૮ ડિસેમ્બર ૧૮૮૮ ની રાત્રીનો
લગભગ સાડા અગ્યાર વાગ્યાનો સમય હતો. જ્યારે બ્રિટનના જહાજ 'આરએમએસ ટાઈટેનિક'ની
ટક્કર એક હીમશિલા સાથે થઈ હતી. જેમાં 1,517 મુસાફરોના મોત થયાં હતાં. પાછળથી જેમ્સ
કેમરૂન નામના કેનેડાના દિગ્દર્શકે રીયલ લાઈફની આ સ્ટોરીને રીલ પર ઉતારી હતી. જો
કે, બહુ ઓછાં લોકોને ખ્યાલ હશે કે, 'ટાઈટેનિક'ની કથાને પણ ટક્કર આપે એવી કરૂણ કથા
'વીજળી'ની છે. જે આજે પણ સૌરાષ્ટ્રના લોકગીતોમાં પ્રચલિત છે.
-'ગુજરાતી ટાઈટેનિક'
એટલે 'હાજી કાસમની વીજળી' -બ્રિટનના ગ્લાસગોમાં જહાજનું નિર્માણ થયેલું
-તેરસો જેટલા મુસાફરો
ગરક થઈ ગયા હતા
'હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે
વેરણ થઇ!', લોકગીત આજે પણ લોકકલાકારો ડાયરાઓમાં ગાઈ છે. ત્યારે સાંભળનારાની આંખો
ભીની થયા વગર ન રહી શકે. તેમાં મુસાફરોના વર્ણન છે, તેમનાં ઉમંગ અને ઉત્સાહનું
વર્ણન છે. તો વલોપાત અને કલ્પાંત પણ છે. આ લોકગીતને ઝવેરચંદ મેઘાણીએ સંકલીત કર્યું
છે. આ લોકગીતને ઈસ્માઈલ વાલેરાએ કંઠ પણ આપ્યો છે, જેની રેકોર્ડ પર નીકળી હોવાનું
જાણમાં આવ્યું છે.
આઠ નવેમ્બર 1888ના દિવસે 'વીજળી' નામની
આ આગબોટ કચ્છના માંડવીથી મુંબઈ જવા માટે નીકળી હતી. જહાજની આ અગ્યારમી મુસાફરી
હતી. આ જહાજનું નિર્માણ ઈંગ્લેન્ડના ગ્લાસગો શહેરમાં થયું હોવાની વિગતો મળે છે.
જેનું અંગ્રેજી નામ 'એસએસ વેટરેના' (સ્ટીમશીપ વેટરેના હતું. જેનું લોકોમાં પ્રચલિત
નામ 'વીજળી' હતું.)કારણ કે, આ જહાજ પર વીજળી હતી. (ગુજરાતીમાં “વૈતરણા” તરીકે આ જહાજનું નામ હોવાનું કહેવાય છે.) કહેવાય છે કે, હાજી કાસમ મુંબઈની સફર
પર હતા ત્યારે એક ફકીરે તેને દુઆ આપી હતી કે, તું નવ્વાણું જહાજનો માલિક થઈશ.
'વીજળી' એ કાસમનું નવ્વાણુંમું જહાજ હતું!
- આ જહાજ નું મુબઈ ઇલકા ની નદી નામ વૈતરણી પર થી વૈતરણા રાખવામાં આવેલ.
- જહાજ ને ઇલેક્ટ્રીક બલ્બ ની રોશની થી શણગારવામાં આવેલ
હતું જેથી વીજળી નામ રાખવામાં આવેલ.
આ જહાજ ના કેપ્ટન નું નામ હાજી કાસમ
હતું જે માંડવી કચ્છ નો હતો અને તેની ઓફિસ અબ્દુલ રહેમાન સ્ટ્રીટ મુંબઈ ખાતે હતી.
આજ પણ હાજી કાસમ ચાલ મુંબઈ ખાતે ની સ્ટ્રીટ નું નામ તેમના નામ પરથી પડ્યું છે. આ
શીપ ના પોરબંદર ખાતે ના બુકિંગ એજન્ટ નું નામ પણ હાજી કાસમ નૂર મહમદ હતું તે પણ
જોગાનુજોગ છે.
કેપ્ટન હાજી કાસમ ને ફકીર ના આશીર્વાદ હતા જેમાં તેણે ૯૯ જહાજ થશે એવા
આશિર્વાદ આપ્યા હતા અને આ " વીજળી" ૧૦૦ મુ જહાજ હતું જે દરિયામાં તોફાન
માં ગુમ થયું જેની કોઈ પાછળ થી ભાળ મળેલ નથી.
આ જહાજ પર ૧૩ વરરાજા ની લગ્ન ની જા ન
મુંબઈ પરણવા જઈ રહી હતી અને ઘણા વિદ્યાર્થીઓ મુંબઈ મેત્રિક્યુલેશન ની પરિક્ષા જે
ડિસેમ્બર માં લેવાનાર હતી તે માટે જઈ રહ્યા હતા.
વાણિયા અને શાહુકાર વેપારીઓ, કેટલાંક
અંગ્રેજો અને મુંબઈ પરીક્ષા આપવા જનારાં વિદ્યાર્થીઓ હતા. આ જહાજે પહેલા દ્વારકા
અને પછી પોરબંદર મુકામ કર્યો હતો. પોરબંદરથી માંગરોળ- વેરાવળ-મહુવા-ભાવનગર થઈ જહાજ
મુંબઈ પહોંચનારું હતું. પોરબંદર છોડ્યાં પછી જહાજને દરિયાના મિજાજનો પરચો થયો હતો.
કાળી રાત્રીમાં ઊંચા-ઊંચા મોજાઓ સાથે બાથ ભીડતી વીજળી આગળ વધી રહી હતી. જહાજનો કપ્તાન
અને ખલાસીઓ મુસાફરોને ધીરજ બંધાવી રહ્યાં હતા. તો મુસાફરો પણ જીવતા બચે તે માટે
અલ્લાહ-ખુદાની માનતા રાખી રહ્યાં હતાં. પરંતુ, કદાચ દરિયાદેવ અને 'યમદુત' વચ્ચે
સાંઠગાંઠ થઈ ગઈ હતી. જેના કારણે જહાજ ગણતરીના સમયમાં દરિયામાં ગરક થઈ ગયું હતું.
જાનોની વાટ જોતી કોડભરી કન્યાઓ અને માંડવિયાઓનું વર્ણન કરતા લોકગીતમાં લખાયું છે
કે,
હાજી કાસમ, તારી વીજળી
રે મધદરિયે વેરણ થઇ
શેઠ કાસમ, તારી વીજળી રે
સમદરિયે વેરણ થઇ
ભુજ અંજારની જાનું રે
જૂતી, જાય છે મુંબઇ શે’ર
દેશ પરદેશી માનવી
આવ્યાં, જાય છે મુંબઇ શે’ર
દશ બજે તો ટિકટું લીધી,
જાય છે મુંબઇ શે’ર
તેર તેર જાનું સામટી
જૂતી, બેઠા કેસરિયા વર
ચૌદ વીશુંમાંય શેઠિયા
બેઠા, છોકરાંઓનો નહીં પાર
અગિયાર બજે આગબોટ હાંકી,
જાય છે મુંબઇ શે’ર
બાર બજે તો બરોબર
ચડિયાં, જાયછે મુંબઇ શે’ર
ઓતર દખણના વાયરા વાયા,
વાયરે ડોલ્યાં વા’ણ
મોટા સાહેબની આગબોટું
મળિયું, વીજને પાછી વાળ્ય
જહાજ તું તારું પાછું
વાળ્ય રે માલમ આભે ધડાકા થાય
પાછી વાળું, મારી ભોમકા
લાજે, અલ્લા માથે એમાન
આગ ઓલાણી ને કોયલા
ખૂટ્યા, વીજને પાછી વાળ્ય
મધદરિયામાં મામલા મચે,
વીજળી વેરણ થાય
ચહમાં માંડીને માલમી
જોવે, પાણીનો ના’વે પાર
કાચને કુંપે કાગદ લખે,
મોકલે મુંબઇ શે’ર
હિન્દુ મુસલમીન માનતા
માને પાંચમે ભાગે રાજ
પાંચ લેતાં તું પાંચસે
લેજે, સારું જમાડું શે’ર
ફટ ભૂંડી તું વીજળી
મારાં, તેરસો માણસ જાય
વીજળી કે મારો વાંક નૈ,
વીરા,લખિયલ છઠ્ઠીના લેખ
તેરસો માણસ સામટાં
બૂડ્યાં, ને બૂડ્યા કેસરિયા વર
ચૂડી એ કોઠે દીવા જલે
ને, જુએ જાનું કેરી વાટ
મુંબઇ શે’રમાં માંડવા
નાખેલ, ખોબલે વેં’ચાય ખાંડ
ઢોલ ત્રંબાળુ ધ્રુસકે
વાગે, જુએ જાનુંની વાટ
સોળસેં કન્યા ડુંગરે
ચડી, જુએ જાનુંની વાટ
દેશ,દેશથી કંઈ તાર
વછૂટ્યા, વીજળી બૂડી જાય
વાણિયો વાંચે ને ભાટિયા
વાંચે, ઘર ઘર રોણાં થાય
પીઠી ભરી તો લાડડી રુએ,
માંડવે ઊઠી આગ
સગું રુએ એનું સાગવી
રુએ, બેની રુએ બાર માસ
મોટાસાહેબે આગબોટું
હાંકી, પાણીનો ના’વે પાર
મોટા સાહેબે તાગ જ લીધા,
પાણીનો ના’વે પાર
સાબ, મઢ્યમ બે દરિયો
ડોળે,પાણીનો ના’વે તાગ
હાજી કાસમ, તારી વીજળી
રે મધદરિયે વેરણ થઇ...
'હાજી કાસમની વીજળી' પર ફિલ્મ બનાવવા
માટે તેમના ઉંમર લાયક પૌત્રીએ વિખ્યાત ફિલ્મ દિગ્દર્શક શ્યામ બેનેગલનો સંપર્ક
સાધ્યો હતો. આ જહાજ ભારતના 'ટાઈટેનિક' સમાન હતું. આથી, ફિલ્મ માટે 'પરફેક્ટ
સ્ટોરી' હતી. પરંતુ, કોઈપણ કારણસર એ શક્ય બન્યું ન હતું.
આ જહાજની વિગતો અંગે કેટલીક વિરોધાભાસી
વિગતો પણ મળે છે. જેમ કે, લોકગીત પ્રમાણે, આ જહાજમાં મુસાફરી કરનારા તેરસો જણાં
સવારી કરી રહ્યાં હતા અને તમામના મોત થયાં હતાં. જ્યારે કટેલાંક અનૌપચારિક દાવાઓ
પ્રમાણે જહાજમાં સાડા સાતસો મુસાફરોના મોત થયાં હતાં. તો અન્ય કેટલાંક દાવાઓ
પ્રમાણે જહાજ પર કુલ સોળસો જેટલા મુસાફરો સવાર હતા. અંગ્રેજોના એ સમયમાં ઘટેલી આ
દુર્ઘટના અંગે કોઈ વિસ્તૃત અને ઔપચારિક માહિતી મળતી નથી, પરંતુ લોકગીતો અને કર્ણોપકર્ણ
માહિતીથી એ વાતમાં કોઈ શંકા નથી કે, 'વીજળી' ખૂબ ભવ્ય જહાજ હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો