મંગળવાર, 27 સપ્ટેમ્બર, 2022

તમે પણ ક્યાંક માતાજી ની આરતી ખોટી રીતે તો નથી ગાઈ રહ્યા ને?

 


મિત્રો, આજે ઈન્ટરનેટ સર્ફિંગ કરતા કરતા એક પેપર કટિંગ વાંચવામાં આવ્યું, જેમાં જણાવ્યા મુજબ હાલ આપણે માતા આધ્યાશક્તિ ની આરતી ગાઈએ છીએ એમાં કુલ 21 ભૂલો રહેલી છે. જેની વિગતવાર માહિતી લેખમાં આપેલ છે.

 

ખોટી રીતે ગવાતી આરતીનું સંશોધન

પૂરીના દંડી સ્વામીએ સુરતના સ્વામી શિવાનંદ મહારાજના હસ્તાક્ષરમાં લખાયેલી ડાયરીના અક્ષરો તથા એ સમયની ગુજરાતી ભાષા સાથે આપણા વેદ અને પુરાણોના અનેક ઉલ્લેખો સરખાવતાં- સરખાવતાં શિવાનંદ મહારાજે રચેલી ચોખ્ખી આરતી તૈયાર કરીને પ્રકાશિત કરાવી છે.

 

તેમાં સૌથી મોટી ભૂલ તો પહેલી જ લીટીમાં બતાવતા કહ્યું છે, ‘જ્યો જ્યો મા જગદંબે' ખોટો ઉચ્ચાર છે, સાચી લીટી તો 'જય હો જય હો મા જગદંબે' છે. આ ઉપરાંત મૂળ આરતીમાં માત્ર ૧૭ જ કડીઓ છે.

 

પરંતુ ત્રણસો વર્ષ દરમ્યાન લોકોએ તેમાં પોતાની રીતે વધારાની ચાર જેટલી કડીઓ ઉમેરી દીધી છે,

જેમાં

(૧) ત્રંબાવટી નગરી, આઇ રૂપાવટી નગરી....

(૨) એ બે એક સ્વરૂપ, અંતર નવ ધરશો....

(૩) ભાવ ન જાણું ભક્તિ ન જાણું...

(૪) માની ચુંદડી લાલ ગુલાલ, શોભા અતિ...

 

શિવાનંદ મહારાજે આ આરતી સંવત સોળસો સત્તાવનમાં, (ઇ.સ.૧૬૦૧) અને શકવર્ષ ૧૫૨૨માં લખી છે. તેમની ડાયરીમાં, તેમના સ્વહસ્તાક્ષરે માત્ર ૧૭ કડી પછી આ આરતી પૂરી થઇ ગઇ છે. આજે ૧૭ કડીમાંથી કુલ ૧૬ કડીમાં એકવીશ ભૂલો સાથે આ આરતી ગવાય છે.

 



 

સાચા શબ્દો સાથેની આરતી

જય આદ્ય શક્તિ મા જય આદ્ય શક્તિ

અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પંડે મા …

જય હો જય હો મા જગદંબે

 

દ્વિતીયા બે સ્વરૂપ, શિવ શક્તિ જાણ્યાં

બ્રહ્મા ગુણ તવ ગાએ, હરિ ગાયે  હર માં … ઓમ

 

તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા

ત્રય થકી ત્રિવેણી તું તારિણી મા … ઓમ

 

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા

ચાર ભૂજા ચૌ દિશા, પ્રકટ્યા દક્ષિણમાં … ઓમ

 

પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા

પંચ દેવ ત્યાં સોહીએ, પંચે તત્વોમાં … ઓમ

 

ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો

નર નારીના રૂપે, વ્યાપ્યા સર્વે મા … ઓમ

 

સપ્તમી સપ્ત પાતાલ, સાવિત્રી સંધ્યા

ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા … ઓમ

 

અષ્ટમી અષ્ટ ભૂજા, આઈ આનંદા

સુરનર મુનીવર જનમ્યા, દેવ દૈત્યોમાં … ઓમ

 

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા

નવરાત્રીના પૂજન,  કીધા છે બ્રહ્મા … ઓમ

 

દશમી દશ અવતાર, જય વિજયા દશમી

રામે રામ રમાડ્યા, રાવણ રણમા … ઓમ

 

એકાદશી અધનાશિની , કાત્યાયની કામા

કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા … ઓમ

 

બારસે બાળા રૂપ, છો બહુચર અંબા મા

બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા ચુંવળમાં  ઓમ

 

તેરસે તુળજા રૂપ, તું તારિણી મા

બ્રહ્મા વિષ્ણુ સદાશીવ, ગુણ તારા ગાતાં … ઓમ

 

ચૌદશે ચૌદ સ્વરૂપ, ચંડી ચામુંડા

ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની મા … ઓમ

પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા

વશિષ્ઠ મુનિએ વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા, ગાઈ શુભ કવિતા … ઓમ

 

સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં

સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે, મા ગંગાને તીરે … ઓમ

 

શિવશક્તિની આરતી જે કોઇ ગાશે, જે ભાવે ગાશે

ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે,

હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે … ઓમ


 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...