ગુરુવાર, 15 સપ્ટેમ્બર, 2022

સંધ્યાકાળે સુવાની કેમ ન પાડે છે ઘરના વડીલો? ધાર્મિકની સાથે સાથે જાણો શું છે વૈજ્ઞાનિક કારણ

 

સંધ્યાકાળે સુવાની કેમ ન પાડે છે ઘરના વડીલો? ધાર્મિકની સાથે સાથે જાણો શું છે વૈજ્ઞાનિક કારણ

 


જો તમારે જીવનમાં પ્રગતિ કરવી છે તો ભૂલથી પણ સાંજે એક કામ ક્યારેય ના કરવુ જોઈએ. માનવામાં આવે છે કે આમ કરવાથી માં લક્ષ્મી સહિત બધા દેવી-દેવતા સાથે છોડીને જતા રહે છે.

 

તમારે પ્રગતિ કરવી છે તો આ કામ ભૂલથી પણ ના કરતા

 

સાંજના સમયે ક્યારેય પણ ઊંઘશો નહીં

નહીંતર માં લક્ષ્મી સહિત બધા દેવી-દેવતા છોડીને જતા રહેશે

સાંજના સમયે ઊંઘવા પર વાંધો કેમ દર્શાવવામાં આવે છે?

 


અવાર-નવાર વડીલો-વૃદ્ધો સાંજે ઊંઘતી વખતે ટોકે છે. ઘણાના મગજમાં એવો સવાલ આવતો હશે કે તેઓ આવુ કેમ કરે છે. શું તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ છે અથવા બધી કારણ વગરની વાતો છે. આજે અમે આ અંગે વિસ્તૃતપૂર્વક જણાવીએ છીએ. તમને સ્પષ્ટ રીતે જણાવીશું કે સાંજના સમયે ઊંઘવા પર વાંધો કેમ દર્શાવવામાં આવે છે અને તેની પાછળ વાસ્તવિક કારણો કયા છે.

 

સાંજે ઊંઘવાથી આરોગ્યને થાય છે નુકસાન

 

મેડિકલ નિષ્ણાંત મુજબ સાંજે ઊંઘવાથી આપણી રાતની ઊંઘ અને પાચન તંત્ર બંને બગડે છે. જો તમે સાંજે ઊંઘી જશો તો તમને રાત્રે ઊંઘ આવશે નહીં. જેનાથી તમે આખી રાત પડખા બદલતા રહેશો. તો સાંજે ઊંઘવાથી અને રાત્રે જાગવાથી તમારા શરીરનુ પાચન તંત્ર પણ બગડી જાય છે. જેનુ નુકસાન તમારે જાતે ઉઠાવવુ પડે છે. તેનાથી તમારા આરોગ્યને નુકસાન થાય છે.

 

દેવી-દેવતાઓને નથી મળતો આશીર્વાદ

 

હવે જાણીએ કે સાંજે ન ઊંઘવાનુ ધાર્મિક કારણ શું છે. શાસ્ત્રો મુજબ સવાર અને સાંજનો સમય ઈશ્વરની આરાધનાનો હોય છે. કહેવામાં આવે છે કે સાંજના સમયે માતા લક્ષ્મી, માતા સરસ્વતી અને માં દુર્ગાનુ ઘરમાં આગમન થાય છે. જો કોઈ આ સમય દરમ્યાન ઊંઘતુ હોય તો તેવા લોકોને આ ત્રણેય દેવીઓના આશીર્વાદથી વંચિત રહેવુ પડે છે. આ સાથે નક્કી સમય કર્યા બાદ ઈશ્વરની આરાધના ન કરવાનુ પાપ પણ તેને ભોગવવુ પડે છે.

 


બીજા દિવસે ભોગવવી પડે છે મુશ્કેલીઓ

 

સાંજે ન ઊંઘવાનુ એક મુખ્ય કારણ એ પણ હોય છે કે સવારના સમયે સૂર્ય નારાયણ ઉગ્યા બાદ તમે પૂરી તાજગી-શક્તિ સાથે કામધંધામાં જોડાઈ જાઓ છો. તો સાંજે સૂર્યાસ્ત સમયે તમે આ બધા કાર્યોને સમેટવામાં જોડાવો છો. એવામાં જો તમે સાંજે ઊંઘી જશો તો આ કામને પૂર્ણ કરી શકશો નહીં અને બીજા દિવસે ઘરમાં સામાન અસ્ત વ્યસ્ત પડેલો હશે. જેને કારણે તમારે બીજા દિવસે તમામ પરેશાનીઓનો સામનો કરવો પડશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...