શનિવાર, 1 ઑક્ટોબર, 2022

શું તમે જાણો છો કે, ટ્રેનમાં છેલ્લે X કેમ લખેલું હોય છે. તેની પાછળનું કારણ જાણી તમે પણ આશ્ચર્ય ચકિત થઈ જશો.

 


શું તમે જાણો છો કે, ટ્રેનમાં છેલ્લે X કેમ લખેલું હોય છે. તેની પાછળનું કારણ જાણી તમે પણ આશ્ચર્ય ચકિત થઈ જશો.

 


ટ્રેનમાં મુસાફરી કરતી વખતે એવી ઘણી બધી સાઇનો છે જે આપણી નજર સામે આવતી હોય છે. બાળપણથી અત્યાર સુધી ટ્રેનમાં ઘણી વખત ફરવા ગયા હોઈશું અથવા તો કોઇ સંબંધી બહારગામ રહેતું હોય તો ટ્રેનમાં બેસીને તેમના ઘરે ગયા હોઇશું. તે વખતે આપણને ટ્રેનમાં બેસવાની મજા આવતી હોય છે. તેમાં પણ બારી પાસે બેસીને બહારનો નજારો જોવો કંઈક અલગ જ વાત છે.

 


ટ્રેનમાં એવા કેટલાક વ્યક્તિ હોય છે, રોજ અપ-ડાઉન કરતા હોય છે. ટ્રેનમાં જ નોકરી જવાનું થતું હોય છે. તે વખતે આપણા મનમાં ટ્રેનની પાછળ આપેલા X ને લઇ ઘણા પ્રશ્નો થતાં હોય છે. આ પીળા અને સફેદ કલરનો X શા માટે કરવામાં આવતો હોય છે. તેની પાછળ કારણ શું હોય છે. X ટ્રેનની પાછળ શા માટે લખવામાં આવે છે તે કોઇને ખબર હોતી નથી. X ની પાછળનું રહસ્ય જાણીને તમને પણ નવાઈ લાગશે. અને તે X ન કરવામાં આવે તો ટ્રેન પર કયા પ્રકારની અસર પડતી હોય છે. તેના વિશે જાણકારી મેળવીએ.

 

 


શા માટે X લખવામાં આવે છે, જાણો તે પાછળનું કારણ..

 

ટ્રેન પાટા પરથી પસાર થતી હોય ત્યારે આપણે જોઈએ છીએ કે પાછળ છેલ્લો ડબ્બો હોય ત્યાં X લખેલું હોય છે. તે જોઇને સ્ટેશન માસ્તરને ખ્યાલ આવતો હોય છે કે આ ટ્રેનનો છેલ્લો ડબ્બો છે.

 


આપણને ખબર હોય છે કે ટ્રેનમાં પણ અકસ્માત હોય છે. તે દુર્ઘટના ઘણી મોટી હોય છે. કેમ કે તેમાં હજારોની સંખ્યામાં લોકો મુસાફરી કરી રહ્યા હોય છે. તો જ્યારે પાટા પરથી ટ્રેન પસાર થાય ત્યારે સ્ટેશન માસ્તર લીલી ઝંડી બતાવે ત્યારે તેમનું ધ્યાન પાછળ X લખેલા ડબ્બા પર પડે, જો પાછળ X લખેલો ડબ્બો નથી તો તેનો મતલબ કે બીજા ડબ્બાનો અકસ્માત થયો છે. અને આ Xની ગંભીરતા ત્યારે સમજાય જ્યારે ડબ્બા છૂટા પડી ગયા હોય અને તે જ પાટા પર બીજી ટ્રેન આવતી હોય તો તેને આગળના સ્ટેશનોમાં જાણ કરીને રોકી શકાય. જેથી મોટો અકસ્માત થતી બચી જાય છે.

 



આ રીતે જો લીલી ઝંડી સ્ટેશન માસ્તર બતાવે અને પાછળ X લખેલો ડબ્બો ન હોય તો બીજા રેલ્વે સ્ટેશન પર જાણ કરી શકાય કે અકસ્માત થયો છે. અને ડબ્બા છૂટા પડી ગયા હોવાથી આ પાટા પર આવતી બીજી ટ્રેનનો સમય અથવા કેન્સલ કરી શકાય.

 


દિવસે તો આટલો મોટો X સૌ કોઇની નજરમાં આવી જતો હોય છે. પરંતુ રાત્રે જ્યારે પણ ટ્રેન પસાર થાય ત્યારે શેના પરથી ખ્યાલ આવે તો આ છેલ્લા ડબ્બાની પાછળ લાલ કલરની લાઈટ હોય છે. જે ઝબુક ઝબુક થતી હોય છે. આ જોઇને સ્ટેશન માસ્તર સમજી જાય કે ટ્રેનનો છેલ્લો ડબ્બો છે.

 



તે સિવાય પણ દરેક ડબ્બાની પાછળ LV લખેલું હોય છે. જેના પરથી સમજી શકાય કે આ લાસ્ટ વિહિકલ છે.  તે ઉપરાંત પણ ટ્રેનની પાછળ લાલ રંગની લાઇટ ટ્રેક પર કામ કરનાર કર્મચારીઓને નિર્દેશ આપે છે કે ટ્રેન તે જગ્યા પરથી પસાર થઇ ગઇ છે. ફરી કામ ચાલુ કરી શકાશે. આ રીતે ટ્રેનની પાછળ X લખેલાનું ઘણું મહત્ત્વ હોય છે. તેને સામાન્ય માણસો જોઇને ઇગ્નોર કરે છે. પરંતુ તે ઇગ્નોર કરવા જેવી વસ્તુ નથી.

 

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬





ફરિયાદીએ લાંચની રકમ ઓછી કરવાનું કહેતાં મહિલા તલાટીએ કહ્યું રૂ. 10,000 ની તો હું ચંપલ પહેરું છું : રૂ. 1,00,000 ની લાંચ માટે ‘હવાલો’ પાડયો



નર્મદા જીલ્લાના નરખડી ગ્રામ પંચાયતની મહીલા તલાટી નીતા પટેલની રૂ. 1,00,000 ની લાંચના કેસમાં સુરત એ.સી.બી. દ્વારા ઝડપી પાડવામાં આવી છે.

 

આ સાથે જ લાંચની રકમ સ્વીકારનાર મહેશ આહજોલિયાને પણ ઝડપી પાડયો છે. આંગડીયા દ્વારા લાંચની રકમ સ્વીકારવાને લઇને આ કેસ હાલ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.


જોકે, ચોંકાવનારી બાબત એ છે કે, તલાટી નીતા પટેલે ગાંધીનગરમાં જ્ઞાન એકેડમીનો સંચાલક મહેશ આજોલિયાને લાંચની રકમ લેવા માટે ગોઠવ્યા હતા. નીતા પટેલ જ્ઞાન એકેડમીમાંથી જ પરીક્ષા આપીને તલાટી બની હોવાની ચર્ચા છે.

 

આ અંગેની વિગત એવી છે કે, નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામમાં પતરાના શેડવાળી ઓરડીઓમાં વીજ મીટર લેવાનું હતું.

 

તે માટે નરખડી ગ્રામ પંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજૂરી મેળવવા ખેડૂતે અરજી કરી હતી. તે માટે તલાટી નીતાબેન મોકમભાઇ પટેલે 3. 1,00,000 ની લાંચ માંગી હતી.

 


તે માટે નરખડી ગ્રામ પંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજૂરી મેળવવા ખેડૂતે અરજી કરી હતી. તે માટે તલાટી નીતાબેન મોકમભાઇ પટેલે રૂ. 1,00,000 ની લાંચ માંગી હતી. સુરત અને સામાન

 

જ્યારે તલાટી વતી મહેશભાઇ અમૃતભાઇ આહજોલિયાએ લાંચની રકમ આંગડીયા મારફત ગાંધીનગરમાં સ્વીકારી હતી.

 


મહીલા તલાટીની લાંચ માંગવાની સમગ્ર ચેઇનનો પર્દાફાશ કરીને સુરત એ.સી.બી.એ મહીલા સરકારી અધિકારી સહીત ખાનગી વ્યક્તિ તરીકે મહેશ આહજોલિયાની અટકાયત કરી હતી.

 

નીતા પટેલે લાંચની રકમ આંગડીયા મારફત ગાંધીનગર મોકલવા કહ્યું હતું. ગાંધીનગરમાં જ્ઞાન એકેડમી ચલાવતા મહેશના નામે આંગડીયું કરવા કહેવામાં આવ્યું હતું.

 


લાંચની રકમના આ રીતે આંગડીયા પેઢી મારફત હવાલા પાડવામાં આવ્યાની તરકીબથી એ.સી.બી.ની ટીમ પણ ચોંકી ઉઠી હતી.

 

સામાન્ય અરજી માટે રૂ.1,00,000 ની રકમ માંગનાર તલાટી નીતા પટેલને ફરિયાદીએ રકમ ઓછી કરવા માટે વિનંતી કરી હતી.

 


જોકે, નીતા પટેલે જણાવ્યું હતું કે, ‘હું નોકરી શોખ ખાતર કરું છું અને 3. 10,000 થી ઓછી કિંમતના ચંપલ પહેરતી નથી. આ રીતે ફરિયાદીને દમ મારી લાંચની રકમ ઓછી કરી ન હતી.’

 

ગાંધીનગરમાં જ્ઞાન એકેડમીનો સંચાલક મહેશ આજોલિયા એ.સી.બી.ના હાથે લાંચ લેતાં ઝડપાયો છે. એટલે કે વિધાર્થીઓને ‘જ્ઞાન'ના પાઠ મહેશ આહજોલિયા ભણાવતા હતા. ગાંધીનગર વર્ષોથી ક્લાસીસ ચલાવતા મહેશ આજોલિયા હાલ સેક્ટર-6 માં જ્ઞાન એકેડમી ચલાવે છે.

 

મહેશ આહજોલિયા પણ સરકારી કર્મચારી જ હતો. જોકે, તેણે થોડા માસ પહેલાં જ રાજીનામું આપ્યું હોવાનું કહેવાય છે. આરોપી તલાટી નીતા પટેલ આજ એકેડમીમાંથી પરીક્ષા આપી તલાટી બની હતી. પોતાના ગુરુ મહેશને જ લાંચ લેવા માટે ગોઠવ્યો હતો.

 


તલાટી નીતા પટેલે રૂ. 1,00,000 ની લાંચની માંગી હતી. જે આંગડીયા મારકત ગાંધીનગરમાં મહેશ અમૃત આહજોલિયાને મોકલવા કહ્યું હતું. પરંતુ આ રૂપિયા આપવાના બદલે અરજદારે સુરત એ.સી.બી.માં ફરિયાદ કરી હતી.

 

એ.સી.બી. સુરત એકમના મદદનીશ નિયામક એન.પી.ગોહીલના સુપર વિઝનમાં પી.આઇ. એ.કે.ચૌહાણ ફીલ્ડ સુરતના સ્ટાફ દ્વારા જે ફરિયાદ આધારે તા. 22 સપ્ટેમ્બર રોજ છટકું ગોઠવી મહીલા તલાટી નીતા પટેલ અને તેનો સાથી મહેશ આહજોલિયાએ મોબાઇલ ફોન ઉપર રૂપિયાની લેવડ-દેવડની વાત કરી હતી.



ફરિયાદીએ 3. 1,00,000 ની રકમ ગાંધીનગર મહેશને મોકલી હતી. એ.સી.બી.એ ત્યારે ત્રાટકી તેને અને પછી નીતા પટેલને રાજપીપળાથી ઝડપી પાડયા હતા.

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...