સોમવાર, 31 ઑક્ટોબર, 2022

તમારી હથેળીમાં ફટાફટ કરો ચૅક, આવી નિશાની હશે તો લગ્ન બાદ ચમકી જશે કિસ્મત


હથેળીમાં બનેલી રેખાઓ માણસ અંગે ઘણુ બધુ દર્શાવે છે. કેટલીક રેખાઓ એટલી સૌભાગ્યશાળી હોય છે, જેના હોવાથી માણસ ઘણી પ્રગતિ કરે છે. આજ આવી એક રેખા અંગે જણાવીશુ.



હથેળીમાં બનેલી રેખાઓ માણસના ભવિષ્ય અંગે દર્શાવે છે

આ રેખા શુભ સ્થિતિમાં હોય તો લગ્ન બાદ ભાગ્ય અચાનક ચમકે છે

માણસને કોઈ પણ વસ્તુની કમી રહેતી નથી, ખૂબ પૈસા કમાય છે 

હથેળીમાં આ રેખા હોય તો લગ્ન બાદ ભાગ્ય અચાનક ચમકી જાય છે


જે રીતે કુંડળી જોઈને માણસના ભવિષ્ય અંગે જાણકારી મેળવી શકાય છે. એવી જ રીતે હાથની રેખાઓથી પણ માણસના વ્યક્તિત્વ અંગે ઘણુ બધુ અનુમાન લગાવી શકાય છે. અમુક રેખાઓ ખૂબ ભાગ્યશાળી માનવામાં આવે છે. એક એવી રેખા છે, જેને ભાગ્ય રેખાના નામથી જાણવામાં આવે છે.  આ રેખા ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જાણકારો મુજબ, જો આ રેખા શુભ સ્થિતિમાં હોય તો લગ્ન બાદ ભાગ્ય અચાનક ચમકી જાય છે. જેનાથી માણસને કોઈ પણ વસ્તુની કમી રહેતી નથી અને તે ખૂબ પૈસા કમાય છે.  



ભાગ્ય રેખા 

હસ્તરેખા શાસ્ત્ર મુજબ, ભાગ્ય રેખા હથેળીથી શરૂ થઇને વચ્ચેની આંગળી સુધી જાય છે. આ રેખા કાંડા પર બનેલી મણિબંધ રેખાથી શરૂ થાય છે અને સીધી મધ્યમ આંગળીના ઉભરેલા સ્થાન સુધી જાય છે. આ જગ્યાને શનિ પર્વત કહેવામાં આવે છે.  


લગ્ન બાદ ચમકે છે ભાગ્ય 

જે માણસના હથેળી પર આ રેખા મણિબંધથી નિકળીને સીધા શનિ પર્વત સુધી જાય છે તો તે ખૂબ શુભ માનવામાં આવે છે. આવા જાતકો પહેલા જેવી પણ સ્થિતિમાં રહ્યાં હોય. પરંતુ લગ્ન બાદ તેનુ ભાગ્ય ચમકી જાય છે. આવા લોકો લગ્ન બાદ ખૂબ પૈસા કમાાય છે. જેની પાસે કોઈ પણ વસ્તુની કમી રહેતી નથી. જીવનમાં જે પણ મેળવવાની ઈચ્છા રાખે છે, તેમને મળી જાય છે. 


મદદગાર હોય છે આવા માણસ

જો કોઈ રેખા શનિ પર્વત પર પહોંચીને વિભાજીત થાય અને ગુરૂ પર્વત એટલેકે નાની આંગળીની નીચે પહોંચી જાય તો આવા માણસ ઘણા દાનવીર હોય છે. આવા લોકો હંમેશા બીજાની મદદ માટે ઉભા રહે છે. જો ભાગ્ય રેખાનો છેલ્લો ભાગ ઉપરની તરફ ઝુકેલો હોય તો આવા જાતકો જીવનમાં ઘણા ખુશ રહે છે.










ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...