🌹 સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા મોરબીના રાજા વાઘજી ઠાકોર દ્વારા મચ્છુ નદી પર ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો હતો. જેનું બાંધકામ વર્ષ ૧૮૭૯ કરવામાં આવ્યું હતું. આ પુલ મોરબીના રાજશાહી વખતની યાદ અપાવતો આ ઝૂલતા પુલનું,એ વખતે આધુનિક ગણાતી યુરોપિયન ટેકનૉલૉજી થકી મોરબીના રાજા સર વાઘજી ઠાકોરે લગભગ દોઢસો વર્ષ પહેલાં નિર્માણ કરાવ્યું હતું.
🌹ઝૂલતો પુલ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી શહેર ખાતે મચ્છુ નદી પર બાંધવામાં આવેલ પુલ છે, જે એક યુરોપિયન શૈલીનું સ્થાપ્ત્ય છે, જે આજથી દોઢસો વર્ષ પહેલાં લંડનનાં મહારાણી વિક્ટોરિયાએ નાઈટ કમાન્ડર ઓફ ધ સ્ટેટ ઓફ ઈન્ડિયાનો ખિતાબ જેમને આપ્યો હતો એવા મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે રુ. ૩.૫ લાખના ખર્ચે બનાવડાવ્યો હતો. આ પુલ સાતસો પાંસઠ ફૂટ લંબાઈ અને સાડાચાર ફૂટ (૪.૬ ફૂટ) પહોળાઈ ધરાવે છે.ઈ.સ. ૧૮૮૭માં આ પુલનું નિર્માણ થયું, ત્યારે તેની જમીનથી સાઠ ફૂટ ઊંચાઈ હતી.
🌹20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે. મોરબીનો આ ઝૂલતો પુલ 140 વર્ષથી પણ વધારો જૂનો છે.માત્ર ગુજરાતના મોરબી જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે આ ઝૂલતો પુલ ઐતિહાસિક વિરાસત છે.દરબારગઢથી નજરબાગ પેલેસ જવા માટે ઝુલતા બ્રિજનું નિર્માણ કરાયું ત્યારે રાજા વાઘજી ઠાકોરે એક સમયે ૧૫ લોકોને જ બ્રિજ પરથી પસાર થવાની મંજૂરી આપી હતી.
🌹આ બ્રિજ બનાવાનું કામ મુંબઇની રિચાર્ડન એન્ડ ટુડોસ કંપનીએ કર્યું હતું. જેમાં તમામ મટીરિયલ્સ ઇગ્લેન્ડથી આવ્યું હતું.
🌹જો કે કોલકાતાના હાવરા બિજ અને ઋષિકેશમાં લક્ષ્મણ ઝુલા આ બંને બ્રિજમાં પણ મોરબીના ઝુલતા બ્રિજ જેવા સસ્પેન્શન
નથી. એટલે દેશમાં સસ્પેન્શન વાળો એકમાત્ર બ્રિજ મોરબીનો હોવાનો દાવો પણ મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રકાશીત કરેલી બુકમાં કરાયો છે.
🌹અત્રે નોંધનીય છે કે, વર્ષ ૧૮૭૦ થી ૧૯૨૨ સુધી મોરબીમાં રાજ કરનારા રાજા વાઘજી ઠાકોરે ૧૮૮૦માં તેમના પ્રાઇવેટ એરક્રાફ્ટ માટે એરપોર્ટ પણ બનાવ્યું હતું. ઝૂલતો પૂલ એ સદીની શરૂઆતમાં એક એન્જિનિયરિંગ અજાયબી હતી, મોરબીના શાસકોની પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક પ્રકૃતિને પ્રતિબિંબિત કરે છે.યુરોપમાં તે દિવસોમાં ઉપલબ્ધ નવીનતમ તકનીકનો ઉપયોગ કરીને મોરબીને એક અનન્ય ઓળખ આપવા માટે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો.આ પુલ દરબારગઢ પૅલેસ અને રાજવી નિવાસ નઝરબાગ પૅલેસને પણ જોડતો હતો.
🌹આ પુલના નિર્માણ પાછળ સર વાઘજી ઠાકોર પર કૉલોનિયલ કાળના સ્થાપત્યો પ્રભાવ સ્પષ્ટ હતો અને એમણે એનાથી પ્રેરીત થઈને મોરબી શહેરના નગરનિર્માણને વેગ આપ્યો હતો.1922 સુધી સર વાઘજી ઠાકોરે મોરબી પર રાજ કર્યું હતું.રાજાશાહી વખતના મોરબી શહેરના નગરનિયોજનમાં યુરોપિયન શૈલીનો પ્રભાવ સ્પષ્ટ જોઈ શકાતો હતો. 'ગ્રીન ચોક' નામે જાણીતા શહેરના મુખ્ય ચોક તરફ ત્રણ અલગઅલગ દરવાજાથી પ્રવેશ કરી શકાતો હતો. આ ત્રણેય દરવાજાના નિર્માણમાં રાજપુત અને ઇટાલિયન શૈલીનું મિશ્રણ સ્પષ્ટ જોઈ શકાય છે.
🌹ઝૂલતો પૂલ એ સદીની શરૂઆતમાં એક એન્જિનિયરિંગ અજાયબી હતી, મોરર્બીના શાસકોની પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક પ્રકૃતિને પ્રતિબિંબિત કરે છે. યુરોપમાં તેદિવસોમાં ઉપલબ્ધ નવીનતમ તકનીકનો ઉપયોગ કરીને મોરબીને એક અનન્ય ઓળખ આપવા માટે આ બનાવવામાં આવ્યું હતું. મચ્છુ નદી પર દરબારગઢ પેલેસ અને લાખધીરજી એન્જિનિયરિંગ કૉલેજને જોડે છે.
( માહિતી સ્ત્રોતઃ ગુગલ, મિત્રો સંકલન કરેલ આ આર્ટિકલમાં ક્ષતિ/ હકિકત દોષ જણાય તો દરગુજર કરશો)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો