તમે ઘણી વખત જોયું હશે કે મંદિર જ્યાં પણ બનાવવામાં આવે છે અથવા તો જ્યાં મંદિર હોય છે તેમાં ગુંબદ જેવી છત બનાવવામાં આવે છે. વૈદિક પરંપરા અંતર્ગત જ્યાં સુધી મંદિરમાં ગુંબદ, કળશ અને ધ્વજા દેખાતી હોય છે તે સ્થાન ધર્મ ક્ષેત્રનું માનવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે મંદિરની છત ગુંબદ જેવી શા માટે બનાવવામાં આવે છે. મંદિરની છત ઉપર એક વિશેષ પ્રકારની આકૃતિ બનાવવામાં આવે છે. આ આકૃતિ ઉપર તરફ અણીવાળી હોય છે. હવે પ્રશ્ન એ છે કે મંદિરની છતને આવી રીતે શા માટે બનાવવામાં આવે છે. શું મંદિરની છત ઉપર કોઈ એન્ટીના હોય છે જે ભગવાન સાથે કનેક્ટ કરતું હોય છે અથવા તો તેની પાછળ કોઈ વિજ્ઞાન રહેલું છે.
એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ મંદિર ન જઈ શકે પરંતુ દુરથી જ મંદિરમાં લગાવવામાં આવેલી ધ્વજા અને કળશને જોઈને તેને પ્રણામ કરી લે છે તો તેને મંદિરમાં કરવામાં આવેલા દર્શન જેટલું શુભ માનવામાં આવે છે. એટલા માટે ઘરની અંદર રહેલા મંદિરમાં ગુંબદ હોવી જોઈએ નહીં. કારણ કે ગુંબદ હોય તો મંદિરમાં કળશ તથા ધ્વજા લગાવવી જરૂરી હોય છે.
ધાર્મિક દ્રષ્ટિકોણ થી વાત કરવામાં આવે તો બ્રહ્માંડ એક બિંદુ ના રૂપમાં છે, જેથી મંદિરનું શિખર એક બિંદુ ના રૂપમાં હોય છે. જે બ્રહ્માંડમાંથી સકારાત્મક ઊર્જાને સંચિત કરવાનું કામ કરે છે. વિજ્ઞાન પણ તે વાતનો સ્વીકાર કરે છે કે અંદરથી ખાલી રહેલ આ પ્રકારનું પિરામિડ બનાવવાથી તે ખાલી સ્થાનમાં સક્રાત્મક ઊર્જાનો ભંડાર એકત્રિત થાય છે. જો કોઈ મનુષ્ય આ ઊર્જાના કેન્દ્રને નીચે આવે છે તો તેને પણ સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે. સ્થાપત્ય કળા અનુસાર જરૂરી નથી કે સામે ભગવાનની પ્રતિમા હોય, પરંતુ જો તમારા ઇષ્ટદેવની પ્રતિમા છે તો સકારાત્મક ઊર્જાનો પ્રભાવ માનસિક રૂપથી અનેક ગણો વધી જાય છે.
બીજું મુખ્ય કારણ છે કે આ પ્રકારની આકૃતિને લીધે સુર્યના કિરણો તેને પ્રભાવિત કરી શકતા નથી અને ત્રિકોણની અંદર તથા નીચે વાળો ભાગ વધારે તાપમાન હોવા છતાં પણ ઠંડો રહે છે. કારણ કે ભારતમાં મંદિરોનું નિર્માણ યાત્રીઓના વિશ્રામ માટે પણ કરવામાં આવે છે. જેથી યાત્રીઓનો થાક જલ્દી દુર થઈ શકે એટલા માટે પણ આ પ્રકારની સ્થાપત્ય કળા નો ઉપયોગ કરવામાં આવે છે.
મંદિરના શિખરને લીધે તેને દુરથી પણ ઓળખી શકાય છે. કારણ કે નીચે ભગવાનની પ્રતિમા સ્થાપિત છે, એટલા માટે આ પ્રકારની આકૃતિને લીધે કોઈ પણ વ્યક્તિ પ્રતિમાની ઉપર ઉભો રહી શકતો નથી. મંદિરોનું નિર્માણ પુર્ણ વૈજ્ઞાનિક વિધિથી કરવામાં આવે છે. મંદિરનું વાસ્તુશાસ્ત્ર એવું હોય છે જેનાથી ત્યાં પવિત્રતા, શાંતિ અને દિવ્યતા જળવા રહે છે. મંદિરની છત ધ્વનિ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે, જેને ગુંબદ કહેવામાં આવે છે.
શિખરના કેન્દ્ર બિંદુની બરોબર નીચે મુર્તિ સ્થાપિત હોય છે. મંદિરમાં કરવામાં આવતા મંત્રો ના સ્વર તથા અન્ય ધ્વનિઓ ગુંજતી રહે છે તથા ત્યાં ઉપસ્થિત વ્યક્તિને પ્રભાવિત કરે છે. ગુંબદ અને મુર્તિનું કેન્દ્ર એક જ હોવાથી મુર્તિમાં નિરંતર ઉર્જા પ્રવાહિત થતી રહે છે. જ્યારે આપણે તે મુર્તિને સ્પર્શ કરીએ છીએ અને તેની આગળ માથું નમાવિએ છીએ તો આપણી અંદર પણ તે ઊર્જા પ્રવેશ કરે છે. આ ઉર્જાથી શક્તિ ઉત્સાહ અને પ્રસન્નતાનો સંચાર થાય છે.
તમારી પ્રાર્થનાનો સ્વીકાર થાય એટલા માટે સંપુર્ણ વિશ્વાસ અને મનની સાથે તમે પોતાના પ્રભુની ઉપાસના કરો છો. તમે જેવું વિચારો છો અને મહેસુસ કરો છો એવી જ તસ્વીર તમારા અવચેતન મનમાં બને છે. એટલા માટે જ્યારે તમે વિચારો છો તો એ જ તસ્વીર આવૃત્તિ તરંગોના રૂપમાં ચારેય તરફ બ્રહ્માંડમાં ફેલાઈ જાય છે. એ જ ચીજ જ્યારે તમે ગુંબદની નીચે કરો છો એટલે કે પુરા મનની સાથે તમે ભગવાનના જાપ કરો છો તો તેનાથી નીકળી રહેલી તરંગો સંપુર્ણ ગુંબદમાં ગુંજે છે. મંદિરનું ગુંબદ તમારી ગુંજી રહેલ ધ્વનિને તમારા સુધી પહોંચાડીને એક વર્તુળ નિર્મિત કરે છે. તે વર્તુળનો આનંદ જ અદભુત હોય છે. જો તમે ખુલ્લા આકાશની નીચે જા૫ કરશો તો વર્તુળ નિર્મિત થશે નહીં અને ભગવાનને કરવામાં આવેલી તમારી પ્રાર્થના બ્રહ્માંડમાં ચાલી જશે.
આપણે લોકોએ મંદિરમાં ગુંબદ તો જોયેલી હશે, પરંતુ ઘરની અંદર બનેલ મંદિરમાં ગુંબદ હોવી જોઈએ નહીં. ઘરમાં બનેલ મંદિરમાં ગુંબદ બનાવવામાં આવતી નથી. શાસ્ત્રોમાં ઘરની અંદર બનેલા મંદિરમાં બનાવવી અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં માનવામાં આવ્યું છે કે ઘરની અંદર રહેલા મંદિરમાં ગુંબદ હોવી જોઈએ નહીં. મંદિરમાં બનેલ ગુંબદ માટે એવું કહેવામાં આવે છે કે જે મંદિરમાં ગુંબદ હોય છે તેની ઉપર કળશ અને ધ્વજા ચડાવવામાં આવે છે. તે સિવાય મંદિરમાં કળશ તથા ધ્વજા ને ખુલ્લા આકાશ નીચે હોવું જરૂરી છે. એવું માનવામાં આવે છે કે મંદિરમાં કળશ તથા ધ્વજાથી વધીને કંઈ પણ હોતું નથી. એટલા માટે લગાવવામાં આવેલ કળશ અને ધ્વજાને ખુલ્લા આકાશ નીચે રાખવામાં આવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો