મોંઘી ઘડિયાળ પહેરવાથી સારો સમય આવતો નથી, એટલે કે વ્યક્તિનો સમય બદલતો નથી. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર લગાવવામાં આવેલી ઘડિયાળ વ્યક્તિનો સમય બદલી શકે છે. ઘડિયાળ વ્યક્તિના સમયને સારો બનાવી શકે છે અને બગાડી પણ શકે છે. વાસ્તુશાસ્ત્રના અમુક સારા ઉપાયોને ધ્યાનમાં રાખવાથી વ્યક્તિ પોતાના ખરાબ સમયને સારા દિવસોમાં બદલી પણ શકે છે.
દરેક ઘરમાં ઓછામાં ઓછું એક કેલેન્ડર જરૂરથી લગાવેલું હોય છે. પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે જે કેલેન્ડરને તમે પોતાના ઘરમાં લગાવો છો તે કઈ દિશામાં લગાવવામાં આવેલું છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર નવું કેલેન્ડર લગાવવા માટે દિશાનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. કારણ કે તેનાથી સુખ સમૃદ્ધિ નો પ્રવેશ થાય છે. ફક્ત એટલું જ નહીં જો તમે પોતાના જુના કેલેન્ડરને ઘરમાંથી દુર નથી કરતા અને રાખી મુકો છો તો તે ઘરના સદસ્યોની પ્રગતિના માર્ગમાં અડચણ ઊભી કરે છે. તો ચાલો તમને જણાવી દઈએ કે કેલેન્ડર લગાવતા પહેલા કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
એવી જ રીતે વાસ્તુશાસ્ત્રમાં કેલેન્ડર યોગ્ય રીતે લગાવવાના ઉપાય વિશે પણ જણાવવામાં આવેલ છે. યોગ્ય દિશામાં કેલેન્ડર લગાવવાથી પ્રગતિ થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જુનું કેલેન્ડર હટાવી દેવું જોઈએ. નવા વર્ષમાં નવું કેલેન્ડર લગાવો, જેનાથી નવા વર્ષમાં જુના વર્ષ કરતાં પણ વધારે શુભ અવસારની પ્રાપ્તિ થતી રહે. તારીખ, વર્ષ, સમય આ બધું આગળ વધતું રહે છે અને નિરંતર આગળ વધવા માટે પ્રેરિત કરે છે. નવું વર્ષ બદલતા ની સાથે જ ઘરમાં કેલેન્ડર બદલી દેવામાં આવે છે. કેલેન્ડર આપણા જીવનને પ્રભાવિત કરે છે.
ક્યારેય પણ મુખ્ય દરવાજાની સામે કેલેન્ડર લગાવવું જોઈએ નહીં. કારણ કે આવું કરવાથી દરવાજા માંથી પસાર થતી ઉર્જા પ્રભાવિત થાય છે. ફક્ત એટલું જ નહીં, ઝડપી હવા આવવાથી પણ કેલેન્ડરના પેજ પલટી જાય છે જે સારું માનવામાં આવતું નથી. પુર્વ દિશામાં કેલેન્ડર લગાવવાથી અને રાખવાથી જીવનમાં પ્રગતિ આવે છે. આ દિશામાં ઉગતા સુરજ, ભગવાન વગેરેની તસ્વીરો વાળું કેલેન્ડર લગાવો, જે લાલ અથવા ગુલાબી રંગનું હોય., ઉત્તર દિશામાં નદી, સમુદ્ર, ઝરણા, વિવાહ વગેરેની તસ્વીરો વાળું કેલેન્ડર લગાવવું જોઈએ. જેમાં લીલા અને સફેદ રંગનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવેલો હોય.
કેલેન્ડર હંમેશા ઉત્તર પશ્ચિમ અથવા પુર્વ દિવાલ ઉપર લગાવવું જોઈએ. તે વાતનું ધ્યાન રાખો કે કેલેન્ડર હિંસક જાનવર, દુઃખી ચેહરાની તસ્વીરો વાળું ન હોય. કારણ કે આ પ્રકારની તસ્વીરો ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે.
દક્ષિણ દિશા સ્થિર હોય છે, એટલા માટે અહીંયા સમય સુચક વસ્તુઓને રાખી શકાય નહીં. તેનાથી ઘરના સદસ્યોની પ્રગતિમાં અડચણ ઊભી થાય છે અને ઘરના મુખ્ય વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે. પશ્ચિમ દિશા નો જે ખુણો ઉત્તર તરફ હોય તે ખુણા પર કેલેન્ડર લગાવવું જોઈએ. પશ્ચિમ દિશામાં કેલેન્ડર લગાવવાથી કાર્યમાં ઝડપ આવે છે અને કાર્યક્ષમતા પણ વધે છે. કેલેન્ડરમાં જો સંતો, મહાપુરુષો તથા ભગવાનના ચિત્ર હોય તો તે વધારે શુભ માનવામાં આવે છે. ઘરના કોઈ પણ દરવાજા પર આગળ અથવા પાછળની તરફ કેલેન્ડર લગાવવું જોઈએ નહીં. કારણ કે આવું કરવાથી પરિવારજનોનાં આયુષ્ય માટે સારું માનવામાં આવતું નથી. ક્યારેય પણ નવા કેલેન્ડરને જુના કેલેન્ડરની ઉપર લગાવવું જોઈએ નહીં. આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
તો ચાલો હવે તમને ઘરમાં રહેલી ઘડિયાળ કઈ દિશામાં હોવી જોઈએ તથા કેવી ઘડિયાળ ઘરમાં લગાવી ન જોઈએ તેના વિશે વિગતવાર માહિતી આપી દઈએ.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં ઘડિયાળ લગાવવાથી પ્રગતિના અવસરોમાં અડચણ ઉત્પન્ન થાય છે. તે સિવાય ઘરના મુખ્ય વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું નથી. દરવાજા ઉપર ક્યારેય પણ ઘડિયાળ લગાવી જોઈએ નહીં. અહીંયા ઘડિયાળ લગાવવાથી ઘરની અંદર-બહાર અવરજવર કરવાથી નકારાત્મક ઊર્જા નો પ્રભાવ ઘડિયાળ ઉપર પડે છે. જેનાથી ઘણા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. વાસ્તુ વિજ્ઞાનમાં ઉત્તર અને પુર્વ દિશા ને વૃદ્ધિની દિશામાં માનવામાં આવેલ છે. એટલા માટે ઘડિયાળ ઉત્તર અથવા પુર્વ દિશા ની દિવાલ ઉપર લગાવી જોઈએ. ઘરમાં પેન્ડ્યુલમ વાળી ઘડિયાળ લગાવવાથી વ્યક્તિના જીવનનો ખરાબ સમય દુર થાય છે અને પ્રગતિના નવા અવસર મળે છે.
ઘરમાં બંધ પડી ગયેલી ઘડિયાળ ક્યારેય પણ રાખવી જોઈએ નહીં. તેનાથી ઘરની નકારાત્મક ઊર્જામાં વૃદ્ધિ અને સકારાત્મક ઉર્જામાં કમી આવે છે. તેની સાથે જ આવી ઘડિયાળ વ્યક્તિની પ્રગતિમાં અડચણરૂપ બને છે. ઘરની બધી બંધ પડી ગયેલી ઘડિયાળને ઘરમાં રાખવી જોઈએ નહીં. તેની સાથોસાથ ઘડિયાળ ઉપર ક્યારેય પણ ધુળ જામવી જોઈએ નહીં. સાચા સમય કરતા આગળ અને પાછળ ચાલવાવાળી ઘડિયાળ શુભ હોતી નથી. આવી ઘડિયાળથી વ્યક્તિએ મુશ્કેલી અને નુકસાનનો સામનો કરવો પડે છે. ઘડિયાળને હંમેશા સાચા સમય ઉપર સેટ કરીને રાખવી જોઈએ.
ઘરમાં લીલા અને કેસરી રંગની તથા દુકાનમાં કાળા અને બ્લુ રંગની ઘડિયાળ લગાવી જોઈએ નહીં. તેનાથી ઘર અને દુકાનમાં નકારાત્મક ઊર્જાનો વાસ થાય છે. ઘરના હોલમાં ચોરસ અને બેડરૂમમાં ગોળ ઘડિયાળ લગાવી જોઈએ. આવું કરવાથી ઘરમાં શાંતિ અને પ્રેમ જળવાઈ રહે છે. તકીયાની નીચે ઘડિયાળ રાખવી વાસ્તુના દ્રષ્ટિકોળ થી અશુભ માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિની વિચારધારા પર નકારાત્મક પ્રભાવ પડે છે. જેનાથી તેના સ્વભાવમાં બદલાવ આવે છે. ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર જળવાઈ રહે તેના માટે મધુર સંગીત વાળી ઘડિયાળ દિવાલ ઉપર લગાવી જોઈએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો