મંગળવાર, 17 જાન્યુઆરી, 2023

સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.

હારિજની હૃદયસ્પર્શી ઘટના, બન્ને પરિવારે સગાઇફોક કરવા યુવકને સમજાવ્યો હતો.

સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


હારિજ તાલુકાના કુકરાણા ગામના એક ક્ષત્રિય રાજપૂત યુવાનની મંગેતર ઝાડ પરથી પડી જતા બન્ને પગ નિષ્ક્રિય થઈ ગયાં હતાં. 3 વર્ષની સગાઈ બાદ વિકલાંગ બનેલ યુવતીના માતા પિતા સાથે યુવકના પરિવારજનોએ વાતચીત કરી સગાઈ તોડવાનું નક્કી કરી દીધું હતું. ત્યારે ક્ષત્રિય ધર્મ નિભાવવા યુવાને વિકલાંગ યુવતીને જીવનસંગિની બનાવવા અને સાથે જીવવાના કોલ પુરા કરવા બંને પરિવારોની મનાઈ છતાં કોર્ટ મેરેજ કર્યા હતાં, યુવકે યુવતીને પોતાના બંને હાથોમાં લઇ અગ્નિની સાક્ષીએ મંગળફેરા ફરી લગ્ન કરી લીધા હતા અને લગ્ન કર્યા બાદ પરિવારજનોને જણાવતા પરિવારે પણ વિક્લાંગ પુત્રવધુ અને પુત્રને અપનાવી વધામણા કર્યા હતા.

હારીજ તાલુકાના કુકરાણા ગામના વાઘેલા મહાવીરસિંહ કનકસિંહની સગાઈ અમદાવાદના બામરોલી ગામના ઝાલા પરીવાની દીકરી રીનલબા ઝાલા સાથે ત્રણ વર્ષ અગાઉ થઇ હતી.જોકે સગાઈના એક વર્ષ પછી રીનલ ખેતરમાં એક વૃક્ષ પરથી નીચે પટકાતાં ગંભીર ઇજા થઈ હતી,જેમાં રિનલના બંને પગ નિષ્ક્રિય બની જતા વિકલાંગ બની હતી. સતત બે વર્ષ સુધી પથારીવશ રીનલ હવે ચાલી નહીં શકે તેમ લાગતાં બંને પરિવારના વડીલોએ મળી સગાઈ તોડી નાખવાનો નિર્ણય લીધો હતો. પરીવારના આ નિર્ણયથી યુવતી ભાંગી પડી હતી. જોકે, મહાવીરસિંહએ યુવતી સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. બંને પરિવારોની ના હોવા છતાં મહાવીરસિંહએ શુક્રવારના રોજ પાટણ ખાતે કોર્ટ મેરેજ કર્યા હતાં,રીનલને બંને હાથમાં ઊંચકી મહાવીરસિંહએ અગ્નિની સામીએ ફેરા ફરી લગ્ન કરી સમાજમાં એક પ્રેરણારૂપ સંદેશ આપ્યો હતો.


અકસ્માતે રીનલને ઇજા થઈ તેમાં તેનો શું વાંક..?

સગાઈ કર્યા બાદ અમો બંનેએ જિંદગી સાથે જીવવાના એકબીજાને કોલ આપ્યાં હતાં. એકાએક કુદરતી અકસ્માતમાં યુવતીના બંને પગ નિષ્ક્રિય થઈ ગયા એમાં તેનો વાંક શુ ? અકસ્માત તો ગમે ત્યારે સર્જાય લગ્ન બાદ બન્યું હોત તો શું હું તેને છોડી દેત? મેં જીવનભર તેની સાથે જીવવાનો નિર્ણય કરી લગ્ન કરી લીધા છે.અને લગ્ન કર્યા પછી અમારા પરિવારજનોને જાણ કરી હતી. પરિવારે પણ અમારા લગ્નને સહર્ષ સ્વીકારી અમોને અપનાવ્યા અને આશીર્વાદ પણ આપ્યા છે. ” 

- વાઘેલા મહાવીરસિંહ કનકસિંહ

━──────────⊱◈✿◈⊰───────────

આ પણ વાંચો : સુરત TRB ભરતી 2023, જાણો સંપૂર્ણ માહિતી


આ પણ વાંચો : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(AAI)માં આવી 356 જગ્યા માટે ભરતી


આ પણ વાંચો : ધોરણ 10 પાસ માટે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનમાં ભરતી 2022


આ પણ વાંચો : ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2022, ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ ભરતી 2023

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...