શું તમે જાણો છો??
પદ છોડ્યા પછી કેટલામાં ક્રમના નાગરિક બને છે માજી રાષ્ટ્રપતિ??
રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ સમાપ્ત થયો...પણ..
શું તમે જાણો છો કે જેઓ રાષ્ટ્રપતિ પદ પર હોય ત્યારે દેશના પ્રથમ નાગરિક ગણાય છે, પણ તેઓ નિવૃત્ત થયા પછી કયા ક્રમના નાગરિક ગણાય છે??.
કેટલામાં ક્રમના નાગરિક છે વડાપ્રધાન?આપણા સાંસદો, ધારાસભ્યો ક્યાં ક્રમમાં આવે છે?
જાણો છો ...નહિ ને?.
તો ચાલો આપણે જાણીએ...
આપણા દેશને દ્રૌપદી મુર્મુના રૂપમાં નવા રાષ્ટ્રપતિ (મહા મુહિમ) મળ્યા છે. તેઓએ ચૂંટણીમાં શ્રી યશવંત સિંહાને હરાવ્યા અને તેઓએ 25મી જુલાઈ2022 ના દેશના15 માં રાષ્ટ્રપતી તરીકેનો કાર્યભાર સંભાળ્યો આ બાબત આપણે સહુ જાણીએ છીએ...
(આપણા દેશના બંધારણ મુજબ કોઈ એક વ્યક્તિ રાષ્ટ્રપતી તરીકે બે ટર્મ સુધી જ રહી શકે છે.)
આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...
પ્રોટોકોલ અને બંધારણ મુજબ દેશમાં 26+૧ પ્રકારના નાગરિકો ગણવામાં આવ્યા છે*. (જેઓની ગૃહ મંત્રાલયમાં એક યાદી બનાવવામાં આવી છે, દેશમાં કયા ક્રમ પર ક્યો નાગરિક ગણાશે...તેની વિગત નું)
તમે અને હું આપણે સહુ.. :- સામાન્ય નાગરિકનો ક્રમ પ્રોટોકોલ મુજબ 27માં નંબર પર આવે... તો બાકીના 26ના નો ક્રમ સમજીએ..
પ્રોટોકોલ મુજબ નિવૃત્તિ પછી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ 5 માં નબરના નાગરિક ગણાય (ભારતીય બંધારણ મુજબ પ્રોટોકોલ નક્કી કરવા દેશ સ્વતંત્ર છે)
દેશના પ્રથમ નાગરિક :- રાષ્ટ્રપતિ, જે હવે શ્રીદ્રૌપદી મુર્મુ છે..
બીજા નાગરિક :- દેશના ઉપરાષ્ટ્રપતિ..( શ્રીજગદીશ ધનખડે 22 ઓગસ્ટ 2022 થી)9
ત્રીજા નાગરિક :- વડાપ્રધાન,(અત્યારે શ્રીનરેન્દ્ર મોદી દેશના ત્રીજા ક્રમના નાગરિક છે.)
ચોથો નાગરિક :- રાજ્યપાલ ( દરેક રાજ્યોના)
પાંચમો નાગરિક :– દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ (હાલમાં આ પદ પર ભૂતપૂર્વ શ્રી રામનાથ કોવિંદ છે.)
પાંચમો નાગરિક (A) :- દેશના નાયબ વડાપ્રધાન
છઠ્ઠો નાગરિક :- ભારતના મુખ્ય ન્યાયાધીશ અને લોકસભાના અધ્યક્ષ.
આ પણ વાંચો : જો તમારા વાળ ધોળા ઢબ થઈ ગયા હોઈ તો ચિંતા મા કરતા નાગજીદાદા એ આપી દીધો છે જોરદાર ઉપાય...
સાતમો નાગરિક :- કેન્દ્રીય કેબિનેટ મંત્રી, મુખ્ય પ્રધાન (સંબંધિત રાજ્યોના), આયોજન પંચના ઉપાધ્યક્ષ (હાલમાં નીતિ આયોગ), ભૂતપૂર્વ વડા પ્રધાન, રાજ્યસભા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા
સાતમી (A) :- ભારત રત્ન એવોર્ડ વિજેતાઓ..
આઠમો નાગરિક :- ભારતમાં માન્ય રાજદૂત, મુખ્યમંત્રી (સંબંધિત રાજ્યોની બહાર) રાજ્યપાલો (પોતાના સંબંધિત રાજ્યોની બહાર)
આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ
નવમો નાગરિક :- સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, 9A - યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ના અધ્યક્ષ, મુખ્ય ચૂંટણી કમિશનર, ભારતના નિયંત્રક અને ઓડિટર જનરલ
દસમો નાગરિક :- રાજ્યસભાના ઉપાધ્યક્ષ, નાયબ મુખ્યમંત્રી, લોકસભાના નાયબ અધ્યક્ષ, આયોજન પંચના સભ્ય (હાલમાં નીતિ આયોગ), રાજ્યોના મંત્રીઓ (સુરક્ષા સંબંધિત મંત્રાલયોના અન્ય મંત્રીઓ)
11મો નાગરિક :- એટર્ની જનરલ (AG), કેબિનેટ સચિવ, લેફ્ટનન્ટ ગવર્નર (કેન્દ્રશાસિત પ્રદેશો સહિત)
આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના
12મો નાગરિક :- સંપૂર્ણ જનરલ અથવા સમકક્ષ રેન્કનો ચીફ ઓફ સ્ટાફ
13મો નાગરિક :- રાજદૂત
14મો નાગરિક :- રાજ્યોના સ્પીકર અને રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ (તમામ રાજ્યોનો સમાવેશ થાય છે), હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની તમામ બેન્ચના ન્યાયાધીશોનો સમાવેશ થાય છે)
15મો નાગરિક :- રાજ્યોના કેબિનેટ પ્રધાનો (તમામ રાજ્યોનો સમાવેશ થાય છે), કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનો, દિલ્હીના મુખ્ય કાર્યકારી કાઉન્સિલરો (તમામ કેન્દ્રશાસિત પ્રદેશો) કેન્દ્રના નાયબ પ્રધાનો
16મો નાગરિક :- લેફ્ટનન્ટ જનરલ અથવા સમકક્ષ રેન્કનો ચીફ ઓફ સ્ટાફ
17મો નાગરિક :- લઘુમતી આયોગના અધ્યક્ષ,અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ, અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ, ઉચ્ચ ન્યાયાલયોના મુખ્ય ન્યાયાધીશ (તેમના સંબંધિત કોર્ટની બહાર), ઉચ્ચ ન્યાયાલયોના ન્યાયાધીશો (પોતાના સંબંધિત અધિકારક્ષેત્રમાં)
આ પણ વાંચો : યુવકને અપંગ બહેનો સાથે પ્રેમ થઇ જતા તેમની સાથે લગ્ન કરી તેમનું જીવન સુધારી દીધું
18મો નાગરિક :- રાજ્યોમાં કેબિનેટ મંત્રી (તેમના સંબંધિત રાજ્યોની બહાર), રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ અને અધ્યક્ષ (પોતાના રાજ્યોની બહાર), એકાધિકાર અને પ્રતિબંધિત વેપાર વ્યવહાર આયોગના અધ્યક્ષ, રાજ્ય વિધાનસભાના નાયબ અધ્યક્ષ અને નાયબ અધ્યક્ષ ( પોતપોતાના રાજ્યોની બહાર). તેમના સંબંધિત રાજ્યોમાં), રાજ્ય સરકારોના પ્રધાનો (પોતાના રાજ્યોમાં), કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રધાનો અને કાર્યકારી પરિષદો, દિલ્હીના કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભાના અધ્યક્ષો (તેમના સંબંધિત કેન્દ્રશાસિત પ્રદેશોમાં) અને અધ્યક્ષ દિલ્હીની મેટ્રોપોલિટન કાઉન્સિલની, તેમના સંબંધિત કેન્દ્રશાસિત પ્રદેશોમાં.
19મો નાગરિક :- કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય કમિશનર, તેમના સંબંધિત કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાજ્યોના નાયબ પ્રધાનો (તેમના સંબંધિત રાજ્યોમાં), કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભાના નાયબ અધ્યક્ષ અને દિલ્હીની મેટ્રોપોલિટન કાઉન્સિલના ઉપાધ્યક્ષ
20મો નાગરિક :- રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ (તેમના સંબંધિત રાજ્યોની બહાર)
આ પણ વાંચો : છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા પિતાની દીકરીએ જજ બની ને પરિવારનું નસીબ બદલી નાખ્યું.
21મો નાગરિક :- સાંસદ
22મો નાગરિક :- રાજ્યોના નાયબ મંત્રીઓ (તેમના સંબંધિત રાજ્યોની બહાર)
23મો નાગરિક :- આર્મી કમાન્ડર, આર્મી સ્ટાફના વાઇસ ચીફ અને તેના સમકક્ષ અધિકારીઓ, રાજ્ય સરકારોના મુખ્ય સચિવો, (તેમના સંબંધિત રાજ્યોની બહાર), ભાષાકીય લઘુમતીઓના કમિશનર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કમિશનર, આયોગના લઘુમતી સભ્યો, અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના સભ્યો, અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગના સભ્યો
24મો નાગરિક :- લેફ્ટનન્ટ ગવર્નર અથવા તેમની પહેલાંના રેન્કના અધિકારી
આ પણ વાંચો : માતા-પિતાએ પુત્રનું આવું મુશ્કેલ નામ રાખ્યું, 50 હજાર લોકો બોલવામાં થઇ ગયા છે નિષ્ફળ, તમે પ્રયત્ન કર્યો?
25મો નાગરિક :– ભારત સરકારના અધિક સચિવ
26મો નાગરિક :- ભારત સરકારના સંયુક્ત સચિવ અને સમકક્ષ ,મેજર જનરલ અને સમકક્ષ..
અને..
27મો નાગરિક :- સામાન્ય નાગરિક..
એટલે કે આપણે સહુ...
સાચવી રાખજો કામ લાગશે..આ સામાન્ય જ્ઞાન...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો