નાના બાળકો માટે પહેલાના સમયમાં સરકારશ્રી દ્વારા બાલમંદિર ચાલતા. આજે આવા બાલમંદિરને સરકાર દ્વારા નવું નામ આપવામાં આવ્યુ છે 'નંદઘર'. સુખી-સંપન્ન અને આર્થિક રીતે પરવડે એવા પરિવારના સંતાનો મોટી મોટી ફી ભરીને પ્લે હાઉસમાં જાય અને ગરીબ પરીવારના બાળકો 'નંદઘર'માં જઇને ધમાલ મસ્તી કરે.
મહેસાણામાં આવેલા આવા એક 'નંદઘર'ની 10 નાની-નાની બાળાઓને કોઇ દાતા તરફથી સોનાની બુટી ભેટમાં આપવામાં આવી. આ દાતા કોઇ મોટા ઉદ્યોગપતિ નથી પરંતું મહેસાણાના જુદા-જુદા મંદિરોની બહાર ઉભા રહીને ભીખ માંગવાનું કામ કરતા ખીમજીભાઇ પ્રજાપતિ નામના એક અપંગ ભિક્ષુક છે.
ખીમજીભાઇને બધા 'ગોદડીયાબાપુ' તરીકે ઓળખે છે. આ ભાઇ ભીખ માંગીને જે કંઇ રકમ ભેગી કરે એ બેંકમાં જમા કરવાને બદલે દર વર્ષે સરકારી શાળામાં અભ્યાસ કરતી ગરીબ પરીવારની બાળાઓને ઉપયોગમાં આવે એવી રીતે વાપરે છે. ક્યારેક અભ્યાસના પુસ્તકો લઇ આપે તો ક્યારેક સ્ટેશનરી લઇ આપે, ક્યારેક વળી દફતર લઇ આપે તો ક્યારેક નોટબુક અને પેન લઇ આપે.
આ વર્ષે થોડી વધુ રકમ ભેગી થઇ તો ગોદડીયાબાપુએ નંદઘરની દિકરીઓ માટે સોનાની બુટી કરાવી આપી. આપણે ત્યાં 'તેન ત્યકતેન ભૂંજીથા: (ત્યાગ કરીને ભોગવી જાણો)નો ઉપદેશ આપનારા મહાત્માઓ અબજો રૂપિયા ભેગા કરે છે અને બીજી બાજુ આવા ઇશ્વર ના વાહક માણસો આ વેદ-ઉપનીષદના ઉપદેશને જીવીને બતાવે છે.
ગરીબ પરીવારની નાની-નાની દિકરીઓને ભલે પેટ ભરીને ખાવા ન મળતું હોય કે પહેરવા માટે પુરતા કપડા ન હોય પણ સપનામાં તો સોનાની બુટી આવતી જ હશે. ખીમજીભાઇએ આવી દિકરીઓના સપનાઓને માત્ર સપના જ ન રહેવા દેતા વાસ્તવિકતામાં બદલી નાંખ્યા.
🙏🙏
-: વાંચવા લાયક અન્ય લેખો :-
બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો... | |
આ લક્ષણો માંથી જો ૧ પણ લક્ષણ જોવા મળે તો સમજી લો કે તમારા પેટમાં દીકરો છે કે દીકરી. | અહીંયા ક્લિક કરો |
માતા-પિતાએ પુત્રનું આવું મુશ્કેલ નામ રાખ્યું, 50 હજાર લોકો બોલવામાં થઇ ગયા છે નિષ્ફળ, તમે પ્રયત્ન કર્યો? | અહીંયા ક્લિક કરો |
શા માટે ભારતીય મહિલાઓ પ્રાચીન કાળથી જ પગમાં વીંટી પહેરે છે? જાણો તેનું કારણ અને તે પહેરવાના ફાયદાઓ. | અહીંયા ક્લિક કરો |
ધરતી પર છે અનેક દૈવિય શક્તિ વાળા છોડ, અમુક છોડ રડે છે તો અમુક છોડ માંગે છે ભોજન, જાણો આ છોડ વિશે... | અહીંયા ક્લિક કરો |
જો તમારું નામ A, K, M, T, P, S, R, N, G, V અને Y અક્ષર પરથી શરૂ થાય છે તો જરૂર વાંચો, તમારું નામ તમારા વિશે ઘણું બધુ કહે છે... | અહીંયા ક્લિક કરો |
આવો યુવક લાખોમાં એક છે, યુવકને અપંગ બહેનો સાથે પ્રેમ થઇ જતા તેમની સાથે લગ્ન કરી તેમનું જીવન સુધારી દીધું. | અહીંયા ક્લિક કરો |
સમગ્ર ઇતિહાસમાં સુંદરતાના 10 અજાયબ માપદંડ કે જે તમે માનશો નહીં કે વાસ્તવિક હતા | અહીંયા ક્લિક કરો |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો