રોજ જામફળ ખાવાથી ઘટે છે વજન, જાણો બીજા કેટલાક અન્ય ફાયદાઓ.
શિયાળાની ઋતુમાં જામફળ માર્કેટમાં સરળતાથી મળી રહે છે. જોકે તે ગરમ અને ઠંડા બને વાતાવરણમાં જોવા મળે છે. પરંતુ તે શિયાળામાં વધુ જોવા મળે છે. જામફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. તેમાં વિટામિન સી વધુ માત્રામાં જોવા મળે છે. આ સિવાય તેમાં વિટામીન એ અને બી પણ મળી આવે છે. તેમાં આયર્ન, ચુનો અને ફોસ્ફરસ પણ ભરપૂર માત્રામાં હોય છે.
આ પણ વાંચો : શરીર ઉપર ચરબીનાં ગમે એટલા થર જામી ગયા હોય, આ ડ્રિંક દરરોજ પીવાથી માખણની જેમ ચરબી ઓગળી જશે.
જામફળ તમામ પ્રકારની જમીનમાં સરળતા થી ઉગાડી શકાય છે, પરંતુ રેતાળ પ્રદેશોમાં જમીન તેના માટે વધુ યોગ્ય માનવામાં આવે છે, ભારતમાં જામફળની ઘણી જાતો જોવા મળે છે. જેમાં અલ્હાબાદી,સફેદ, લાલ ગુડી વાલા,ચીતિદર, જેમાં બેદાણા નો પણ સમાવેશ થાય છે. જામફળમાં વિટામિન સી,લાયકોપીન અને એન્ટી ઓક્સિડેન્ટ અને ઘણા વિટામીન અને મિનરલ્સ પણ મળી આવે છે. આ શરીરને પોષક તત્વોને શોષવામાં મદદ કરે છે.
જામફળ નું સેવન કરવાથી થતા ફાયદા :
૧: ડાયાબિટીસથી બચાવે છે :
જામફળ ડાયાબિટીસથી બચાવે છે. તેમાં ભરપૂર ફાઇબર સામગ્રી અને ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે. લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ અચાનકથી વધતા સુગર લેવલને કંટ્રોલ માં કરેછે. બીજી બાજુ, ફાઇબર્સને કારણે સુગરની સારી રીતે નિયંત્રિત કરી રાખે છે.
૨: વજન ઘટાડવામાં મદદરૂપ :
જામફળ પ્રોટીન,વિટામીન અને ફાઇબરના સેવન સાથે સમાધાન કર્યા વિના તમાઋ પાચન શક્તિ ને વધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. જામફળ ખાધા પછી પેટ પણ ભરાય છે અને કેલેરી પણ ઓછી લેવી પડે છે. કાચા જામફળ માં કેળા,સફરજન,નારંગી અને દ્રાક્ષ જેવા અન્ય ફળો કરતા ઘણી ઓછી ખાંડ હોય છે.
૩: શરીરને શક્તિ પ્રદાન કરે છે :
પાકેલા, નરમ અને મીઠા જામફળને સારી રીતે મેસ કરો અને તેને દૂધમાં હલાવો. આ પછી તેને ગાળી લો અને તેના બીજ કાઢી લો. જરૂર મુજબ સાકળ ભેળવીને ૨૧ દિવસ સુધી સવારે વહેલા ઊઠીને પીવાથી શરીરને ઘણી શક્તિ મળે છે.
આ પણ વાંચો : નાળિયેર તેલમાં આ વસ્તુ મિક્સ કરીને વાળમાં લગાવવાથી સફેદ વાળ કાળા થશે, રેસિપી છે અસરકારક.
૪: પેટના દુખાવામાં ફાયદો આપે છે :
પાકેલા જામફળને મીઠા સાથે ખાવાથી આરામ મળે છે. તેના ઝાડના ૫૦ ગ્રામ પાનને પીસીને પાણીમાં ભેળવીને પીવાથી ફાયદો થાય છે. જામફળ ના ઝાડ ના પાનને પીસીને કાળા મીઠા સાથે ચાટવાથી પણ સ્વાદિષ્ટ લાગે છે. જામફળ ની એટલે કે તેના ફળની નીચે નાના પાનમાં થોડી માત્રામાં સિંધવ મીઠું ભેળવીને પાણી સાથે પીવાથી પેટનું દુખાવો મટે છે. થોડા સમય પછી ૨૫૦ ગ્રામ જામફળ ખાવાથી પેટની કોઈ સમસ્યા રહેતી નથી. જે લોકોને કબજિયાતની ફરિયાદ હોય તેમણે ભોજન કરતા પહેલા જામફળ ખાવું જોઈએ.
આ પણ વાંચો : સ્કીન માટે ઝેર સમાન માનવામાં આવતી આ 4 વસ્તુ આજે ખાવાનું કરી દો બંઘ… નહિ તો ઓછી ઉંમરે ઘરડા દેખાશો.
૫: પાઈલ્સમાં અસરકારક :
રોજ સવારે ખાલી પેટે ૨૦૦ થી ૩૦૦ ગ્રામ જામફળનું સેવન કરવાથી પાઈલ્સમાં આરામ મળે છે. પાકેલા જામફળ ખાવાથી પેટની કબજિયાત મટે છે. અને પાઇલ્સમાં ઘણો ફાયદો આપે છે. થોડા દિવસો સુધી દરરોજ સવારે ખાલી પેટ ૨૫૦ગ્રામ જામફળ ખાવાથી પાઈલ્સ મટે છે. પાઈલ્સ માં રાહત મેળવવા માટે સવારે ખાલી પેટ જામફળ નું સેવન કરવું ઊતમ રહેશે.
જો તમને અમારો આર્ટીકલ પસંદ આવ્યો હોય તો, લાઈક અને શેર કરો. શ્વાસે શ્વાસે સતર્ક રહો જાગતે રહો.
સ્વાસ્થ્ય સૌથી મોટી પુંજી છે.
સંતોષ સૌથી મોટો ખજાનો છે.
આત્મવિશ્વાસ સૌથી મોટો મિત્ર છે.
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો