મંગળવાર, 13 જૂન, 2023

વધારે પડતું ચા નુ વ્યસન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકસાનકારક?

વધારે પડતું ચા નુ વ્યસન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકસાનકારક?


ઘણા લોકોને ચા નુ ખૂબ જ મોટું વ્યસન હોય છે અને તેઓ દિવસમાં ૧૦ થી ૧૨ કપ ચા પીતા હોય છે. આવું કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. વધુ પડતી ચા પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. જેની દરેક વ્યક્તિ ને જાણ હોવી જરૂરી છે.


દરેક ઉંમરના લોકો ચા ના શોખીન હોય છે. કોઈપણ સીઝન હોય ચા પીનારાઓની સંખ્યા હંમેશા વધુ હોય છે.ચા ને વિશ્વનું સૌથી લોકપ્રિય પીણું ગણી શકાય. ભારત દેશમાં લાખો લોકોની દિવસની શરૂઆત ચા થી થતી હોય છે. શિયાળામાં જ ચા નુ ચલણ વધારે જોવા મળે છે. શિયાળાની સીઝનમાં લોકો ચા એકવાર નહીં પણ ઘણી વખત પિતા હોય છે. કેટલાક લોકો તો ચા ના વ્યસની બની જાય છે અને દિવસમાં ખૂબ જ વખત ચા પીતા હોય છે.જો કે,ચા ની વધુ પડતી આદત તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ચાની વધુ પડતી આદતના કારણે માણસનું માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થાય છે.


એક રિપોર્ટ અનુસાર લોકોએ દિવસમાં બે કે ત્રણ કપ થી વધુ ચા ન પીવી જોઈએ. જો તમે એક દિવસમાં ૭૧૦ એમ.એલ. થી વધુ ચા પીવો છો તો,ઘણી ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ઘણા સંશોધનોમાં એ વાત પણ સામે આવી છે કે વધુ પડતી મીઠી ચા પીવાથી ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં તમામ લોકોએ ધ્યાનથી ચાનું સેવન કરવું જોઈએ અને વધુ પડતા સેવનથી બચવું જોઈએ કારણકે આવી બેદરકારી ખૂબ મોંઘી પડી શકે છે.


મિત્રો શું તમે જાણો છો? કે, ચામાં ભરપૂર માત્રામાં કેફીન હોય છે. કેફીનના વધુ પડતા સેવનથી માથાનો દુખાવો, તણાવ અને ચિંતામાં વધારો થઈ શકે છે. વધુ પડતી ચા ના સેવન થી ગભરામણ પણ થઈ શકે છે. એવું પણ કહી શકાય કે આનાથી માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.


જો તમે આયર્નની ઉણપથી પણ પરેશાન છો તો તમારે વધુ ચા પીવાનું ટાળવું જોઈએ. ચામાં રહેલા ઘટકો આયર્નનું પોષણ ઘટાડે છે અને આ જરૂરી પોષક તત્વોની ઉણપ તરફ દોરી શકે છે. આવા લોકોએ તરત જ ચા થી દૂર રહેવું જોઈએ.


ગર્ભવતી સ્ત્રીઓએ તો ચા ના જ પીવી જોઈએ તેમના માટે ચાનું વ્યસન અત્યંત જોખમી બની શકે છે. કેફીન નું વધુ પડતું સેવન ગર્ભાવસ્થામાં મુશ્કેલીઓ નું કારણ બની શકે છે. જે ગર્ભમાં ઉછરી રહેલા બાળકના વિકાસને પણ અસર કરે છે.


વધુ પડતી ચા પીવાના કારણે અમુક લોકોને ઊંઘમાં પણ તકલીફ થઈ શકે છે.ચા માં રહેલું કેફિન તમારા ઊંઘના ચક્રને પણ અસર કરે છે. ઊંઘ આવવાના છ કલાક પહેલા કેફીન નું સેવન કરવાથી ઊંઘ બગડી શકે છે.


જો તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો. શ્વાસે શ્વાસે સતર્ક રહો જાગતે રહો.

અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...