ગુરુવાર, 8 જૂન, 2023

આસારામ બાપુ અને તેના દિકરા નારાયણ સાંઈ નાં જેલમાં ગયા પછી આ મહિલા ચલાવી રહી છે તેમનું ૧૦,૦૦૦ કરોડનું સામ્રાજ્ય.

આસારામ બાપુ અને તેના દિકરા નારાયણ સાંઈ નાં જેલમાં ગયા પછી આ મહિલા ચલાવી રહી છે તેમનું ૧૦,૦૦૦ કરોડનું સામ્રાજ્ય.


અંદાજે ૯ વર્ષથી આસારામ બાપુ અને તેનો દીકરો નારાયણ સાંઈ જેલમાં છે. આસારામ બાપુને ગુજરાતની ગાંધીનગર કોર્ટ દ્વારા દુષ્કર્મના મામલામાં આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવેલ છે. આસારામ ઉપર બળાત્કાર કરવાનો આરોપ લગાવવામાં આવેલ છે. આશારામ નો દીકરો નારાયણ સાંઈ આ મામલામાં જ જેલમાં બંધ છે. તેવામાં દેશભરમાં તેમના ફેલાયેલા સામ્રાજ્યનો સંચાલન કોણ કરે છે, તે મહત્વનો સવાલ છે. એટલું જ નહીં તેમની ૧૦,૦૦૦ કરોડથી પણ વધારે સંપતિ નો માલિક કોણ છે, તે પણ એક રહસ્ય બનેલ છે. આવું એટલા માટે કારણ કે આ વાતની હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.


હવે તે વાત તો નક્કી છે કે જેલમાં બંધ હોવાને લીધે આ કામ આસારામ અને તેનો દીકરો કરી શકે નહીં. હકીકતમાં આ કામને હવે આસારામની દીકરી ભારતીશ્રી સંતશ્રી આશારામજી ટ્રસ્ટ દ્વારા અંજામ આપી રહી છે. આ ટ્રસ્ટનો મુખ્ય કાર્યાલય અમદાવાદમાં છે. ભારતીશ્રી ને જાણતા લોકોનું કહેવું છે કે તે ફક્ત ઘણી બધી યાત્રાઓ નથી કરતી, પરંતુ દેશભરમાં ફેલાયેલા તેના સામ્રાજ્યને પણ સંભાળે છે. ૨૦૧૩માં આસારામ અને નારાયણ સાંઈ ની ધરપકડ બાદ થી ભારતીશ્રી આસારામના સામ્રાજ્ય ઉપર પોતાની પકડ બનાવી લીધી છે.


દેશભરમાં ૪૦૦ થી વધારે આશ્રમ, ૧૫૦૦ થી વધારે સેવ સમિતિઓ, ૧૭,૦૦૦ થી વધારે બાળ સંસ્કાર કેન્દ્ર, ૪૦ થી વધારે ગુરુકુળ – જેલમાં સજા કાપી રહેલા આસારામનું ધાર્મિક સામ્રાજ્ય ૧૦,૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધારે નું છે. આ બધાની સંભાળ અને તેની ગતિવિધિઓને ચલાવવાનું કામ એક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. જોકે આસારામની જેમ ભારતીશ્રી અલગ અલગ શહેરોમાં જઈને કોઈ પ્રવચન જેવા પ્રોગ્રામ નથી કરતી, પરંતુ પોતાને આશ્રમ સિવાય પ્રચાર માધ્યમમાં લોપ્રોફાઈલ રાખે છે.


આસારામ એ અમદાવાદમાં પોતાનું પહેલું આશ્રમ સ્થાપિત કર્યું હતું. ૧૯૭૫માં ભારતીનો જન્મ થયો હતો. વળી વર્ષ ૨૦૧૩માં આસારામની ધરપકડ થઈ તો ભારતી અને આસારામની પત્ની લક્ષ્મી દેવીની પણ ધરપકડ થઈ ગઈ, પરંતુ ત્યારબાદ તેને છોડી મુકવામાં આવેલ. રિપોર્ટ અનુસાર ભારતીની પકડ પાછલા અંદાજે ૮ વર્ષમાં ખુબ જ મજબુત બની ગઈ છે.


હવે સ્પષ્ટ બની ગયું છે કે આસારામ અને તેના દીકરા નારાયણ સાઈનું જેલમાંથી બહાર નીકળવું સરળ નથી. આ બંને વગર પણ આસારામનું ધાર્મિક સામ્રાજ્ય સામાન્ય રીતે ચાલી રહ્યું છે. જોકે ભક્તો અને દાનની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ હજુ પણ આસારામનાં ભક્ત એવું માને છે કે તેમને જાણી જોઈને ફસાવામાં આવેલ છે.


આસારામનાં આશ્રમની વેબસાઈટ ઉપર તેને ન્યાય આપવા માટે એક અભિયાન પાછલા અમુક વર્ષોથી સતત ચાલી રહ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તેમને કેવી રીતે શિકાર બનાવીને ફસાવવામાં આવેલ છે. ભારતીશ્રી સતત સક્રિય રહે છે અને તમામ આશ્રમ નો પ્રવાસ કરતી રહે છે. તેને એક વર્ષની અંદર ટ્રસ્ટનો કારભાર પણ સંભાળવાનું શરૂ કરી દીધું હતું. જે હકીકતમાં આસારામના ધાર્મિક સામ્રાજ્યને નિયંત્રિત કરે છે.


ભારતીશ્રી મોંઘી કારનો ઉપયોગ કરે છે. અમદાવાદના બાબા આશ્રમ ના આશ્રમ પરિસરની અંદર પ્રવચન અને આરતી સ્થળમાં સામેલ હોય છે. ભક્તોની ભીડ તેને ઘેરીને રાખે છે. ૪૮ વર્ષની ભારતી નાટકીય રીતે પ્રવચન આપે છે, નાચે છે, ગાય છે અને ફુલોથી શૃંગાર કરે છે, જેવી રીતે તેના પિતા કરતા હતા. આશ્રમની આરતી સંબંધી ગતિવિધિઓ દરરોજ યુટ્યુબ ઉપર પોસ્ટ કરવામાં આવે છે.


ભારતીશ્રી તે બધું જ કરે છે જે ભીડ એકઠી કરવામાં પારંગત સંત કરતા હતા. તે હાથ ઉઠાવીને ભીડને ઉત્સાહિત કરવાની કોશિશ કરે છે. પ્રવચન પહેલા સંગીતમાં તે પોતે વચ્ચે-વચ્ચે ગાય છે અને નાચે છે. ત્યારબાદ પરિપક્વતાની સાથે પ્રવચન કરે છે. આસારામનાં ભક્તોનું માનવામાં આવે તો ભારતીનું પ્રવચન ખુબ જ સમ્મોહિત કરવાવાળું હોય છે.


જોકે ભારતીશ્રી ઉપર પણ આરોપ લાગી ચુક્યા હતા કે ભારતી તે વ્યક્તિ છે, જે આસારામનાં કહેવા અનુસાર યુવતીઓને આશ્રમથી તેમની પાસે મોકલતી હતી. એક પુર્વ સાધક અમૃત પ્રજાપતિએ આરોપ લગાવ્યો હતો કે આશારામ ભારતીને ફોન કરતા હતા. તે ગાડીમાં યુવતીઓને લઈને આવતી હતી. જો કે ભારતી હંમેશાં આ આરોપોનું ખંડન કરેલ છે. ૭૦નાં દશકમાં આશારામ એ આધ્યાત્મનું સામ્રાજ્ય ઊભું કરેલ હતું, ત્યારબાદ આસારામની ભક્તિનો વેપાર આગળ વધારવા માટે તેના દીકરા નારાયણ સાંઈ આવી ગયા.



ખુબ જ જલ્દી ભારતી પણ તેની સાથે જોડાઈ ગઈ. ૧૫ ડિસેમ્બર, ૧૯૭૫નાં રોજ જન્મેલી ભારતીએ ફક્ત ૧૨ વર્ષની ઉંમરમાં દીક્ષા લીધી હતી. ત્યારબાદ ૧૪ વર્ષ સુધી ધ્યાન અને યોગ કરેલ. જણાવવામાં આવે છે કે તે એમ.કોમ. સુધી ભણેલી છે. ભારતી નાં લગ્ન ૧૯૯૭માં ડોક્ટર હેમંત સાથે થયા. પરંતુ આ લગ્ન લાંબો સમય સુધી ચાલી શક્યા નહીં અને ત્યારબાદ છુટાછેડા થઈ ગયા. ત્યારબાદ ભારતી પિતાના સામ્રાજ્યમાં મહિલા આશ્રમોનું કામકાજ સંભાળવા લાગી અને સાથો સાથ પ્રવચન પણ કરવા લાગી.


અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...