લસણઃ આ લોકોએ ભૂલથી પણ લસણ ન ખાવું જોઈએ! સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
લસણ એક એવી વસ્તુ છે જે લગભગ દરેક લોકોના રસોડામાં હોય છે. જૈન કે સ્વામિનારાયણ ન હોય તો લોકો પોતાના દરેક શાકમાં, દાળમાં કે કઠોળમાં તેનો નિયમિત ઉપયોગ કરે છે. આયુર્વેદમાં પણ તેના અનેક ફાયદા જણાવેલા છે.
લસણનો ઉપયોગ અને ગેરફાયદા :
NCBI મુજબ, સામાન્ય રીતે લોકોએ માત્ર 3 થી 4 ગ્રામ એટલે કે 1 થી 2 લસણની કળીઓ નિયમિતપણે ખાવી જોઈએ. આ સાથે જો તમે લસણને શેકીને અથવા તેને રાંધીને સેવન કરો છો, તો તે તમારા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક રહેશે. આયુર્વેદમાં પણ તેના અમુક ફાયદા જણાવ્યા છે.
એસિડિટીમાં ન લેવાય:
લસણના ભલે અનેક ફાયદા હોય પરંતુ જે લોકોને એસિડિટીની સમસ્યા વધુ રહે છે, તેમણે લસણ ખાવાનું ટાળવું જોઈએ. જો એસિડિટીની સમસ્યા હોય તો લસણનું સેવન કરવાથી તકલીફમાં વધારો થઈ શકે છે.
આ સિવાય ઘણા લોકોને ખૂબ પરસેવો થાય છે અને શ્વાસમાં દુર્ગંધ આવે છે. આવા લોકો માટે લસણનું સેવન તેમની સમસ્યામાં વધુ વધારો કરી શકે છે. કેટલાક ન્યુટ્રિશનિસ્ટ્સના મત અનુસાર, લસણમાં જોવા મળતા સલ્ફર કમ્પાઉન્ડ લાંબા સમય સુધી શ્વાસમાં દુર્ગંધ લાવી શકે છે, આવી સ્થિતિમાં લસણનું સેવન ટાળવું જોઈએ. તેના સેવનથી તમારી સમસ્યા ઘટવાની બદલે વધી શકે છે.
ઉપરાંત જે લોકો લોહીને પાતળું કરવા માટેની કોઈપણ પ્રકારની દવાનું સેવન કરતા હોય તે લોકોએ પણ લસણનું સેવન કરતા પહેલા ધ્યાન રાખવું જોઈએ. જો તમે પણ આવી કોઈ દવા લેતા હોવ તો લસણનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ.
વેબમેડ સેન્ટ્રલ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે લસણના વધુ પડતા સેવનનો સીધો સંબંધ લો બ્લડ સુગર અને બ્લડ પ્રેશરની સાથે રક્તસ્ત્રાવ સાથે છે. તેથી જ સર્જરીના લગભગ 2 અને 3 અઠવાડિયા પહેલા લસણને છોડી દેવાની સલાહ આપવામાં આવે છે.
આ સિવાય એક રિસર્ચ પેપર અનુસાર લસણનું દૈનિક સેવન ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સનું કારણ બની શકે છે. આ એક એવી મેડિકલ સ્થિતિ છે જેમાં પેટમાં એસિડ બને છે, જે હાર્ટબર્ન અને પેટની સમસ્યાઓ ઊભી થવાની શક્યતા વધી જાય છે
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્યથી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો