રવિવાર, 4 જૂન, 2023

બે મિનિટ નો સમય કાઢી જરૂર વાંચો, જો વારંવાર પગમાં ખાલી ચડે કે સુન્ન પડે તો નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતા, હોય શકે છે તમારામાં આ ગંભીર બીમારી…

બે મિનિટ નો સમય કાઢી જરૂર વાંચો, જો વારંવાર પગમાં ખાલી ચડે કે સુન્ન પડે તો નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતા, હોય શકે છે તમારામાં આ ગંભીર બીમારી…


ક્યારેક નાની સરખી સમસ્યા ક્યારે મોટું સ્વરૂપ ધારણ કરી લે છે તેની આપણને જાણ હોતી નથી. વિશેષ રૂપે આપણા સ્વાસ્થ્યને લગતી સમસ્યામાં ખાસ આ પ્રમાણે થતું હોય છે. ક્યારેક કોઈ સામાન્ય દુખાવો હોય કે કોઈ પણ સમસ્યા હોય તો આપણે તેને અવગણી દઈએ છીએ. પરંતુ સમય રહેતા તેની તપાસ કરાવી લેવી જોઈએ જેથી તેનું નિદાન થઈ શકે.


આવી જ એક સ્થિતિમાં જો તમારા પગ વારંવાર સુન્ન પડી જતા હોય કે તમને અચાનક તેમાં ઠંડકનો અહેસાસ થતો હોય તો તે પેરિફેરલ આર્ટિરિયલ ડિસીઝ (PAD)નું લક્ષણ છે. આ એક અત્યંત સામાન્ય બીમારી છે અને ભારતમાં આ બીમારીથી પિડિત લોકોની સંખ્યા લાખોમાં છે. આ બીમારીમાં વ્યક્તિની રક્તવાહિનીઓ સંકોચાવા લાગે છે. જેનાથી શરીરના અંગોમાં લોહીનો સપ્લાય ઓછું થઈ જાય છે.




અમેરિકામાં 40 વર્ષ અને તેથી ઉપરના લગભગ 65 લાખ લોકો PAD થી પરેશાન છે અમેરિકાની સરકારી હેલ્થ એજન્સી સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન પ્રમાણે તમને જો આ બીમારી હોય અને સમય પર જો તેનો ઈલાજ ન કરવામાં આવ્યો તો ખૂબ જ જોખમકારક થઈ શકે છે. નાની સરખી બેદરકારીથી તમને કોરોનરી આર્ટરી ડીસીઝ અને સેરેબ્રોવસ્કૂલર ડીસીસ થઈ શકે છે જે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કારણ બને છે.


અમેરિકી ડોક્ટર લૌરા પર્ડી જણાવે છે કે જો કોઈ વ્યક્તિ વર્ષોથી ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર કે હાઈ કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓથી પીડિત હોય તો સંભવ છે કે તે પેરિફેરલ આર્ટિરિયલ ડિસીઝ નો શિકાર થઈ શકે છે જોકે તેનો મતલબ એ નથી કે પેરિફેરલ આર્ટિરિયલ ડિસીઝ થી પીડિત લોકોને હાઈ બ્લડ પ્રેશર કે હાઈ કોલેસ્ટ્રોલ જરૂર હશે. તેઓ જણાવે છે કે લોહીમાં વહાવ સારી રીતે ન થવા પર અનેક પ્રકારના ઇન્ફેક્શન પગ સુન્ન પડી જવા તેમાં ઘાવ હોઈ શકે છે, જે લાંબા સમય સુધી રહે છે. તેથી આ બીમારીથી બચવા માટે શરૂઆતથી સંકેતોને સમજીને તેનો ઈલાજ શરૂ કરી દેવો જોઈએ.


1) શું છે આ બીમારી અને કેવી રીતે થઈ શકે છે સારવાર : 
મેડિકલ ભાષાથી હટીને જો સરળ શબ્દોમાં સમજીએ તો શરીરમાં લોહીનો વહાવ સારી રીતે ન થાય તેને જ પેરીફેરલ આર્ટરી ડીસીઝ કહેવાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિને ચાલવામાં મુશ્કેલી થાય છે અને પગમાં દુખાવો રહે છે. ખરાબ બ્લડ સર્ક્યુલેશન ના કારણે હૃદયથી શરીરના બાકી અંગો અને ઉતકો સુધી ઓક્સિજન અને બ્લડનો પ્રવાહ પ્રભાવિત થાય છે.


બ્લડ સર્ક્યુલેશન ઠીક ન થવાના અનેક કારણો હોઈ શકે છે, જેમાં સૌથી મોટું અને સામાન્ય કારણ શરીરમાં લાંબા સમય સુધી રહેતી બીમારીઓ છે. રક્તવાહિનીઓ જ શરીરના અંગોમાં લોહીનું સપ્લાય કરે છે અને જ્યારે કોઈ કારણે રક્તવાહિનીઓમાં સંકોચન આવે છે તો લોહીનો પ્રવાહ અટકી જાય છે.ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, કેટલાક પ્રકારના વસક્યુલર ડિસીઝ અને ધુમ્રપાન રક્તવાહિનીઓના સંકોચન થવાના કેટલાક સૌથી સામાન્ય કારણો છે જેને આપણે પેરીફેરલ આર્ટરી ડીસીઝ કહીએ છીએ.


હૃદય આપણા શરીરના દરેક ભાગમાં રક્તવાહિનીઓ દ્વારા ઓક્સિજનયુક્ત લોહી સપ્લાય કરે છે. જ્યારે નસો તેને હૃદયની તરફ ફરીથી પંપ કરે છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને ક્રોનિક વિન્સ ઈનસફિશિયન્સીની સમસ્યા થાય છે તો નસો ને હાથ અને પગથી ઓક્સિજન ને હૃદય સુધી સપ્લાય કરવામાં મુશ્કેલી થાય છે.




2) પગમાં સોજો હોય તો ન કરો નજર અંદાજ : 
ડોક્ટર પર્ડી જણાવે છે, “જો દરરોજ તમારા પગમાં સોજો થઈ રહ્યો હોય અને તમારા પગ પર નિશાન પડી રહ્યા હોય તો આ વિન્સ ઈનસિફિશિયન્સીનું લક્ષણ છે. આ નિશાન સ્થૂળતાથી પીડિત લોકો અને ખૂબ લાંબા સમય સુધી ઉભા રહેવાની સ્થિતિમાં બને છે. કેટલાક લોકો લગભગ આ પ્રકારના સોજા માટે ડ્યુરિટીક ડ્રગ લેવા લાગે છે પરંતુ તે સુરક્ષિત નથી અને તેનાથી સમસ્યા સમાપ્ત પણ નથી થતી.તેનાથી શ્રેષ્ઠ એ રહેશે કે તમે ડોક્ટરની સલાહ પર કંપ્રૈશન વાળા મોજાનો ઉપયોગ કરો.


તેને પહેરવાથી તમારા પગ પર પ્રેશર પડશે જેનાથી તમારું લોહી પગમાં વહેવાની જગ્યાએ ફરીથી આખા શરીરમાં સર્ક્યુલેટ થશે. આવા મોજા તમારી આ સમસ્યાને દૂર રાખવાની સાથે તમારા પગમાં થઈ રહેલા સોજા ને પણ દૂર કરવામાં મદદ કરશે તેના સિવાય દરરોજ રાત્રે પગને ઉપર ઉઠાવવાથી પણ અસ્થાયી રૂપે આરામ મળે છે. તેના માટે તમે તમારા પગને ઉપર ઉઠાવો અને થોડીવાર સુધી તેને આવી જ અવસ્થામાં રહેવા દો. તેનાથી પગથી લોહી ને હૃદયની તરફ પંપ થવામાં મદદ મળશે.




3) પગમાં પડતા નીલા અને કાળા નિશાન છે ખતરનાક : 
જો તમારા પગ પર નીલા કે કાળા રંગના નિશાન પડી રહ્યા હોય તો તેનો મતલબ એ છે કે તમે લાંબા સમયથી વિન્સ ઇન સિફિશિયન્સીથી પીડિત છો. ત્વચા માં આ બદલાવ લોહીમાં હિમોગ્લોબિનથી ઓક્સિજાઈજ્ડ થયેલા આયર્નના કારણે હોય છે, જે લાંબા સમય સુધી શરીરના ઉપરના ભાગમાં ફરીથી ગયા વગર માત્ર વિન્સમાં જમા રહે છે. કંપ્રૈશન વાળા મોજા પહેરીને કે પગના ઉપર ઉઠાવવા વાડી કસરત કરીને આ સ્થિતિથી છુટકારો મેળવી શકાય છે. પરંતુ શ્રેષ્ઠ એ છે કે તેના સ્થાને ઈલાજ માટે તમે કોઈ વસ્કુલર સર્જન ની સલાહ લો.




4) પગ સુન્ન પડી જવા : 
પગનું સુન્ન પડી જવું, ઝનઝણાટી, ઠંડક કે પગની ત્વચા પીળી પડી જવી ખરાબ બ્લડ સર્ક્યુલેશનના સંકેત છે. આ સ્થિતિ આનાથી વધારે ખરાબ થઈ જાય છે, જ્યારે તમે ઘણીવાર સુધી બેસી રહો કે કોઈ શારીરિક ગતિવિધિ ન કરો ત્યારે થાય છે.આ પ્રકારની સમસ્યા માટે તમે તુરંત જ ડોક્ટરનો કે કોઈ સારા વસ્કુલર સર્જન નો સંપર્ક કરો. કારણ કે જો આ સ્થિતિ લાંબા સમય સુધી રહે છે તો બીમારી ભયંકર બની શકે છે. લાંબા સમય સુધી તેના પર ધ્યાન ન આપવાથી હાર્ટ એટેકનું જોખમ પણ વધી શકે છે.




5) પગમાં દુખાવો : 
જો તમને પણ ચાલતી વખતે પગમાં ખૂબ જ જોરથી દુખાવો થાય છે, જેના પછી તમે થોડીવાર માટે રોકાઈ જાઓ છો અને ફરી થી ચાલવાનું શરૂ કરો છો તો આ કન્ડિશન જણાવે છે કે તમારા શરીરમાં લોહીનો વહાવ સારી રીતે નથી થઈ રહ્યો. એવામાં તુરંત જ ડોક્ટર ની પાસે જવું જોઈએ.આવી સ્થિતિને ક્લોડિકેશન કહેવાય છે. અને આ ત્યારે થાય છે જ્યારે ચાલતી વખતે પગની માસ પેશીઓ માટે જરૂરી લોહીનો વહાવ ન થતો હોય. આ પ્રકારનો દુખાવો ખૂબ જ તેજ હોય છે. જો તમે થોડી વાર માટે આરામ કરો છો તો આ દુખાવો દૂર થઈ જાય છે. જો તમને આ સમસ્યા થતી હોય તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.




6) આંગળીઓ પીળી પડી ગઈ હોય તો થઈ જાવ સાવધાન:
ડોક્ટર એ જણાવ્યું કે હાથ અને શરીરના ઉપરના ભાગમાં બ્લડ સર્ક્યુલેશન ની સમસ્યા ખૂબ ઓછા લોકોમાં હોય છે. હાથ હૃદયની અત્યંત નજીક હોય છે એવા માં તેમની રક્તવાહિનીઓમાં કે નસોમાં ખૂબ જ ઓછી સમસ્યાઓ જોવા મળે છે. પરંતુ તે અસંભવ નથી. શરીરમાં આ સ્થિતિને રેનોડ્સ સિન્ડ્રોમ કહેવાય છે. જે કેટલીક વાર ઠંડીના સંપર્કમાં આવવા પર થાય છે, પરંતુ કેટલાક લોકોમાં આ કોઈપણ કારણ વગર થઈ શકે છે.


જો તમને પણ આ લક્ષણ જોવાય તો તુરંત જ હાથ નો ફોટો લો અને ત્યારબાદ ડોક્ટર પાસે જાવ. એવું એટલા માટે કારણ કે આ લક્ષણ હંમેશા નથી જોવા મળતા. આ બીમારીને દૂર કરવા માટે કેટલીક દવાઓ પણ આવે છે પરંતુ કોઈ સારા ડોક્ટર થી ઈલાજ કરાવવો વધુ સારું રહેશે.




અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...