મોલ અને એરપોર્ટનાં ટોઇલેટનાં દરવાજામાં નીચે જગ્યા શા માટે રાખવામાં આવે છે? કારણ મોટાભાગનાં લોકોને ખબર નહીં હોય.
તમે જોયું હશે કે મોલ અને એરપોર્ટ જેવી જગ્યા પર ટોઇલેટના દરવાજાની ઉપર અને નીચે ઘણી જગ્યા હોય છે. તેને લઈને દિમાગમાં તેવો સવાલ જરૂર આવે છે કે આખરે આ દરવાજાને ઉપર અને નીચે આટલી સ્પેસ શા માટે હોય છે? કારણ કે આપણા ઘરમાં ટોઇલેટના દરવાજા બિલકુલ પેક હોય છે. હકીકતમાં મોલ અને એરપોર્ટ જેવી જગ્યામાં ટોઇલેટના દરવાજામાં ઉપર અને નીચે જગ્યા હોવાના ઘણા કારણ છે. તેમાં સૌથી મોટું કારણ સેફટી નું છે. લોકો અને ખાસ કરીને બાળકોને સેફટી માટે આવી સ્થળોમાં ટોયલેટની ઉપર અને નીચે થોડી જગ્યા રાખવામાં આવે છે.
આ છે ટોઇલેટના દરવાજા માં જગ્યા રાખવાનું કારણ :
મોલ અને એરપોર્ટ જેવી જગ્યામાં ટોઇલેટના દરવાજા માં સ્પેસ છોડવાનું એક કારણ વેન્ટિલેશન પણ છે. ટોયલેટમાં હવા નું સર્ક્યુલેશન યોગ્ય રીતે થઇ શકે તેના માટે તેમાં ઉપર ની તરફ સ્પેસ છોડવામાં આવે છે. વળી મોલના ટોયલેટમાં સ્મોકિંગની પરવાનગી હોતી નથી. તેમ છતાં પણ ઘણા લોકો છુપાઈને ત્યાં સ્મોકિંગ કરે છે. આ લોકો ને પકડવા માટે દરવાજાની ઉપર થોડી જગ્યા છોડવામાં આવે છે, જેથી જ્યારે કોઈ ટોયલેટમાં કોઈ સ્મોકીંગ કરે તો ઉપરની ખાલી જગ્યા માંથી ધુમાડો બહાર આવે જેનાથી સ્મોકિંગ કરવાની જાણ થઈ શકે. આ હતા ટોયલેટનાં દરવાજામાં ઉપરની તરફ જગ્યા છોડવાનાં અમુક કારણ. હવે જાણીએ કે દરવાજા ની નીચે શા માટે જગ્યા છોડવામાં આવે છે.
દરવાજાની નીચે આ કારણથી છોડવામાં આવે છે જગ્યા :
મોલ અને એરપોર્ટ જેવી જગ્યામાં ટોઇલેટના દરવાજા ની નીચે સ્પેસ છોડવાનું કારણ એવું હોય છે કે જો ટોયલેટ નો ઉપયોગ કરવા દરમિયાન કોઈ ને તબિયત અચાનક ખરાબ થઈ જાય તો દરવાજો લોક હોવા છતાં પણ તેને સરળતાથી બહાર કાઢી શકાય. વળી નીચે સ્પેસ છોડવાનું બીજું કારણ એ છે કે પાણીના સંપર્કમાં આવવાથી લાકડું ખરાબ ન થાય. કારણ કે આ જગ્યા પર સતત લોકોની અવરજવર થતી હોય છે જેનાથી પાણીનો ઉપયોગ થતો રહે છે. જો દરવાજા સુધી પાણી પહોંચશે તો દરવાજા જલ્દી ખરાબ થઈ જાય છે. સામાન્ય રીતે આ કારણોને લીધે મોલ અને એરપોર્ટના ટોઇલેટના દરવાજા માં ઉપર અને નીચે જગ્યા છોડવામાં આવે છે.
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો