રવિવાર, 2 જુલાઈ, 2023

હાર્ટ એટેકના મૂળ પર વાર, લોહીમાં જામેલા કોલેસ્ટ્રોલને આ 4 ફૂડ કાઢી નાંખશે બહાર, મન ભરીને ખાઓ

હાર્ટ એટેકના મૂળ પર વાર, લોહીમાં જામેલા કોલેસ્ટ્રોલને આ 4 ફૂડ કાઢી નાંખશે બહાર, મન ભરીને ખાઓ.


કોલેસ્ટ્રોલની સમસ્યાથી છૂટકારો મેળવવા સફરજન, શાકભાજી, અળસી, સોયાબીન અને તેનાથી બનેલી પ્રોડક્ટ્સનું સેવન કરવું લાભદાઈ નીવડે છે.

  • કોલેસ્ટ્રોલની સમસ્યાથી છૂટકારો મેળવવા આટલું કરો
  • સફરજન, શાકભાજી, અળસી, સોયાબીનનું સેવન કરવું
  • કોલેસ્ટ્રોલથી હાર્ટ અટેક અને સ્ટ્રોકનો ખતરો 


કોલેસ્ટ્રોલની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે કેટલાક ફૂડ્સ ખુબ જ મદદગાર સાબીત થઇ શકે છે. આ ફૂડ્સમાં રહેતા પોષક તત્વો લોહીમાં જામેલા કોલેસ્ટ્રોલને ઓગાળી નાખે છે. કોલેસ્ટ્રોલથી હાર્ટ અટેક અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. આ આરોગ્યસ્પ્રદ ફૂડ ખાવાથતી ઇમ્યુનિટીમાં પણ વધારો થાય છે. ત્યારે આ ફૂડ્સ ક્યા ક્યા છે તેનાથી શું ફાયદો થાય છે આવો વિગતે જાણીએ.

1. સફરજન :
કોલેસ્ટ્રોલ ઘટાડવામાં સફરજન ખુબ જ લાભદાયી છે. અનેક સંશોધનમાં જાણવા મળ્યું છે કે સફરજનના સેવનથી કોલેસ્ટ્રોલનું લેવલ 40 ટકા જેટલું ઘટી જાય છે. ક્લીવલેન્ડ ક્લિનિકના રિપોર્ટ પ્રમાણે સફરજનમાં રહેલા ફાઇબર અને અન્ય એન્ટી ઓક્સિડેન્ટ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. રોજ બે સફરજન ખાવાથી શરીરને ફાયદો થાય છે. આ સિવાય કેળા, જાંબુ, દ્રાક્ષ અને સ્ટ્રોબેરી ખાવાથી પણ કોલેસ્ટ્રોલ ઘટે છે. 

2. શાકભાજી :
હાઇ કોલેસ્ટ્રોલના દર્દીઓએ શાકભાજીનું વધુ પ્રમાણમાં સેવન કરવું જોઇએ. શાકભાજીમાં રહેલા પોષકતત્વો કોલેસ્ટ્રોલ ઘટાડી હ્યદયને ફાયદો પહોંચાડે છે. શાકભાજીમાં ફુલાવર, કોબીચ, ટમેટા, મરચા, અજમો, ગાજર, પાલક અને ડુંગળીથી ઝડપથી કોલેસ્ટ્રોલ ઘટી જાય છે. આ તમામ શાકભાજીમાં ફાઇબર તથા પ્રોટીન હોય છે જેનાથી કોલેસ્ટ્રોલની સાથે ટ્રાઇગ્લિસરાઇસ પણ ઘટે છે. શાકભાજીનું જ્યુસ પીવાથી પણ ઘણી રાહત થાય છે. 

3. અળસી :
અળસીના બીને કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે રામબામ ઇલાજ તરીકે ઓળખવામાં આવે છે. અળસીના બીજમાં ફાઇબર, ઓમેગા 3 ફેટી એસિડ સહિત અનેક પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. અળસીના બીજ સિવાય અખરોટ, બદામનું સેવન લાભદાયક સાબીત થશે. 

4. સોયાબીન અને તેનાથી બનેલી પ્રોડક્ટ્સ :
કોલેસ્ટ્રોલના દર્દીઓએ સોયાબીન અને તેનાથી બનેલી પ્રોડક્ટ્સનું સેવન કરવું જોઇએ. ટોફુ એક લોકપ્રીય સોયાબીન ફૂડ છે અને સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. સોયાબીન અને ટોફને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે ખુબ જ અસરકારક માનવામાં આવે છે. તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે જેથી શરીરન શક્તિ મળે છે. સોયાબીન મિલ્ક પણ શરીર માટે બેસ્ટ છે. કેટલાક અનાજનું સેવન કરવું પણ કોલેસ્ટ્રોલ સામે ફાયદો અપાવે છે. ઓટમીલને કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે સારું માનવામાં આવે છે. અનાજમાં સોલ્યુબલ ફાઇબર હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં કારગર સાબીત થાય છે, કારણ કે તે કોલેસ્ટ્રોલને ઓગાળી નાખે છે. આ સિવાય ક્વિનોઆ, જઉં, રાઇ અને બાજરો પણ કોલેસ્ટ્રોલ માટે ખુબ જ ફાયદાકારક છે.

અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...