શનિવાર, 1 જુલાઈ, 2023

આજી ડેમ પાસે આપઘાત કરવા ગયેલ શુભમ સુરક્ષિત મળી આવ્યો, વીડિયો બનાવી કહ્યું હતું, 'મમ્મી આઈ લવ, યુ... હું થાકી ગયો છું'

આજી ડેમ પાસે આપઘાત કરવા ગયેલ શુભમ સુરક્ષિત મળી આવ્યો, વીડિયો બનાવી કહ્યું હતું, 'મમ્મી આઈ લવ, યુ... હું થાકી ગયો છું'


રાજકોટના આજીડેમમાં આપઘાત કરવા જનાર શુભમ બગથરીયા નામનો યુવક હેમખેમ મળી આવ્યો છે. આજે યુવક સામેથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચતા બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

  • શુભમ બગથરીયા નામનો યુવક પહોંચ્યો સિવિલમાં 
  • ગઇકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વીડિયો 
  • આત્મહત્યા કરવા જતો હોવાનો વીડિયો કર્યો હતો વાયરલ

રાજકોટથી અત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં આપઘાત કરવા જનાર યુવક હેમખેમ મળી આવ્યો છે. શુભમ બગથરીયા નામનો યુવક સામેથી સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો છે. મહત્વનું છે કે, યુવકે આજીડેમમાં આપઘાત કરવા જતાં પહેલા વીડિયો બનાવ્યો હતો. ગઇકાલે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો હતો. જે બાદ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે 12 કલાક સુધી ડેમમાં શોધખોળ કરી હતી.

સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો શુભમ :
છેલ્લા 24 કલાકથી રાજકોટ સહિત ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બનેલા શુભમ બગથરીયાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં વીડિયો બનાવી આપઘાત કરવા જનાર યુવક હેમખેમ મળી આવ્યો છે. આજે યુવક સામેથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો છે. આજે યુવક સામેથી રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચતા દરેક વિચારમાં મૂકાઈ ગયા હતા. આ અંગની જાણ થતાં જ પોલીસની ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી છે. 


સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વીડિયો :
આપને જણાવી દઈએ કે, CAનો અભ્યાસ કરનારા અને બેન્કિંગ વ્યવહારો સંભાળનારા રાજકોટના 21 વર્ષીય શુભમ બગથરીયાનો આપઘાત કરવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાના કારણે શુભમ બગથરીયાની આજીડેમ ખાતે પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે શોધખોળ શરૂ કરવામાં આવી હતી.


યુવકે વીડીયોમાં શું કહ્યું હતું? :
યુવકે વીડિયોમાં જણાવ્યું હતું કે, મારી પાસે એટલા પાપ થઈ ગયા છે ને કે એ હું શબ્દોમાં બયાન નથી કરી શકતો, આજી નદી છે, હું કૂદું છું, મારી જાન દઉં છું, કોઈનો કાંઇ વાંક નથી. મારા શેઠ બધા સારા હતા, એના 65,000 રૂપિયા, હર્ષના 30,000, અશ્વિનભાઈના 20,000 અને 15,000 એના શેરના ઓનલાઈન તીનપત્તીમાં હું હારી ગયો, એટલે જાન નથી દેતો, કારણ છે કેટલાય, હું જિંદગીથી હવે થાકી ગયો છું, હવે હું સ્યુસાઇડ કરવા માંગુ છું આ નદીમાં. બહુ થઈ ગયું, પપ્પા-મમ્મી આઇ લવ યુ. હસતાં રહેજો, અને બની શકે તો, મને માફ કરી દેજો, અને મારા વગર જિંદગી જીવવાનો ટ્રાય કરજો પ્લીઝ..

અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...