ગુરુવાર, 27 જુલાઈ, 2023

એક દીકરાને ફોન આવ્યો: તમારા પિતાએ તમારી પર કેસ કર્યો છે, અદાલતમાં ગયો તો એવું જાણવા મળ્યું કે…

એક દીકરાને ફોન આવ્યો: તમારા પિતાએ તમારી પર કેસ કર્યો છે, અદાલતમાં ગયો તો એવું જાણવા મળ્યું કે…

એક પિતા ઉમર માં વૃદ્ધ અને શારીરિક રીતે નબળા થઇ ગયા હતા. તે અદાલત માં તેના દીકરા વિરુદ્ધ ફરિયાદ કરવા માટે દાખલ થયા. અને જજ સાહેબ પાસે ગયા. અને કહ્યું કે મારે મારા દીકરા વિરુદ્ધ ફરિયાદ કરવાની છે.

ત્યારે જજ સાહેબે તેને પૂછ્યું કે તમારે કઈ બાબત ની ફરિયાદ છે. ત્યારે એ વૃદ્ધ પિતા એ કહ્યું કે મારે મારા દીકરા ની પાસે થી મહિના નો ખર્ચ જોઈએ છે. ત્યારે જજ સાહેબે કહ્યું કે એ તો તમારો હક્ક છે. એમાં ફરિયાદ કરવાની જરૂર નથી, તમારા દીકરા એ તમને દર મહિને ખર્ચ આપવો જ જોઈએ.


ત્યારે એ વૃદ્ધ પિતા એ કહ્યું કે મારી પાસે રૂપિયા ની કોઈ કમી નથી. અને જીવન નિર્વાહ માટે જરૂર કરતા પણ અનેક ગણા રૂપિયા છે મારી પાસે પરંતુ હું દરેક મહિને મારા દીકરા પાસે થી રૂપિયા મેળવવા માંગુ છું. પછી તે થોડા રૂપિયા કેમ ના હોય? ત્યારે જજ સાહેબ એકદમ આશ્ચર્યચકિત થઇ ગયા અને પૂછ્યું કે તમે આટલા માલદાર છો તો પછી તમારે દીકરા પાસે થી રૂપિયા લેવાની શું જરૂર છે?

ત્યારે એ વૃદ્ધ પિતા એ પોતાના દીકરા નું નામ અને સરનામું આપતા કહ્યું કે જયારે તેને અદાલત માં બોલાવવામાં આવે, ત્યારે આપને બધી વાત ની ખબર પડી જશે. એટલે જજ સાહેબે તેના દીકરા ને બોલાવ્યો અને દીકરો આવતા જજ સાહેબે કહ્યું કે તમારા પિતાજી તમારી પાસેથી દર મહિને પોતાના ખર્ચ ના રૂપિયા મેળવવા માંગે છે.

ત્યારે દીકરો પણ આશ્ચર્ય પામ્યો અને કહ્યું કે મારા પિતાજી પણ બહુ રૂપિયા વાળા છે. અને તેને મારા રૂપિયા ની કોઈ જરૂરત જ નથી પરંતુ જજ સાહેબે કહ્યું કે તે કાયદેસર તમારી પાસે થી રૂપિયા માંગી શકે છે.


અને તેને તમારી પાસે થી તે જોઈએ છે ત્યારે વૃદ્ધ પિતાજી એ કહ્યું કે મારે દર મહિને એકસો રૂપિયા મારા દીકરા ની પાસે થી જોઈએ. અને તે પણ તેના પોતાના હાથે મને આપવા માટે આવે અને તેમાં જરા પણ ઢીલ કરવી નહિ.

અને જજ સાહેબે તરત જ હુકમ કર્યો કે તમારે દર મહિને તમારા વૃદ્ધ પિતા ને એકસો રૂપિયા આપવા માટે જવાનું અને તેમાં ક્યારેય પણ ઢીલ કરવી નહિ. આમ અદાલત નું કામ પૂર્ણ થયું, ત્યારે જજસાહેબે એ વૃદ્ધ માણસ ને પોતાની પાસે બોલાવ્યા.

અને પૂછ્યું કે આટલી નાની કિંમત ના વળતર માટે તમે તમારા દીકરા ને કેમ હેરાન કરો છો? જયારે તમારી પાસે તો ખુબજ સંપત્તિ છે. આટલું સાંભળતા જ એ વૃદ્ધ વ્યક્તિ રડવા લાગી. અને જજસાહેબ ને કહ્યું કે મારા દીકરા ને જોવા માટે હું કેટલા દિવસ થી તરસી રહ્યો હતો.


તે પોતાના કામકાજ માં એટલો વ્યસ્ત રહે છે કે અમે ચાર મહિના થી એકબીજા નું મોઢું પણ જોયું નથી. કે ફોન માં પણ વાત કરી નથી. એક બાપ હોવા ના હિસાબે હું મારા દીકરા ને એકદમ પ્રેમ કરું છું. હવે તે મને દર મહિના ની પહેલી તારીખે એકસો રૂપિયા દેવા ના બહાને મારી પાસે આવશે.

અને હું તેનું મોઢું પણ જોઈ શકીશ. અને બે પાંચ મિનિટ તેને મળી પણ શકીશ. આપણા માં બાપ ને આપણા રૂપિયા ની કશું જરૂર નથી હોતી. તેને આપણા બચપણ માં જે સમય નો ભોગ આપેલો છે.

આપણને મોટા કરવામાં આપણે તેનું કર્જ તો ચૂકવી શકવાના નથી. પણ થોડો સમય કાઢી ને તેની પાસે બેસી અને પ્રેમ અને લાગણી થી વાત પણ કરી લેશું. તો પણ તે હિંમત માં રહેશે અને તેના આશીર્વાદ મળશે બધા હયાત હોય ત્યારે પ્રેમ અને લાગણી થી સાથે રહી લેવું ચાલ્યા ગયા પછી પસ્તાવો કરવા સિવાય કશું જ વધતું નથી.


અને પોતાની જાત ને કદી પણ માફ કરી શકશે નહિ. આથી આપણે બધા એ એક નિયમ બનાવવો જોઈએ. આપણે ગમે એટલા વ્યસ્ત રહેતા હોઈએ પણ સવારે કે રાત્રે થોડો સમય કાઢી ને માં બાપ પાસે બેસી ને તેમને હુંફ આપવી અને આશીર્વાદ લેવા.


જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. અને રસપ્રદ લેખ અને અન્ય ઉપયોગી માહિતી તમારા મોબાઇલ પર મેળવવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થાઓ.


અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...