શનિવાર, 12 ઑગસ્ટ, 2023

શું તમને ક્યારેય વિચાર આવ્યો કે શુક્રવારના દિવસે જ ફિલ્મો રિલીઝ કેમ થાય છે, જાણો શું છે કારણ.

શું તમને ક્યારેય વિચાર આવ્યો કે શુક્રવારના દિવસે જ ફિલ્મો રિલીઝ કેમ થાય છે, જાણો શું છે કારણ.


ફિલ્મોની રિલીઝની વાત કરીએ તો શું તમે ક્યારેય વિચાર્યું છે કે બોલિવૂડમાં મોટાભાગની ફિલ્મો શુક્રવારે (Friday) જ કેમ રિલીઝ થાય છે? શું ફિલ્મ નિર્માતાઓ માત્ર વીકએન્ડને કારણે આવું કરે છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ છે? તો આવો આજે અમે તમને તેની પાછળનું કારણ જણાવીએ.

ભારતમાં શુક્રવારે ફિલ્મો રિલીઝ કરવાનો કોન્સેપ્ટ હોલીવુડમાંથી આવ્યો હતો. હોલીવુડ (Hollywood)માં તેની શરૂઆત 1940ના દાયકાની શરૂઆતમાં થઈ હતી, પરંતુ ભારતમાં આ ટ્રેન્ડ 1960ના દાયકામાં શરૂ થયો હતો. 


પહેલા ભારતમાં ફિલ્મો સોમવારે રિલીઝ થતી હતી :
Scoopwhoopના અહેવાલ મુજબ ભારતમાં શુક્રવારે રિલીઝ થનારી પ્રથમ ફિલ્મ મુગલ-એ-આઝમ હતી. આ ફિલ્મ 5 ઓગસ્ટ, 1960ના રોજ રીલિઝ થઈ હતી. જેણે ઈતિહાસ રચ્યો. આ પછી, શુક્રવાર (Friday)થી ફિલ્મોની રિલીઝની પ્રક્રિયા શરૂ થઈ, જો કે તેની પાછળ અન્ય ઘણા કારણો છે.

આજે શુક્રવાર છે અને  સિનેમાઘરોમાં બે દમદાર ફિલ્મો રિલીઝ થઈ રહી છે. એક તરફ સની દેઓલની ગદર 2 અને બીજી તરફ અક્ષય કુમારની OMG 2, આ બંને ફિલ્મોમાં કોણ કોના પર ભારે પડે તે આજે ખબર પડશે.


શુક્રવારનો દિવસ શુભ માનવામાં આવે છે :
ભારતમાં શુક્રવારનો દિવસ શુભ માનવામાં આવે છે. આ દિવસ માતા લક્ષ્મીનો દિવસ છે. તેથી જ વધુ નિર્માતાઓએ શુક્રવારે જ તેમની ફિલ્મો રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. માત્ર ફિલ્મો જ નહીં, મુહૂર્તના શોટ્સ માટે પણ આ દિવસ નક્કી કરવામાં આવ્યો છે. નિર્માતાઓ માને છે કે જો તેઓ આ દિવસે ફિલ્મો રજૂ કરશે તો તેઓ વધુ સારું પ્રદર્શન કરશે.

તેનો સીધો સંબંધ સપ્તાહાંત સાથે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પણ માનવું છે કે શુક્રવારથી વીકએન્ડ શરૂ થાય છે. આ દિવસે ફિલ્મ રિલીઝ થવા પર, શનિવાર અને રવિવાર એમ સતત બે રજાઓ મળે છે. મોટા ભાગના લોકો વીકએન્ડ પર થિયેટર તરફ જાય છે, જેથી ફિલ્મો સારી કમાણી કરી શકે છે.


બ્લોકબસ્ટર ફિલ્મો જે શુક્રવારે રિલીઝ થાય :
બોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મો જે શુક્રવારે રિલીઝ થઈ અને તેણે કમાણીનાં ઘણા રેકોર્ડ બનાવ્યા. જેમાં આ ફિલ્મોનો સમાવેશ થાય છે.કુછ કુછ હોતા હૈ, હમ આપકે હૈ કૌન, શોલે, દિલવાલે દુલ્હીનિયા લે જાયેંગે, લગાન, દેવદાસ, આવારા, બજરંગી ભાઈજાન, પીકે વગેરે આવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો છે જે શુક્રવારે રિલીઝ થઈ હતી. જો કે એવું જરૂરી નથી કે દરેક નિર્માતા નિર્દેશક શુક્રવારે જ ફિલ્મ રીલીઝ કરે, તે પણ અમુક તહેવાર કે ખાસ દિવસ જોઈને નક્કી કરવામાં આવે છે. જેમ કે મકરસંક્રાતિ, હોળી, 15 ઓગસ્ટ, ઈદ, દિવાળી, નાતાલ વગેરે.

અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...