ગુરુવાર, 28 સપ્ટેમ્બર, 2023

મંદિરમાં પ્રવેશ કરતાં પહેલા પગથિયાં ઉપર માથું શા માટે નમાવવવા આવે છે, સાચી હકીકત ફક્ત ૧% લોકો જ જાણે છે.

મંદિરમાં પ્રવેશ કરતાં પહેલા પગથિયાં ઉપર માથું શા માટે નમાવવવા આવે છે, સાચી હકીકત ફક્ત ૧% લોકો જ જાણે છે.



આપણો દેશ એક ધાર્મિક દેશ છે અને આપણા બધા લોકોની મંદિરો અને પુજા સ્થળમાં ખુબ જ આસ્થા છે. જ્યારે પણ આપણે કોઈ મંદિરમાં દર્શન કરવા માટે જઈએ છીએ તો આપણે પહેલા મંદિરની સીડીઓ ઉપર પોતાનું માથું નમાવીએ છીએ અને ત્યારબાદ આગળ વધીએ છીએ. પરંતુ ઘણા બધા લોકો આવું કરતા નથી. ઘણા બધા લોકોને જાણકારી હોતી નથી કે મંદિરમાં પ્રવેશ કરતા પહેલા મંદિરના પગથિયાં ને શા માટે પ્રણામ કરવામાં આવે છે.

ભારતમાં મંદિરોને એક પવિત્ર સ્થાન માનવામાં આવે છે, જ્યાં વ્યક્તિ ને આત્માથી લઈને આધ્યાત્મિકતા સુધી શુદ્ધિ મળે છે. મંદિરમાં જઈને વ્યક્તિના મનને શાંતિ મળે છે, પરંતુ તે સિવાય પણ ઘણી એવી ચીજો હોય છે જે દરેક વ્યક્તિ અવારનવાર કરતો હોય છે. જેમ કે જ્યારે તમે કોઈ જગ્યાએથી પસાર થઈ રહ્યા હોય અને રસ્તામાં મંદિર અથવા તો કોઈ પણ પુજા સ્થળ જોવા મળે તો તેને જોઈને આપણે ઝુકીને પ્રણામ કરીએ છીએ. 


વળી મંદિરમાં પ્રવેશ કરતા પહેલા મંદિરની સીડીઓને સ્પર્શ કરીને પ્રણામ કરીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે આવું શા માટે કરીએ છીએ. અમુક લોકો તો વડીલો દ્વારા કહેવામાં આવેલી ચીજોને આંખ બંધ કરીને કરતા હોય છે.

મંદિરમાં પ્રવેશ કરતા પહેલા ઘંટડી વગાડવી, પહેલા પગથીયા ને સ્પર્શ કરીને માથા ઉપર લગાવવું, આ અમુક કામ એવા છે જે સદીઓથી એકબીજાની દેખાદેખી જોઈને લોકો કરતા આવી રહ્યા છે. પરંતુ અમુક લોકો જ તેની પાછળનું સાચું કારણ જાણે છે. હવે જરૂરથી તમે પણ વિચારી રહ્યા હશો કે તેની પાછળનું સાચું કારણ શું છે? તો ચાલો તમને તેની પાછળની સાચી હકીકત જણાવીએ.


જે મંદિરમાં ઘંટડી વાગે છે તેને જાગૃત દેવ મંદિર કહેવામાં આવે છે. મંદિરમાં પ્રવેશ કરતા ની સાથે જ આપણે પગથિયા ઉપર પોતાનું માથું નમાવિએ છીએ તેની પાછળ પણ રહસ્ય રહેલું છે. મંદિરના પગથિયાં થી જ મંદિરની પુજા શરૂ થઈ જાય છે. 

જ્યારે આપણે મંદિરના પગથિયાં ઉપર પગ રાખીએ છીએ, ત્યારે આપણે પ્રભુના ચરણોમાં પ્રણામ કરીએ છીએ. આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે. એટલા માટે મંદિરમાં પ્રવેશ કરતા સમયે આપણે પગથિયા ઉપર પોતાનું માથું નમાવીએ છીએ.


હિન્દુ મંદિરોને એક વિશેષ પ્રણાલી અનુસાર બનાવવામાં આવે છે જેના અનુસાર દરેક મંદિરનું નિર્માણ કરવામાં આવેલ હોય છે. મંદિરને બનાવવામાં ઘણા વેદોનું ધ્યાન રાખીને તેનું નિર્માણ કરવામાં આવે છે. જણાવી દઈએ કે હિન્દુ મંદિર વાસ્તુકળા, સ્થાપત્ય વેદ પર આધારિત હોય છે. 

આ વેદ અનુસાર મંદિરને એવી રીતે બનાવવું જોઈએ અથવા તો બનાવવામાં આવે છે કે મંદિરના પ્રવેશ દ્વાર ઉપર દેવતાઓના પગ હોય છે, એટલા માટે મંદિરના પ્રવેશદ્વાર ઉપર રહેલા પગથીયા ઉપર માથું નમાવવામાં આવે છે, જેનો અર્થ હોય છે કે તમે ઈશ્વરના ચરણસ્પર્શ કરી રહ્યા છો. એટલે કે જ્યારે પણ તમે મંદિરમાં પ્રવેશ કરતા પહેલા પગથીયા ઉપર પોતાનું માથું નમાવો છો તો તમારે યાદ રાખવું જોઈએ કે તમે ભગવાનનાં ચરણસ્પર્શ કરી રહ્યા છો.


તેના પરથી સ્પષ્ટ થાય છે કે આપણે પોતાના વિનમ્ર સ્વભાવને દેવતાની સામે પ્રસ્તુત કરવા માટે આવું કરીએ છીએ. મંદિરના પહેલા પગથીયા તમને મુખ્ય મંદિર અને મુર્તિ સાથે જોડે છે. હિન્દુ મંદિરોનું નિર્માણ એક વિશેષ પ્રણાલી અનુસાર કરવામાં આવે છે. એટલા માટે મંદિરના પ્રવેશ દ્વાર ઉપર રહેલા પગથિયાં ઉપર માથું નમાવવામાં આવે છે. જેનો અર્થ છે કે તમે ભગવાનના ચરણસ્પર્શ કરી રહ્યા છો.

હવે વાત કરવામાં આવે મંદિરમાં પ્રવેશ કરતા પહેલા ઘંટડી વગાડવાની તો તેની પાછળ એવું તથ્ય માનવામાં આવે છે કે મંદિરના પ્રવેશ દ્વાર ઉપર લગાડવામાં આવેલી ઘંટડી વગાડવાથી ભગવાનના આશીર્વાદ અને ધનની પ્રાપ્તિ થાય છે. સાથોસાથ જે જગ્યા અને મંદિરોમાં દરરોજ ઘંટડી વાગતી હોય છે, તેને જાગૃત દેવ મંદિર પણ કહેવામાં આવે છે.


અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...