UPI પેમેન્ટ ફેલ થાય અથવા અટકી જાય તો ગભરાશો નહી, આ 5 ટીપ્સને અનુસરો, થઈ જશે ટ્રાંજેક્શન.
ઘણીવાર આપણે પેમેન્ટ કરતાં હોઈએ ત્યારે પેમેન્ટ ફેલ થઈ જાય છે.
UPI પેમેન્ટ ફેલ થવાનું મુખ્ય કારણ ક્યારેક સર્વર ડાઉન હોવાના કારણે પેમેન્ટ થતું નથી.
UPI સિસ્ટમ આવવાથી ભારતીયના જીવનને ઘણુ સરળ બનાવી દીધુ છે. 10 રુપિયાની ચા પીવાની હોય કે 50 હજારનું શોપિંગ કરવાનું હોય. દરેક પ્રકારના પેમેન્ટ સેકન્ડોમા થઈ જાય છે. UPI આવવાથી વધુ એક મહત્વનો લાભ એ થયો છે કે લોકોને પર્સમાં કેસ લઈને ફરવું તેમજ છુટા પૈસાની ઝંઝટ બીલકુલ ખતમ થઈ ગઈ છે.
જો કે હવે ઓનલાઈન પેમેન્ટ માટે વિવિધ કંપનીઓ માર્કેટમાં આવી છે. પરંતુ ઘણીવાર આપણે પેમેન્ટ કરતાં હોઈએ ત્યારે પેમેન્ટ ફેલ થઈ જાય છે અથવા તો અટકી જાય છે. તેના માટે અનેક કારણો જવાબદાર છે પરંતુ જ્યારે પણ આવું થાય ત્યારે પેમેન્ટ પુરુ કરવા માટે કેટલીક ટીપ્સ બતાવીએ છીએ જે અનુસરો એટલે પેમેન્ટ થઈ જશે.
1. ડેઈલી UPI લિમિટ ચેક કરો :
મોટાભાગના પેમેન્ટ ગેટવે પર UPI ટ્રાંજેકશન માટે ડેઈલી લિમિટ હોય છે. UPI ટ્રાંજેક્શન દ્વારા એક વખતમાં વધુમાં વધુ 1 લાખ રુપિયા જ ટ્રાન્સફર કરી શકાય છે. જેમા એક લાખની લિમિટ અથવા 10 ટ્રાંજેક્શન હોય છે. આ બાબત ખાસ ધ્યાનમાં લેવી જોઈએ.
2. UPI ID થી એકથી વધારે બેંક એકાઉન્ટ લિંક કરો :
UPI પેમેન્ટ ફેલ થવાનું મુખ્ય કારણ ક્યારેક સર્વર ડાઉન હોવાના કારણે પેમેન્ટ થતું નથી. આવા સમયે તમારી ID માં એકથી વધારે એકાઉન્ટ સેટ કરવા જોઈએ. જેથી કરીને ઓપ્શન મળે.
3. રિસીવરની ડિટેલ ચેક કરવી :
ક્યારેક એવુ પણ બનતુ હોય છે કે જેમા રિસીવરનું બેંક એકાઉન્ટ ખોટુ હોય અથવા તેનો IFSC કોડ ખોટો હોવાના કારણે પેમેન્ટ થતું નથી. જેના કારણે પેમેન્ટ ફેલ થઈ જતુ હોય છે.
4. UPI પીન બરોબર નાખો :
UPI સિસ્ટમનો ઉપયોગ કરતાં લોકોના એક કરતા વધારે એકાઉન્ટ હોય છે જેમા દરેકના પાસવર્ડ યાદ રહેતા નથી અને પરિણામે પાસવર્ડ ખોટો હોવાથી પેમેન્ટ ફેલ થાય છે. જો તમે પાસવર્ડ ભૂલી જાઓ તો Forget UPI PIN પર ક્લીક કરી UPI પીનને રિસેટ કરી શકો છો.
5. ઈન્ટરનેટ કનેક્શનને ચેક કરો :
કેટલીકવાર ઈન્ટરનેટ કનેક્શનમાં પ્રોબલેમ આવતો હોવાથી પેમેન્ટ થતુ નથી. આવા સમયે તમે જ્યા ઉભા છો ત્યાથી થોડા આગળ- પાછળ થાઓ, જેથી કરીને ફરી કનેક્શન બરોબર આવી જાય. છતા પણ ન થાય તો ફોનને ફ્લાઈટ મોડમાં નાખી કનેક્શનને રિસેટ કરો.
અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહિંયા ક્લિક કરો |
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો