સોમવાર, 2 ઑક્ટોબર, 2023

આજથી બદલાઈ ગયા આ નિયમો, બર્થ સર્ટિફિકેટથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી જાણો શું ફેરફારો કરાયા.

આજથી બદલાઈ ગયા આ નિયમો, બર્થ સર્ટિફિકેટથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી જાણો શું ફેરફારો કરાયા.


NACH એ 18 ઓગસ્ટ 2023ના રોજ SIPની અવધિ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું.

Rules Changed From 1st OCtober : દર મહિનાની પહેલી તારીખે ઘણાં નિયમો બદલાતા હોય છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે. 1 ઓક્ટોબર 2023થી પણ ઘણાં નાણાકીય નિયમોમાં ફેરફાર થઇ રહ્યો છે. આ નિયમોમાં ફેરફારથી જન્મ પ્રમાણપત્ર(Birth Certificate)થી લઈને મ્યુચ્યુઅલ ફંડ(Mutual Fund's SIP)ની SIP પર પણ અસર થશે. આવો જાણીએ આજથી કયા કયા નિયમોમાં ફેરફાર થઇ રહ્યા છે.

1. વિદેશ પ્રવાસ કરતા લોકો માટે ટેક્સ સિસ્ટમ પહેલા જેવી નથી :-

જો તમે વિદેશ ફરવાના શોખીન છો તો આજથી તમારે થોડા વધુ પૈસા ખર્ચ કરવા પડી શકે છે. જો તમે 7 લાખ રૂપિયાથી વધુનું ટૂર પેકેજ લો છો તો તમારે 20 ટકા TCS ચૂકવવો પડશે. જણાવી દઈએ કે મેડિકલ અને ભણતર પા કરવામાં આવતો ખર્ચ આમાં સામેલ નથી.

2. તમારું એકાઉન્ટ સસ્પેન્ડ થઈ શકે છે :-

જો તમે PPF, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ જેવી યોજનાઓમાં રોકાણ કરો છો તો તમારે માટે એક મોટી અપડેટ છે. આ તમામ અકાઉન્ટ સાથે પાન કાર્ડ(PAN Card) અને આધાર કાર્ડ (Aadhar Card) લિંક કરવાની છેલ્લી તારીખ 30 સેપ્ટેમ્બર હતી. જો તમે અત્યાર સુધી પાન અને આધાર કાર્ડ લિંક નથી કરાવ્યા તો દસ્તાવેજો સબમિટ ન થાય ત્યાં સુધી તમારું એકાઉન્ટ સસ્પેન્ડ થઈ શકે છે.

3. જન્મ પ્રમાણપત્ર એક જ દસ્તાવેજ તરીકે માન્ય :-

રજીસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ (અમેંડમેંટ) બિલ-2023 આજથી અમલી બની ગયું છે. જેના કારણે હવેથી જન્મ પ્રમાણપત્ર આધાર કાર્ડ બનાવવા, ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા, મેરેજ રજીસ્ટ્રેશન કરાવવા, સરકારી નોકરીમાં નિમણૂક, મતદાર યાદી અથવા સ્કુલમાં એડમિશન મેળવવા માટે એક જ દસ્તાવેજ તરીકે માન્ય રહેશે.

4. SIP ના નિયમોમાં ફેરફાર :-

આજથી મ્યુચ્યુઅલ ફંડ SIP મહત્તમ 30 વર્ષ માટે જ કરી શકાય છે. પહેલા લાંબા ગાળાના SIPની કોઈ છેલ્લી તારીખ ન હતી. આ નવો નિયમ જુના SIP પર લાગુ નહી થાય. NACHએ 18 ઓગસ્ટ 2023ના રોજ આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું.

5. ડેબિટ-ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર :-

હવે તમારું કાર્ડ આપનારી સંસ્થા તમને પૂછશે કે તમારે કયું કાર્ડ જોઈએ છે. તેમજ તેઓએ એક કરતા વધુ વિકલ્પ પણ આપવાના રહેશે. અગાઉ એવું જોવામાં આવતું હતું કે નવા કાર્ડ અથવા રિન્યુઅલ સમયે કાર્ડ જારી કરતી સંસ્થાઓ જો કોઈ વિકલ્પ પસંદ ન કરે તો રુપે, માસ્ટરકાર્ડ, વિઝા કાર્ડ વગેરેમાંથી કોઈ પણ ઈશ્યુ કરી દેતી હતી. પરંતુ આજથી આવું નહી થાય.


અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...