શનિવાર, 14 ઑક્ટોબર, 2023

પુરુષ બની ગયો મહિલા અને મહિલા બની ગઈ પુરુષ, એકબીજાનાં લિંગ બદલી લીધા પરંતુ બાદમાં જે થયું તેનાં વિશે કોઈએ કલ્પના પણ નહિ કરી હોય.

પુરુષ બની ગયો મહિલા અને મહિલા બની ગઈ પુરુષ, એકબીજાનાં લિંગ બદલી લીધા પરંતુ બાદમાં જે થયું તેનાં વિશે કોઈએ કલ્પના પણ નહિ કરી હોય.


તમે અત્યાર સુધીમાં ઘણી લવ સ્ટોરી સાંભળી હશે પરંતુ આ લવ સ્ટોરી બધાથી અલગ છે. આ એક એવા કપલની કહાની છે, જે પોતાનાં લિંગ પરિવર્તન બાદ લગ્નનાં નિર્ણયથી ચર્ચામાં છે. એક મહિલા જે થોડા વર્ષ પહેલા પુરુષ હતો અને એક પુરુષ જે થોડા વર્ષ પહેલા મહિલા હતી, બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. 

ત્રણ વર્ષ પહેલા તે બંને મુંબઈની એક હોસ્પિટલમાં પોતાનું લિંગ પરિવર્તન કરાવવા આવ્યા હતાં. વળી તે બંનેની પહેલી મુલાકાત પ્રેમમાં બદલાઈ ગઈ. હવે આગામી મહિને તેઓ લગ્નનાં બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.



કેરળનાં રહેવાસી ૪૬ વર્ષનાં આરવ અપ્પુકુટ્ટન મુંબઈમાં એક હોસ્પિટલમાં પોતાનું લિંગ પરિવર્તન કરાવવા ગયા હતા. વળી ૨૨ વર્ષની સુકન્યા કૃષ્ણન પણ પોતાની એપોઈમેન્ટ લઈને આવી હતી. સુકન્યા પ્રમાણે “હું હોસ્પિટલમાં હતી ત્યારે મને એક સંબંધીનો કોલ આવ્યો. જેની સાથે હું મારા સ્વાસ્થ્ય વિશે મલયાલમ ભાષામાં વાત કરી રહી હતી. જ્યારે મેં મારી વાત સમાપ્ત કરી તો આરવ પણ પોતાના ફોન પર કોઈની સાથે એ જ ભાષામાં વાત કરી રહ્યો હતો.



પોતાની વાત સમાપ્ત કર્યા બાદ તે મારી પાસે આવ્યો મને પુછવા લાગ્યો કે શું હું કેરળ થી છું”. તેમનાં પ્રમાણે ડોક્ટરને મળવા માટે ૩-૪ કલાકની રાહ જોવી બંને માટે વરદાન સાબિત થઈ હતી. આ દરમિયાન અમે બંનેએ ઘણી બધી વાતો કરી. અમે અમારી કંપનીને ખુબ જ એન્જોય પણ કરી. અમે એકબીજાનાં ફોન નંબર પણ લીધા અને ઘણા દિવસો સુધી એકબીજા સાથે વાત પણ કરતા રહ્યા.



બાદમાં તે કેરળ ચાલ્યો ગયો અને હું બેંગ્લોર પરત આવી ગઈ જ્યાં હું છેલ્લા બે વર્ષથી નોકરી કરી રહી હતી. એક દિવસ બાદ આરવે મને કોલ કરીને મારી સર્જરી વિશે વાતચીત કરી. શરૂઆતમાં અમે અઠવાડિયામાં એકવાર વાત કરતા હતાં. ખુબ જ જલ્દી અમે દરરોજ વાત કરવા લાગ્યા. બંનેનાં માતા-પિતા એ બાળપણથી જ તેમને કિન્નરોની જેમ ટ્રીટ કર્યા હતાં.



થોડા મહિના બાદ બંનેએ બીજીવાર મુંબઈમાં તે હોસ્પિટલમાં મળવાનો નિર્ણય કર્યો. આરવ પ્રમાણે “મેં વિચાર્યું નહોતું કે અમને આ રીતે પ્રેમ થઇ જશે. અમે બંને એ રિતીરિવાજ સાથે મંદિરમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો. હવે અમારા બંનેનાં પરિવારનાં લોકો પણ આ નિર્ણયથી ખુબ જ ખુશ છે. અમે એક બાળકને દત્તક લેવાનો પણ નિર્ણય કર્યો છે. જોકે અમને ખબર છે કે સર્જરી બાદ હવે હું ક્યારેય માતા બની શકીશ નહિ.

અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...