ક્યારેય પણ કોઈની પાસેથી મફતમાં પણ ના લેતા આ વસ્તુઓ નહિતર જીવનમાં આવી શકે છે ગરીબી, માતા લક્ષ્મી હંમેશા માટે છોડી દેશે તમારો સાથ. જાણો અહીંયા.
કહેવાય છે કે જો વાસ્તુદોષ જીવનમાં ઘર બનાવી લે છે તો વ્યક્તિને ઘણા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. હવે સવાલ એ ઉઠે છે કે આખરે વાસ્તુદોષ કેવી રીતે લાગે છે.
વાસ્તુદોષ લાગવાનાં ઘણા બધા કારણો હોય શકે છે અથવા તો લોકો એવું માને છે કે ઘરમાં રાખવામાં આવેલા સામાનને ખોટી રીતે રાખવાથી વાસ્તુદોષ લાગે છે પરંતુ આ સિવાય પણ અમુક એવી વસ્તુઓ હોય છે, જેની જાણકારી વ્યક્તિ પાસે ના હોવાનાં કારણે પણ વાસ્તુદોષ લાગે છે.
અહી અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. અમુક એવી વસ્તુઓ વિશે, જેને મફતમાં લેવાથી આપણા જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ વધી જાય છે.
મીઠું ( નમક ) :
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠા નો સંબંધ શનિદેવ સાથે માનવામાં આવે છે. કહેવાય છે કે તેને કોઈની પાસેથી પણ ઉધાર ના લેવું જોઈએ. જો તમે તમારા કોઈ પાડોશી પાસેથી પણ મીઠું લઈ રહ્યા છો તો તેનાં બદલામાં તેને કોઈ અન્ય વસ્તુ કે પૈસા આપી દો. કહેવાય છે કે ફ્રી માં મીઠું લેવાથી જીવનમાં નકારાત્મકતા આવે છે. તેનાથી રોગ અને કરજની સમસ્યા વધી જાય છે.
સોય :
કોઈની પાસેથી સોય પણ મફતમાં ના લેવી જોઈએ. તેનાથી જીવનમાં મુશ્કેલીઓ વધે છે. ઘર-પરિવારમાં કલેશ રહેવા લાગે છે. કોઈની પાસેથી મફતમાં સોય લેવાથી વ્યક્તિ ઘણા પ્રકારની આર્થિક પરેશાઓથી પણ ઘેરાઈ જાય છે.
રૂમાલ :
ક્યારેય પણ જરુર પડવા પર કોઈની પાસેથી મફતમાં પણ રૂમાલ ના લેવો જોઈએ. જો તમારે કોઈ કારણસર રૂમાલ લેવો પડે છે તો તેનાં બદલામાં તેને કોઈ અન્ય વસ્તુ કે પૈસા જરૂર આપો. મફતમાં રૂમાલ લેવાથી ઘર-પરિવારનાં લોકો વચ્ચે સંબંધ ખરાબ થવા લાગે છે.
લોખંડ અને તેલ :
લોખંડ અને તેલ આ બન્ને વસ્તુ શનિદેવ સાથે જોડાયેલી છે. જો તમે કોઇની પાસેથી ફ્રી માં લોખંડ કે તેલ લો છો તો એવી માન્યતા છે કે તમે શનિદેવનું દાન લીધું છે. તેવામાં તમારા જીવનમાં ઘણા પ્રકારનાં કષ્ટો ઉત્પન્ન થવા લાગે છે. વિશેષ રીતે શનિવારનાં દિવસે લોખંડ ના લેવું જોઈએ. તેની સાથે જ સરસવનું તેલ પણ હંમેશા પોતાનાં પૈસાથી ખરીદીને ઘરમાં લાવવું જોઈએ.
અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહિંયા ક્લિક કરો |
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો