પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં પતિ-પત્નીને મળશે ૫૯,૪૦૦ રૂપિયા, આવી રીતે મેળવી શકો છો લાભ.
સેવિંગ માટે પોસ્ટ ઓફિસ એક બેસ્ટ ઓપ્શન છે. પોસ્ટ ઓફિસ તરફથી એક ખાસ સ્કીમ ચલાવામાં આવી રહી છે, જેના દ્વારા પતિ અને પત્ની બંને મળીને વાર્ષિક ૫૯,૪૦૦ રૂપિયાની કમાણી કરી શકે છે. આ સ્કીમ નું નામ પોસ્ટ ઓફિસ મંથલી સેવિંગ સ્કીમ છે, જેના દ્વારા તમારી દર મહિને ફિક્સ આવક થઈ જશે. જો મંથલી આવકની વાત કરવામાં આવે તો તેમાં તમને દર મહિને ૪,૯૫૦ મળે છે.
પોસ્ટ ઓફિસ મંથલી સેવિંગ સ્કીમમાં પતિ પત્ની મળીને દર મહિને કમાણી કરી શકે છે. તમે તેમાં જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે તમને આ સ્કીમમાં ડબલ ફાયદો કેવી રીતે મળશે.
વાર્ષિક થશે આટલી આવક :
આ સ્કીમમાં જોઈન્ટ એકાઉન્ટ દ્વારા તમને બમણો લાભ મળી શકે છે. આજે અમે તમને આ ખાસ સ્કીમ વિશે સંપુર્ણ જાણકારી આપવાના છીએ કે કેવી રીતે જોડાઈને પતિ પત્ની આ સ્કીમ દ્વારા ૫૯,૪૦૦ રૂપિયા સુધીની વાર્ષિક કમાણી કરી શકે છે.
શું છે મંથલી સેવિંગ સ્કીમ :
મંથલી સેવિંગ સ્કીમ માં ખોલવામાં આવેલ એકાઉન્ટ અને સિંગલ અથવા જોઈન્ટ બંને રીતે ખોલી શકાય છે. વ્યક્તિગત ખાતું ખોલતા સમયે તમે આ સ્કીમમાં ઓછામાં ઓછા ૧,૦૦૦ રૂપિયા અને વધુમાં વધુ ૪,૫૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કરી શકો છો. પરંતુ જોઈન્ટ એકાઉન્ટમાં તમે વધુમાં વધુ ૯,૦૦,૦૦૦ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. આ યોજના રીટાયર્ડ કર્મચારીઓ અને સિનિયર સિટીઝન માટે ખુબ જ ફાયદાકારક છે.
શું ફાયદા મળે છે :
મંથલી સેવિંગ સ્કીમ ની સૌથી સારી વાત એ છે કે બે અથવા ત્રણ લોકો મળીને પણ જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ એકાઉન્ટના બદલામાં મળવા વાળી આવકને દરેક મેમ્બરને એકસરખી આપવામાં આવે છે. જોઈન્ટ એકાઉન્ટ ને ક્યારેય પણ સિંગલ એકાઉન્ટમાં કન્વર્ટ કરાવી શકો છો. સિંગલ એકાઉન્ટને પણ જોઈન્ટ એકાઉન્ટમાં કન્વર્ટ કરાવી શકો છો. એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો બદલાવ કરવા માટે બધા એકાઉન્ટ મેમ્બર ની જોઈન્ટ એપ્લિકેશન આપવાની રહેશે.
આ પોસ્ટ પણ વાંચો : પોસ્ટ ઓફિસની આ સ્કીમ માલામાલ કરી દેશે, દરરોજ ફક્ત ૫૦ રૂપિયાનું રોકાણ કરીને ૩૫ લાખ મેળવો, જાણો સ્કીમ વિશે.
કેવી રીતે કામ કરે છે આ યોજના :
તમને જણાવી દઈએ કે સ્કીમમાં તમને હાલના સમયમાં ૬.૬ ટકા નાં દરથી વાર્ષિક વ્યાજ મળે છે. સ્કીમ અંતર્ગત તમારી કુલ જમા રકમ પર વાર્ષિક વ્યાજના હિસાબથી રિટર્નનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. તેમાં તમારું કુલ રિટર્ન વાર્ષિક આધાર પર હોય છે, એટલા માટે દર મહિના ના હિસાબ થી ૧૨ હિસ્સામાં તેને વહેંચવામાં આવે છે. આ એક હિસ્સો તમે દર મહિને પોતાના ખાતામાં મંગાવી શકો છો. જો તમારે મંથલી બેસિસ ઉપર તેની જરૂરિયાત નથી, તો મુળ રકમમાં આ રકમ પણ જોડીને તેની ઉપર વ્યાજ મળે છે.
ઉદાહરણથી સમજો કેવી રીતે થશે આવક :
માની લો કે કોઈ પતિ પત્નીએ આ સ્કીમ અંતર્ગત જોઈન્ટ એકાઉન્ટમાં ૯ લાખ રૂપિયાનું રોકાણ કરેલ છે. ૯ લાખ રૂપિયાની રકમ ઉપર ૬.૬ ટકા વ્યાજ દરથી વાર્ષિક ૫૯,૪૦૦ મળશે. જો તેને ૧૨ હિસ્સામાં વહેંચવામાં આવે તો મંથલી ૪,૯૫૦ થશે, એટલે કે મંથલી ૪,૯૫૦ તમે દર મહિને પોતાના ખાતામાં મંગાવી શકો છો. વળી તમારી મુળ રકમ સંપુર્ણ રીતે સુરક્ષિત રહેશે. તમે ઈચ્છો તો સ્કીમને પાંચ વર્ષ બાદ વધુ પાંચ વર્ષ માટે લંબાવી શકો છો.
અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહિંયા ક્લિક કરો |
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો