કરિયરમાં ઉતાર-ચઢાવ તો આવતા જ રહે છે પરંતુ જ્યોતિષશાસ્ત્રનાં જાણકારોનું માનવાનું છે કે સારું કરિયર અને સંઘર્ષથી બચવા માટે આપણે આપણી જન્મતારીખ એટલે કે બર્થ-ડેટ પરથી કરિયરનાં ક્ષેત્રની પસંદગી કરવી જોઈએ. જ્યોતિષશાસ્ત્રનાં જાણકરો પ્રમાણે તો દરેક વ્યક્તિનાં જન્માંકનો સંબંધ કોઈને કોઈ ગ્રહ સાથે હોય છે. આ ગ્રહ વ્યક્તિનું ભવિષ્ય અને કરિયર પણ નક્કી કરે છે. અંક જ્યોતિષશાસ્ત્રમાં જન્મતારીખ દ્વારા તમે તમારા માટે ઉત્તમ કરિયરનાં ક્ષેત્રને પસંદ કરી શકો છો કારણ કે યોગ્ય કરિયર પસંદ કરીને જ તમે સફળતા મેળવી શકો છો.
૧,૧૦,૧૯ કે ૨૮ તારીખે જન્મેલા લોકો માટે
જો તમારો જન્મ દિવસ કોઈપણ મહિનાની ૧,૧૦,૧૯ કે ૨૮ તારીખે હોય તો…
તમારા જન્માંકનો સંબંધ સુર્ય સાથે હોય છે.
તમારા માટે શાસન, પ્રશાસન, ચિકિત્સા અને રાજકારણનું ક્ષેત્ર લાભકારી રહેશે.
સુર્યદેવની ઉપાસના કરવાથી તમને કરિયરમાં વધારે સફળતા મળશે.
જો તમારો જન્મદિવસ ૨, ૧૧, ૨૦ કે ૨૯ તારીખ હોય છે તો…
તમારો જન્મનો સંબંધ ચંદ્રમા સાથે હોય છે.
તમારા માટે કળા, ફિલ્મ, ચિકિત્સા, નેવી, શિક્ષણ અને ખાણીપીણીનાં ક્ષેત્ર ઉત્તમ રહેશે.
કરિયરમાં સફળતા માટે તમારે શિવજીની ઉપાસના કરવી જોઈએ.
૩ અંક વાળા લોકોએ પસંદ કરવું કરિયરનું આ ક્ષેત્ર
જો તમારો જન્મદિવસ કોઈપણ મહિનાની ૩, ૧૨, ૨૧ કે ૩૦ તારીખે આવે છે તો…
તમારા જન્માંકનો સંબંધ બૃહસ્પતિ સાથે હોય છે.
તમારા કરિયર માટે શિક્ષા, ધર્મ અને કાયદાનું ક્ષેત્ર વિશેષ લાભકારી રહેશે.
કરિયરમાં સફળતા માટે તમારે શ્રી હરી ની ઉપાસના કરવી જોઈએ.
શિવજીની ઉપાસના આ અંકવાળા લોકો ને અપાવશે સફળતા
જો તમારો જન્મદિવસ કોઈપણ મહિનાની ૪, ૧૩, ૨૨ કે ૩૧ તારીખે થયો છે તો તમારો મુળાંક ૪ છે
તમારા જન્માંકનો સંબંધ રાહુ સાથે છે.
તમારા માટે કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, જ્યોતિષ અને માર્કેટિંગનાં ક્ષેત્ર ઉત્તમ રહેશે.
કરિયરમાં સફળતા માટે શિવજીની ઉપાસના વિશેષ લાભકારી રહેશે.
જો તમારો જન્મદિવસ ૫, ૧૪ કે ૨૩ તારીખે છે તો…
તેવામાં તમે એ વાતનું ધ્યાન રાખવું કે તમારા જન્માંકનો સંબંધ બુધ સાથે છે.
તમારા માટે બેન્કિંગ, ફાઇનાન્સ, માર્કેટિંગ અને કોમર્સનાં ક્ષેત્ર ઉત્તમ રહેશે.
કરિયરમાં સફળતા મેળવવા માટે ગણપતિજીની ઉપાસના કરો.
જો તમારો જન્મદિવસ ૬, ૧૫ કે ૨૪ તારીખ છે તો…
તમારા જન્માંકનો સંબંધ શુક્ર સાથે હોય છે.
તમારા માટે ફિલ્મ, મીડિયા, ચિકિત્સા, રસાયણ, આભુષણ, સૌંદર્યનાં ક્ષેત્ર ઉત્તમ રહેશે.
કરિયરમાં સફળતા માટે માતા લક્ષ્મીની ઉપાસના કરો.
આ મુળાંક વાળા લોકોએ આ ક્ષેત્ર પસંદ કરવું
જાણકારો પ્રમાણે જન્માંક ૭, ૧૬ કે ૨૫ વાળા લોકો માટે અમુક પસંદગીનાં ક્ષેત્રમાં કરિયર બનાવવું ઉત્તમ રહેશે.
તમારા જન્માંકનો સંબંધ કેતુ સાથે હોય છે.
તમારા માટે એન્જિનિયરિંગ, ટેકનીક, મેનેજમેન્ટ કે મુસાફરી નું ક્ષેત્ર સારું રહેશે.
કરિયરમાં સફળતા માટે તમારે શિવજીની ઉપાસના કરવી જોઈએ.
જો શનિ અને મંગળનો તમારો જન્માંક છે તો…
જો તમે જીવનમાં કંઈક મોટું અને સાર્થક કરવા માંગો છો તો તમારા જન્માંકનાં અનુકુળ કરિયરની પસંદગી તમને સફળતાની ટોચ પર પહોંચાડી શકે છે. શનિનો અંક ૮ છે અને મંગળનો અંક ૯ છે.
જો તમારો જન્મદિવસ ૮, ૧૭ કે ૨૬ તારીખે છે તો તમે આ કરિયરની પસંદગી કરી શકો છો.
તમારા જન્માંકનો સંબંધ શનિ સાથે છે.
તમારા માટે ફેક્ટરી, ઇન્ડસ્ટ્રી, લોખંડ, કોલસા, શિક્ષણ અને કાયદાનાં ક્ષેત્ર ઉત્તમ રહેશે.
કરિયરમાં સફળતા માટે તમારે શનિદેવની ઉપાસના કરવી જોઈએ.
૯, ૧૮ કે ૨૭ તારીખે તમારો જન્મદિવસ આવે છે તો…
તમારા જન્માંકનો સંબંધ મંગળ સાથે હોય છે. તમારા માટે સેના, પોલીસ, પ્રશાસન, ફેક્ટરી, જમીન અને પરિશ્રમ વાળા ક્ષેત્ર ઉત્તમ રહેશે.
કરિયરમાં સફળતા મેળવવા માટે તમારે હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ.
અંક જ્યોતિષનાં જાણકારોનું માનવાનું છે કે જે લોકો પોતાના જન્મનાં અનુકુળ ક્ષેત્રમાં કરિયર બનાવે છે, તેમની પ્રગતિ ખુબ જ ઝડપથી થાય છે. એવા લોકોને ઓછી ઉંમરમાં જ મોટી સફળતા મળી જાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો