શુક્રવાર, 25 નવેમ્બર, 2022

ગીતા બેન રબારીએ કહ્યું મને જીવનમાં બધું મળ્યું છે પણ આ એક વસ્તુની મોટી ખોટ રહી ગઈ.


ગુજરાતના લોકપ્રિય સિંગર ગીતા રબારીને તો તમે જાણતા જ હશો. ગીતા બેન રબારીએ પોતાના અવાજથી આખા ગુજરાતના લોકોનું દિલ જીતી લીધું છે. ગીતા બેન રબારીના પરિવારમાં માતા પિતા અને બે નાના ભાઈ હતા.

પરંતુ તેમનું અકાળે અવસાન થયું હતું. આજે ગીતા બેન રબારીના કોઈ સગા ભાઈ નથી. આ વિષે તેમને સોસીયલ મીડિયા પર પોતાની વાત કરી મૂકી હતી.

ગીતા બેન રબારીએ આ વીડિયોમાં કહ્યું કે હું નાનપણથી મોટી થઇ ત્યારથી એક જ વાતની ખામી રહી કે મારો કોઈ સાગો ભાઈ નથી. ભાઈની ખોટ તેને જ ખબર પડે જેને ભાઈ ન હોય. આ વાતનું મને ખુબજ દુઃખ થતું હતું કે મારે કોઈ ભાઈ નથી. પછી હું સંગીતના ક્ષેત્રમાં આવી અને માતજીએ મને આ લાઈનમાં ખ્યાતિ આપી અને સારું નામ આપ્યું છે.

ઘણી ખ્યાતિ આપી છે. સગા કરતા પણ સવાયા ભાઈઓ આપ્યા છે. હું જો વાત કરું તો મારા 23 થી 24 રાખડી ભાઈઓ છે અને મારા બધા ભાઈઓએ મને ખુબજ સપોર્ટ કર્યો છે અને ટેકો આપ્યો છે અને મને ખુબજ પ્રેમ કરે છે. આજે માતાજીએ મને આ સંગીત ક્ષેત્રમાં જે સફળતા આપી છે. એનાથી ખુબજ તેમનો આભાર માનુ છુ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...