દરરોજ મંદિર જવાના ફાયદા: લાખો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ નહીં મળે. જાણો અહીંયા.
જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે ત્યારે આપણે સૌથી પહેલા ભગવાનને યાદ કરીએ છીએ અને તેમની પાસે દોડીએ છીએ. ભગવાનની પ્રાથના કરીએ છીએ અને તેમની મદદની ભીખ માંગીએ છીએ. ફરક એટલો જ છે કે કેટલાક લોકો ઘરે ભગવાનને યાદ કરે છે, તો કેટલાક લોકો મંદિરે જાય છે.
આ પણ વાંચો : શું તમને ખબર છે કે મંદિરની અંદર પ્રવેશતા પહેલા ચપ્પલ કેમ બહાર કાઢવામાં આવે છે. જાણો અહીંયા.
મંદિરમાં જવાથી માત્ર શાંતિનો અહેસાસ જ નથી થતો પરંતુ ભગવાનની નજીક હોવાનો અહેસાસ પણ થાય છે. હિન્દુ ધર્મમાં મંદિરમાં જવું ખૂબ શુભ અને લાભકારી માનવામાં આવે છે. આજે અમે તમને દરરોજ મંદિર જવાના કેટલાક ખૂબ જ રસપ્રદ ફાયદાઓ વિશે જણાવીશુ.
- બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને મંદિર જવાથી બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનનો સંચાર થાય છે અને મનમાં વિસ્તરણ થાય છે.
- ઉગતા સૂર્યના સમયે મંદિરમાં જવાથી સૂર્યની લાલિમા તમારા શરીર પર પડે છે, જેનાથી શરીરમાં ઉર્જા અને તેજનો વિકાસ થાય છે.
- મંદિરમાં નિયમિત દર્શન કરવાથી મનમાં શાંતિ સ્થાપિત થાય છે અને કોઈપણ પ્રકારનો ભય દૂર થાય છે.
- રોજ નિયમિત રીતે મંદિર જવાથી વિચાર સકારાત્મક બને છે અને નકારાત્મકતા દૂર થાય છે.
- રોજ નિયમિત રીતે મંદિરમાં જવાથી માનસિક વિકાસ થાય છે અને બુદ્ધિ બળવાન બને છે.
- દરરોજ નિયમિત રીતે મંદિરમાં જવાથી વ્યક્તિની અંદરની ક્ષમતા વધે છે અને તે નિર્ભયતાથી સંકટનો સામનો કરે છે.
- દરરોજ નિયમિતપણે મંદિરની મુલાકાત લેવાથી ભગવાનની નજીક આવવામાં પણ મદદ મળે છે અને વ્યક્તિનું મન આધ્યાત્મિકતા તરફ રહે છે.
- જ્યારે આપણે નિયમિત મંદિરમાં જઈને આધ્યાત્મિકતા તરફ આગળ વધીએ છીએ, ત્યારે આપણે ખોટા કાર્યોથી દૂર રહીએ છીએ.
- દરરોજ નિયમિત રીતે મંદિરમાં જવાથી સંકલ્પ શક્તિ વધે છે અને નિર્ણય લેવાની ક્ષમતા પણ વધે છે.
- દરરોજ નિયમિત રીતે મંદિરમાં જવાથી મન ભાગવત ભજનમાં વ્યસ્ત રહે છે, જેનાથી હૃદયને આનંદ મળે છે.
- દરરોજ નિયમિત રીતે મંદિરમાં જઈને આપણે સત્કર્મ, સદવચન અને સાત્વિકના નિયમોનું પાલન કરીએ છીએ.
તો આ હતા મંદિર જવાના ફાયદા. જો તમે પણ મંદિરે જતા નથી તો, શરુ કરી દેવું જ હોઈએ. આવા વધુ લેખો વાંચવા માટે તમારી પોતાની વેબસાઈટ માહિતીસેતુ સાથે જોડાયેલા રહો.
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો