શનિવાર, 24 જૂન, 2023

કોલ્ડડ્રિંક્સ પીધા પછી ૬૦ સેકન્ડની અંદર શરીરમાં શું થાય છે, સાચી માહિતી ઓછા લોકો જાણે છે.

કોલ્ડડ્રિંક્સ પીધા પછી ૬૦ સેકન્ડની અંદર શરીરમાં શું થાય છે, સાચી માહિતી ઓછા લોકો જાણે છે.

ઘણા લોકોનાં ઘરનાં ફ્રીજમાં જો તમે ધ્યાન આપશો તો કોલ્ડ્રીંક જરૂરથી જોવા મળશે. ઘર, ઓફિસ થી લઈને લોકો પાર્ટી ફંકશનમાં પણ કોલ્ડ્રીંક્સ પીવાનું પસંદ કરે છે. યુવાનોમાં તો તેનો ખાસ ક્રેઝ જોવા મળે છે. જોકે આ કોલ્ડ્રિંક્સ ની શરીર ઉપર ખુબ જ ખરાબ અસર પડે છે. હેલ્થ લાઈન નાં રિપોર્ટ અનુસાર કોલ્ડ્રીંક્સ તમારા વજનને વધારી શકે છે, લીવરને પણ નુકસાન પહોંચાડી શકે છે અને તે સિવાય તમારા મેટાબોલિઝમને પણ ડિસ્ટર્બ કરી શકે છે અને ઇન્સ્યુલિનની સમસ્યા ને પણ વધારી શકે છે.
 

તે સિવાય તે ડાયાબિટીસ ટાઈપ-૨ નું કારણ પણ બની શકે છે. તો ચાલો જાણીએ કે કોલ્ડ્રીંક્સ નું સેવન કરવા પર તમારા શરીર પર શું અસર થાય છે.

વજનમાં વધારો :
જો તમે કોલ્ડ્રિંકનું સેવન વધારે કરો છો તો તમારું વજન ઝડપથી વધી શકે છે. તમને જણાવી દઈએ કે કોલ્ડ્રીંક માં સુગર ખુબ જ વધારે હોય છે. સુગરનું સેવન વધવાથી ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે. એક ગ્લાસ કોલ્ડ્રીંક્સ માં ૮ થી ૧૦ ચમચી સુગર હોય છે. આવી રીતે કોલ્ડ્રીંકનું સેવન કરીને તમે સુગરને પોતાની ડાયટમાં ઉમેરો છો. જે કોઈપણ રીતે આપણા સ્વાસ્થ્ય માટે સારી હોતી નથી. તમને જણાવી દઈએ કે ૧ ગ્લાસ કોલ્ડ્રીંકમાં લગભગ ૧૫૦ કેલરી હોય છે. દરરોજ આટલી કેલરીનું સેવન તમારું વજન વધારે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી કરે છે.

ફેટી લીવરની સમસ્યા :
કોલ્ડ્રીંકનું સેવન કરવાથી તમને ફેટી લીવરની સમસ્યા પણ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે કોલ્ડ્રીંકમાં બે પ્રકારની સુગર મળી આવે છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. ગ્લુકોઝ શરીરમાં તુરંત ઓબ્ઝર્વ અને મેટાબોલાઈઝ થઈ જાય છે. વળી બીજી તરફ ફ્રુક્ટોઝ ફક્ત લીવરમાં જમા થાય છે. તેવામાં જો તમે દરરોજ કોલ્ડ્રીંકનું સેવન કરો છો તો ફ્રુક્ટોઝ તમારા લીવરમાં વધારે માત્રામાં જમા થઈ જાય છે અને લીવર ઉપર અસર કરે છે. તેનાથી લીવર સાથે જોડાયેલી સમસ્યાઓ ઉભી થવા લાગે છે.


ડાયાબિટીસની સમસ્યા :
જેમ કે અમે જણાવ્યું કે કોલ્ડ્રીંકમાં સુગરની માત્રા ખુબ જ વધારે હોય છે, તેવામાં કોલ્ડ્રીંકનું સેવન કરવું ડાયાબિટીસની સમસ્યાને પણ આમંત્રણ આપે છે. જણાવી દઈએ કે કોલ્ડ્રીંક શરીરમાં સુગરને તુરંત સ્પાઇક કરે છે, જેનાથી ઇન્સ્યુલિન ઝડપથી રિલીઝ થાય છે. જો તમે ઇન્સ્યુલિન હોર્મોને વારંવાર ડિસ્ટર્બ કરશો તો તેનાથી નુકસાન થશે.

દાંત ઉપર અસર :
તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ વાત બિલકુલ સાચી છે કે કોલ્ડ્રીંકનું સેવન જો આપણે વધારે કરીએ છીએ તો તેની અસર આપણા દાંત ઉપર પણ પડે છે. કોલ્ડ્રીંક માં ફોસ્ફોરિક એસિડ અને અન્ય ઘણા પ્રકારના એસિડ મળી આવે છે, જે આપણા દાંતને નુકસાન પહોંચાડે છે.


કિડની પર પડે છે ખરાબ અસર :
એક સાથે વધારે માત્રામાં શુગર શરીરમાં જવાથી બધા જ સ્નાયુ સુગરનો ઉપયોગ કરી શકતા નથી, એટલા માટે કીડની આ સુગરને ફિલ્ટર કરીને પેશાબના રસ્તાથી શરીરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવા લાગે છે. તેનાથી તમને વધારે પેશાબ લાગે છે અને તમારા શરીરમાં પાણીનું લેવલ ઘટવા લાગે છે. એટલું જ નહીં આ સમગ્ર પ્રક્રિયામાં તમારી કિડનીને સામાન્ય કરતાં અનેક ગણી વધારે મહેનત કરવી પડે છે, જેના કારણે કોલ્ડ્રિંકનું સેવન કિડનીને નુકસાન પહોંચાડે છે.

અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...