હાલના પાકિસ્તાન ખાતે આવેલા આ મંદિરમાં શા માટે પાંડવોને મળ્યો હતો દંડ, આ વાતની જાણ મોટાભાગનાં લોકોને નથી.
કટાસ રાજ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ઉત્તરી ભાગમાં ચકવાલ જિલ્લામાં પોઠોહારનાં પઠારી ક્ષેત્રમાં કોહ પર્વત નામની શૃંખલામાં સ્થિત હિન્દુઓનું પ્રસિદ્ધ તીર્થસ્થાન છે. અહીંયા એક પ્રાચીન શિવ મંદિર છે. આ મંદિર સિવાય અહીંયા અન્ય ઘણા મંદિરોની શૃંખલાઓ છે. આ બધા મંદિર ૧૦મી શતાબ્દીનાં જણાવવામાં આવે છે.
એક લોક વાયકા પ્રમાણે કહેવામાં આવે છે કે જ્યારે માતા પાર્વતી સતી થયા તે સમયે ભગવાન શિવની આંખોમાંથી ટપકેલા આંસુઓ માંથી તે સરોવર બન્યું હતું. જેમાં સુકાઈ રહેલા પાણીને લઈને પાકિસ્તાનની કોર્ટમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને આ સ્થાન ચર્ચામાં આવ્યું હતું.
આ સ્થાનનું છે ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ :
લોકોનું માનવામાં આવે તો આ દેવસ્થાન હજારો વર્ષ જુનું છે. અહીંયા સ્થિત મંદિર વિશે માન્યતા છે કે તેનું નિર્માણ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ જ કરાવ્યું હતું અને અહીંયા શિવલિંગની સ્થાપના તેમના હાથે કરવામાં આવેલી હતી.
આ સ્થાન પર મૌર્ય સમ્રાટ અશોકના સ્તંભ પણ બનાવવામાં આવ્યા હતા. સાથોસાથ ચોથી શતાબ્દીમાં ભારત યાત્રા પર આવેલા ચીની યાત્રી ફાહિયાને પણ પોતાની યાત્રા વૃતાંતોમાં સ્થાનનો ઉલ્લેખ કરેલ છે.
શિખ ગુરુ નાનક દેવજી એ પણ આ સ્થાનને ખુબ જ પ્રિય જણાવેલ છે. તેની આસપાસ ખોદકામ દરમિયાન ૬૦૦૦ થી ૭૦૦૦ ઈશા પુર્વની સભ્યતાઓના અવશેષ મળી રહ્યા છે.
અહીંયા યક્ષ એ યુધિષ્ઠિરને પ્રશ્ન પુછ્યા હતા :
કહેવામાં આવે છે કે મહાભારતકાળમાં પાંડવો વનવાસનાં દિવસોમાં આ પહાડોમાં અજ્ઞાતવાસ દરમિયાન આવ્યા હતા અને આ એ જ કુંડ છે જ્યાં પાંડવો તરસ લાગવા પર પાણીની શોધમાં પહોંચ્યા હતા. કુંડ પર એક યક્ષ નો અધિકાર હતો.
પાણીની તલાશમાં જ્યારે નકુલ, સહદેવ, ભીમ અને અર્જુન સહિત ચારે ભાઈ આ કુંડ પર આવ્યા અને યક્ષ એ તેમને અવાજ આપ્યો હતો અને કહ્યું હતું કે આ પાણી પર તેનો અધિકાર છે. પાણી લેવું હોય તો તેમણે પહેલા તેના પ્રશ્નોના જવાબ આપવા પડશે. કોઈપણ પાંડવ તેના પ્રશ્નોનો ઉત્તર આપી શક્યો નહીં અને પાણી પીવાની કોશિશ કરવા પર યક્ષ એ તેમને મુર્છિત કરી દીધા હતા.
અંતમાં ચારેય ભાઈઓને શોધતા શોધતા યુધિષ્ઠિર અહીંયા પહોંચ્યા અને ચારેય ભાઈઓને મુર્છિત પડેલા જોઈને પુછ્યું કે આ કોણે કર્યું છે? ત્યારે યક્ષ એ સમગ્ર વાત જણાવી તો યુધિષ્ઠિરે કહ્યું હતું કે તેઓ ઉત્તર આપવા માટે પ્રસ્તુત છે. ત્યારે યક્ષ એ તેમને ચર્ચિત પ્રશ્ન પુછ્યા અને ચારે ભાઈઓને જીવિત કરીને તેમને ધર્મરાજ નું નામ આપ્યું હતું.
અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહિંયા ક્લિક કરો |
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો