બેટા, તને પ્રેમ કરતા રોકી તો નહીં શકું પણ પ્રેમીને ઓળખતા ચોક્કસ જ શીખવી શકું !
શ્રધ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માનો એની દીકરીને પત્ર
પ્રિય દિકરી,
આપણી વચ્ચે એક ડિલ છે-જે વાત આપણે એકબીજાને સામ-સામે બેસીને કહી શકતા નથી અથવા તો સમજાવી શકતા નથી-એ એકબીજાને લખીને આપવાની. આમ તો-આજે હું તને જે વાત કહેવા જઇ રહી છું એ સામે બેસીને સમજાવી શકું એમ છું-પણ મારે તને લખીને આપવી છે.
છેલ્લા થોડા દિવસોથી તને એવી ફરિયાદ છે કે હું અને તારા પપ્પા-તને બહુ સવાલો પૂછી રહ્યા છીએ. તું ક્યાં જાય છે-કોની સાથે જાય છે-કેટલા વાગ્યે પાછી આવીશ, આટલું મોડું કેમ થયું-અમારા આવા સવાલોથી તું અકળાઇ જાય છે. ગઇકાલે પપ્પાએ તારા મોબાઇલમાં 360 ફેમિલી એપ્લીકેશન ડાઉનલોડ કરવાની વાત કરી અને તમને મારા પર વિશ્વાસ જ નથી…આવું બોલી પગ પછાડી તું તારા રૂમમાં જતી રહી. જમી પણ નહીં. દિકરા, વાત વિશ્વાસની નથી-તારી સલામતીની છે. હમણાં ગયા અઠવાડિયે તેં જ મને પૂછેલું, ‘મમ્મી, તમે જેને પ્રેમ કરતા હોવ એનાં શરીરનાં 35 ટુકડા કેવી રીતે કરી શકો?’ તારા આ સવાલે મને ધ્રુજાવી મૂકેલી-હું ખાલી એટલું જ બોલેલી-કે જેને તમારા શરીરનાં 35 ટુકડા કરવાનો વિચાર પણ આવી શકે-એને તમારા માટે ક્યારેય પ્રેમ હોય શકે જ નહીં !
આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.
આપણાં ઘરમાં કોઇ-કોઇનાં મોબાઇલને અડતું નથી-પણ બે દિવસ પહેલા તારા મોબાઇલમાં રીંગ વાગી અને સ્ક્રીન પર કોઇ અજાણ્યા છોકરાનું નામ વાંચી પપ્પાએ ફોન ઉંચકી લીધો તો તેં આખું ઘર માથે લઇ લીધું. ગ્રિષ્માનાં ગળે ફરી ગયેલું ચાકૂ અને શ્રધ્ધાનાં 35 ટુકડાએ એક મા-બાપ તરીકે અમને ધ્રુજાવી મૂક્યા છે-દિકરા. અમારી આ ધ્રુજારી તારા સુધી અવિશ્વાસનાં રૂપે પહોંચે છે, એના માટે સોરી.
બેટા, બહુ મન્નતો પછી ઇશ્વરે તને અમારા ખોળામાં મૂકી આપી છે. તને જરા-સરખી ટાંકણી પણ વાગે તો અમે હાલી જઇએ છીએ. તું અમને જૂનવાણી કહે તો જૂનવાણી પણ હું અને તારા પપ્પા-અમે બંને તારા માટે પ્રોટેક્ટેડ છીએ અને જીવીશું ત્યાં સુધી આવા જ રહીશું. ગઇકાલે રાત્રે તારા પપ્પાએ મને એક સવાલ પૂછ્યો. એમણે પૂછ્યું-કે આપણી દિકરીને કોઇ આફતાબ કે ફેનિલ ભટકાઇ ગયો તો? બેટા…આખી રાત હું અને તારા પપ્પા ઊંઘ્યા નથી. બહુ વર્ષો પછી મેં તારા પપ્પાની આંખોમાં આંસુ અને ડર બંને સાથે જોયા !
આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !
બચ્ચા, બે વિજાતીય વ્યક્તિઓ વચ્ચેનું શારીરિક અને માનસિક આકર્ષણ બહુ સહજ છે. એ થવાનું જ છે-પણ આ આકર્ષણ સાથે તારે ડિલ કરતા શીખવું પડશે. બની શકે કે કોઇ છોકરાને તું પહેલીવાર મળે અને એ તને ગમવા માંડે. તું ન તો એના બેકગ્રાઉન્ડ વિશે જાણતી હોય અને ન તો તને એના સ્વભાવ વિશે ખબર હોય- એ તને સ્પર્શે તો તને ગમે, એ તારી સાથે કલાકો વાતો કરે એવું તને ગમે, એ વારંવાર મળે એવું તને ગમે…આવું બધું જ થાય. અને એટલે જ તારી મા તરીકે મારે તને કેટલીક વાતો કહેવી છે. જ્યારે પણ-તને કોઇ છોકરા માટે આકર્ષણ થાય, પ્રેમ થાય ત્યારે મારો આ પત્ર અવશ્ય વાંચજે.
સૌથી પહેલા તો એકવાત ખાસ ધ્યાનમાં રાખજે કે આ દુનિયામાં બધા છોકરાઓ ફેનિલ અને આફતાબ જેવા હોતા નથી-પણ એમનાં જેવા છોકરાઓને ઓળખતા તો શીખી જ લેવું પડે.
આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના
• ‘તું મારી નહીં થાય તો તને કોઇની પણ નહીં થવા દઉં…!’ આપણને ગમતો છોકરો આવું બોલે ત્યારે ખૂબ વહાલો લાગે પણ દિકરા પ્રેમનું આ સૌથી ભયાવહ વાક્ય છે અને આવું કહેતા પ્રેમીઓ ડેન્જરસ પ્રેમીઓની કેટેગરીમાં આવે છે. તારા પ્રેમમાં પડ્યા પછી તારો પ્રેમી જો તને વારંવાર આવું કહે તો એની સૌથી પહેલી જાણ તું અમને કરશે.
• જે પ્રેમી ભયંકર ઇગો રાખે, નાની-નાની વાતમાં ગુસ્સે થઇ જાય, અબોલા લઇ લે-તું એને મનાવે એવો આગ્રહ રાખે-ટેન્ટ્રમ્સ ફેંકે…આવા છોકરાને પ્રેમી તરીકે અપ્રુવલ આપતી નહીં. એનાં ઇગોને રેડ સિગ્નલ સમજજે.
• આપણને ગમતો છોકરો આપણા માટે પઝેસિવ હોય એ ત્યારે આપણે સાતમા આસમાનમાં ઉડતા હોઇએ એવું લાગે. પણ-એ છોકરાનાં પ્રેમ પર એની પઝેસિવનેસ હાવી તો નથી થઇ જતી ને એવું ચેક કરતા રહેવું પડે.
• હું તારા માટે જીવ પણ આપી દઉં…આવું કહેનારો પ્રેમી ખતરનાક સાબિત થઇ શકે છે. કારણ કે-જે તમારા માટે જીવ આપી શકે એ જ વ્યક્તિ એટલી જ સહજતાથી તમારો જીવ લઇ પણ શકે.
• જે પ્રેમી વારંવાર આપઘાતની ધમકીઓ આપે અને મરી જવાની વાત કરે એવા પ્રેમીથી શક્ય એટલી ઝડપે દૂર થઇ જજે. સહેજપણ હિંસક ના લાગતો માણસ આવી બાબતોમાં ક્યારે હિંસક થઇ શકે-એની ખબર નથી પડતી હોતી.
• જે પ્રેમી નાની-નાની વાતોમાં જુઠ્ઠું બોલે, પોતાની ઇનસિક્યોરિટીને પ્રોટેક્ટ કરવા સત્ય છૂપાવે, જે એવું માને કે એની ગેરહાજરીમાં તમે કોઇ બીજી વ્યક્તિ સાથે રિલેશન બનાવી લેશો-તો એવા પ્રેમી ભયજનક હોય છે. આવા પ્રેમીને પ્રેમ ના જ કરાય.
• જે છોકરો તને પ્રેમ કરતો હશે એ તને કન્વીન્સ કરવા ઇમોશનલ બ્લેકમેઇલ કરવાને બદલે દલીલોથી-તર્કથી-લાગણીથી સમજાવવાની કોશિષ કરશે. ત્રાગાઓ નહીં કરે-પણ જે છોકરો પોતાની વાત સમજાવવા આજે એક થપ્પડ મારી શકે-એ છોકરો ભવિષ્યમાં ગળું પણ દબાવી શકે, એ વાત ખાસ યાદ રાખજે !
બેટા, પ્રેમ અને લગ્ન બંને જુદા છે. જ્યારે તમે પ્રેમમાં પડો છો ત્યારે લાગણીઓ-આકર્ષણો તમને ડ્રાઇવ કરે છે. લગ્નનો નિર્ણય માત્ર હૃદયથી લેવાવો જોઇએ નહીં-એમાં દિમાગનો ઉપયોગ પણ કરવો પડે. જીવનભર માત્ર પ્રેમથી જીવી શકાતું નથી-જીવવા માટે બીજી અનેક વસ્તુઓની જરૂરત પડતી હોય છે.
આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...
લાગણીની વાત આવે ત્યારે મોટાભાગની સ્ત્રીઓ આંખો બંધ કરી લેતી હોય છે-હું એવું ઇચ્છું છું કે મારી દિકરી આંખોની સાથે-સાથે એનાં દિમાગને પણ ખુલ્લું રાખે.
દિકરા, પ્રેમ સર્વસ્વ છે અને સર્વસ્વ નથી પણ. અસલામત થઇને સામેની વ્યક્તિને સરંડર થઇ જવા કરતા સૌથી પહેલા અસલામતીને દૂર કરવાની કોશિષ કરજે.
આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ
બાકી, એકવાત યાદ રાખજે-હું કે તારા પપ્પા, અમે બંને તને ક્યારેય જજ નહીં કરીએ પણ દર વખતે તને સારું લાગે એવું પણ નહીં કહીએ-સાચું પણ કહીશું. એવા સમયે અમારી વાતને કન્સીડર કરજે, દિકરા…!
લિ.તારી મમ્મી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો