આજનાં સમયમાં ATM પૈસા કાઢવાનો સૌથી સરળ અને ઝડપી રસ્તો હોય છે. જ્યારે પણ આપણને પૈસાની જરૂરિયાત જ છે તો બેન્કમાં લાઈનમાં ઊભા રહેવાને બદલે ATMમાંથી પૈસા કાઢવા વધારે સરળતા રહે છે. લગભગ બધા લોકો ATM માંથી પૈસા કાઢવાની પસંદ કરે છે. તમે પણ ક્યારેક ને ક્યારેક ATMમાંથી પૈસા જરૂર ઉપાડેલા હશે. પરંતુ ઘણી વખત પૈસા કાઢતા સમયે ATM માં ફસાઈ જાય છે. આવી સ્થિતિમાં લોકો ગભરાઇ જાય છે. જોકે અમુક સરળ આ ટિપ્સ ફોલો કરીને તમે પોતાના પૈસા ફરીથી મેળવી શકો છો.
RBIનાં નિયમ અનુસાર વ્યક્તિ પોતાના બેન્ક ATM અથવા અન્ય કોઈ બેન્કના ATM થી પૈસા કાઢી રહ્યો છે અને ATMમાંથી કેશ નીકળતી નથી, પરંતુ એકાઉન્ટમાંથી પૈસા કપાઇ જાય છે, તો આવી સ્થિતિમાં પોતાના બેન્કની કોઇ નજીકની શાખા માં જઈ ને સંપર્ક કરે. જો બેંક બંધ છે, તો બેંકના કસ્ટમર કેર પર કોલ કરીને તેની જાણકારી આપે. તમારી ફરિયાદ દાખલ કરવામાં આવશે. બેંકને તેના માટે એક સપ્તાહનો સમય મળશે.
ટ્રાન્જેક્શન સ્લીપ ને પાસે રાખો :
ATMમાંથી પૈસા કાઢતા સમયે આવી સ્થિતિમાં ટ્રાન્જેક્શન ફેલ થઈ ગયું હોય, પરંતુ તેની સ્લીપ તમારે જરૂર રાખી લેવી જોઈએ. એટલા માટે ક્યારેય પણ સ્લીપ કાઢવાનું ભુલવું નહીં. કોઈક કારણને લીધે સ્લીપ કાઢી શકાય નહીં તો તમે બેંકના સ્ટેટમેન્ટ પણ આપી શકો છો. ટ્રાન્જેક્શન સ્લીપ એટલા માટે જરૂરી છે કારણ કે તેમાં ATM ની આઇડી, લોકેશન, સમય અને બેંક તરફથી રિસ્પોન્સ કોડ વગેરે પ્રિન્ટ હોય છે.
RBI દ્વારા આ પ્રકારના મામલાને ધ્યાનમાં રાખીને ખાસ ગાઇડલાઇન બનાવવામાં આવેલ છે. તેના અનુસાર આ પ્રકારના મામલામાં બેંક દ્વારા ગ્રાહકોને ૭ દિવસની અંદર પૈસા પરત કરવાના હોય છે. જો બેન્ક તમારા પૈસા ને એક સપ્તાહની અંદર પરત નહીં કરે તો તેના માટે તમારે બેન્કિંગ લોકપાલ ને મળવાનું રહેશે. જો બેંક ૭ દિવસની અંદર ગ્રાહકોને પૈસા પરત નથી કરી શક્તિ, તો ત્યારબાદ બેંકે દરરોજનાં હિસાબથી ૧૦૦ રૂપિયા ગ્રાહકને આપવાના રહેશે.
━──────────⊱◈✿◈⊰───────────━
━──────────⊱◈✿◈⊰───────────━
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો