આ 6 વસ્તુઓ અજાણતામાં તમારા પેટની ચરબી વધારે છે, જાણો આ છ વસ્તુઓ વિશે.
પેટની વધતી ચરબી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. વજન અને ચરબીના કારણે તમને ડાયાબિટીસ, હૃદય રોગ અને મેટાબોલિઝમ સંબંધિત ઘણી બીમારીઓ થઈ શકે છે.
પેટ પર જે ચરબી જમા થાય છે તે આપણા સ્વાસ્થ્ય માટે વધુ હાનિકારક છે કારણ કે આપણા શરીરના મોટાભાગના અંગો જેમ કે કિડની, લીવર, આંતરડા અને સ્વાદુપિંડ આ ભાગમાં હોય છે. ચરબી વધવાને કારણે આ અંગોનું કામ કરવું મુશ્કેલ બની જાય છે.
ઘણી વાર આપણે પેટની ચરબી ઘટાડવા પર ધ્યાન નથી આપતા અને તે કેમ જમા થાય છે તેના કારણ વિશે પણ વિચારતા નથી. પરંતુ દરરોજ દર્પણ સામે ઉભા રહીને તેને ઓછું કરવાના વિચારો કરીએ છીએ, તો ચાલો અમે તમને મદદ કરીએ અને તમને જણાવીએ કે આ ચરબી વધવાનું કારણ શું છે.
1. કાર્બથી ભરપૂર ખોરાક અને પીણાં : ઘણા લોકોને ખબર જ નથી કે તેઓ એક દિવસમાં કેટલું કાર્બોહાઇડ્રેટ લે છે. ખાંડ, બ્રેડ, રોટલી, ભાત, ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ એ બધા કાર્બોહાઇડ્રેટ્સના ખોરાકો છે. આ વસ્તુઓ જેમ કે કેક, ટોફી, કેન્ડી, મુફીન્સ આપણે તો ખાઈએ છીએ પરંતુ આપણા બાળકોને પણ ખુશી ખુશી ખવડાવીએ છીએ.
ઘણા સંશોધન મુજબ પેટની ચરબી અને ઉચ્ચ કાર્બ ખોરાક અને પીણાં વચ્ચે સીધો સંબંધ હોય છે. તમને જણાવી દઈએ કે નિયમિત ખાંડમાં 50% ફ્રુક્ટોઝ હોય છે અને બ્રેડ, પિઝા વગેરે બનાવવા માટે વપરાતા કોર્ન સ્ટાર્ચમાં 55% ફ્રુક્ટોઝ હોય છે.
આ પણ વાંચો : શરીર ઉપર ચરબીનાં ગમે એટલા થર જામી ગયા હોય, આ ડ્રિંક દરરોજ પીવાથી માખણની જેમ ચરબી ઓગળી જશે.
ફ્રુક્ટોઝ એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે જેની વધુ માત્રા આપણા હૃદય અને મગજ માટે હાનિકારક હોય છે. કાર્બોહાઇડ્રેટ્સનું મોટું નુકસાન એ છે કે તે શરીરમાંથી ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી ઘટાડે છે અને ડાયાબિટીસને આમંત્રણ આપે છે.
2. આલ્કોહોલ : દરેક વ્યક્તિ જાણે છે કે આપણા સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. જો કે, તમામ પ્રકારના હાનિકારક નથી હોતા, પરંતુ ખાસ કરીને મોટાભાગના જોખમી છે. પરંતુ વધુ પડતું આલ્કોહોલ પીવાથી લીવરમાં બળતરા, ફેટી લીવર, વજનમાં વધારો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
કેટલાક સંશોધનો મુજબ આલ્કોહોલ પીવાથી આપણા શરીરની ચરબી પચાવવાની ક્ષમતા ઘટી જાય છે. જેના કારણે પેટની આસપાસ ચરબી જમા થવા લાગે છે. આને બીયર બેલી કહેવામાં આવે છે જેનો અર્થ છે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.
3. પૂરતી ઊંઘ ન લેવી : ગાઢ ઊંઘ અને પૂરતી ઉંઘ લેવી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. ઘણા અભ્યાસો સૂચવે છે કે ઓછી ઊંઘના કારણે પણ વજન વધી શકે છે, ખાસ કરીને પેટની આસપાસની ચરબી. એક સંશોધનમાં 68,000 મહિલાઓ પર 16 વર્ષ સુધી એક અભ્યાસ કરવામાં આવ્યો હતો.
જેમાં જોવા મળ્યું હતું કે 7 કલાકથી વધુ ઊંઘ લેનારી મહિલાઓની સરખામણીમાં 5 કલાક કે તેથી ઓછી ઊંઘ લેનારી મહિલાઓનું વજન 15 કિલો વધી ગયું હતું. સ્લીપ એપ્નિયા નામની બીમારીને કારણે પણ પેટની ચરબી વધે છે. તેથી જો તમને ઊંઘની કોઈ સમસ્યા હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો કારણ કે તે પેટની ચરબી માટે જ નહીં, પરંતુ હૃદય માટે પણ હાનિકારક છે.
4. તણાવ અને હોર્મોન્સ : એવું કહેવાય છે કે પેટ અને કમર પરની ચરબી વધારવા માટે તણાવ પણ માનવામાં આવે છે. આપણા શરીરમાં એડ્રેનલ ગ્રંથિમાંથી કોર્ટિસોલ હોર્મોન નીકળે છે. આ હોર્મોનને તણાવ હોર્મોન કહેવામાં આવે છે કારણ કે તે તણાવની પરિસ્થિતિઓમાં સ્ટ્રેસ માટે જવાબદાર છે.
આ પણ વાંચો : નાળિયેર તેલમાં આ વસ્તુ મિક્સ કરીને વાળમાં લગાવવાથી સફેદ વાળ કાળા થશે, રેસિપી છે અસરકારક.
જો આ હોર્મોન વધુ માત્રામાં બને છે તો તેનાથી વજનમાં વધારો અને પેટની ચરબીમાં વધારો થાય છે. ઘણા લોકો તણાવમાં વધુ પડતું ખાવા લાગે છે. પરંતુ આ કેલરીને સમગ્ર શરીરમાં સમાનરૂપે વહેંચવાના બદલે, કોર્ટિસોલ તેને પેટના ભાગમાં જ સ્ટોર કરે છે.
5. પેટના ખરાબ બેક્ટેરિયા : આપણા આંતરડામાં ઘણા પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે. કેટલાક આપણા શરીર માટે ફાયદાકારક હોય છે તો કેટલાક ખતરનાક પણ હોય છે. જો તમને સારું સ્વાસ્થ્ય અને સારી રોગપ્રતિકારક શક્તિ જોઈએ છે, તો તમારે તમારા આંતરડામાં આ સારા બેક્ટેરિયાનું સંતુલન રાખવું પડશે.
આ પણ વાંચો : સ્કીન માટે ઝેર સમાન માનવામાં આવતી આ 4 વસ્તુ આજે ખાવાનું કરી દો બંઘ… નહિ તો ઓછી ઉંમરે ઘરડા દેખાશો.
જો આ બેક્ટેરિયાનું સંતુલન બગડે એટલે કે ખરાબ બેક્ટેરિયા વધી જાય છે તમને ડાયાબિટીસ, પેટની ચરબી, હૃદયની બીમારીઓ, કેન્સર જેવી અનેક સમસ્યાઓનું જોખમ વધી જાય છે.
6. ઓછો પ્રોટીનવાળો ખોરાક : શરીર સારી રીતે કામ કરે તે માટે પ્રોટીનવાળો ખોરાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આપણે યોગ્ય માત્રામાં પ્રોટીન ખાઈએ તો તે વજનને નિયંત્રણમાં રાખવામાં પણ ઘણો ફાળો આપે છે.
પ્રોટીનથી ભરપૂર ખોરાક ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તેની સાથે મેટાબોલિઝમ પણ વધે છે અને કેલેરી પણ ખર્ચ થાય છે. પરંતુ તેનાથી વિપરિત લો-પ્રોટીનવાળો ખોરાક ખાવાથી વજન વધે છે અને પેટની આસપાસ ચરબી એકઠી થવા લાગે છે.
એક અભ્યાસ મુજબ જ્યારે આપણે પ્રોટીન ઓછું ખાઈએ છીએ ત્યારે આપણા શરીરમાં ન્યુરોપેપ્ટાઈડ y નામનું હોર્મોન વધવા લાગે છે. આ હોર્મોન આપણી ભૂખ વધારે છે અને પેટની ચરબી વધારવાનું કામ કરે છે.
પેટની ચરબી ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપે છે. એટલા માટે યોગ્ય આહાર, કસરત કરવીઅને તણાવ ઓછો કરીને તમે આ ખતરનાક રોગોથી પોતાને બચાવી શકો છો. આવી જ આરોગ્ય અને ફિટનેસ સબંધિત જાણકારી માટે માહિતીસેતુ સાથે જોડાવાનું ભૂલશો નહીં.
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો