બુધવાર, 13 સપ્ટેમ્બર, 2023

ઇન્જેકશન હાથમાં લાગશે કે કમર માં ? તે કેવી રીતે નક્કી થાય છે ? જાણો તેની પાછળનું લૉજિક.

ઇન્જેકશન હાથમાં લાગશે કે કમર માં ? તે કેવી રીતે નક્કી થાય છે ? જાણો તેની પાછળનું લૉજિક.


જ્યારે પણ આપણે ડોક્ટરની પાસે જઈએ છીએ તો ઇન્જેક્શન લઇને મનમાં હળવો ડર જળવાઈ રહેતો હોય છે. એક સવાલ મનમાં એવો પણ ઉઠે છે કે ડોક્ટર ઇન્જેક્શન હાથમાં લગાવશે કે કમરમાં? તમે પણ જોયું હશે કે ઇન્જેક્શન શરીરના ક્યાં ભાગમાં લગાવવામાં આવશે તેને લઈને દર્દીઓને સ્વતંત્રતા આપવામાં આવતી નથી. આ ચીજ ડોક્ટર નક્કી કરે છે કે તમને ઇન્જેક્શન હાથમાં લાગશે કે કમરમાં.


તો હવે સવાલ ઊભો થાય છે કે આવું શા માટે હોય છે? શું કમર અને હાથમાં લાગતી સોઈ અલગ અલગ હોય છે? કે પછી ડોક્ટરની પાસે જે હોય છે તે અનુસાર તેઓ તમને ઇન્જેક્શન લગાવતા હોય છે. શું તમારી બીમારીથી નક્કી થાય છે? કે આ મામલો વધારે રહસ્યમય છે? ચાલો આ સવાલનો જવાબ અમે તમને અમારા આર્ટિકલમાં જણાવીશું.

Gujjuonline


આ સ્થિતિમાં હાથમાં ઇન્જેક્શન લગાવવામાં આવે છે :

હકીકતમાં ઇન્જેક્શન તમને હાથમાં લાગશે કે કમરમાં તેનો નિર્ણય તમને લગાવવામાં આવતી દવા પરથી નક્કી થાય છે. હાથમાં ફક્ત તે પ્રકારના ઇન્જેક્શન લગાવવામાં આવે છે, જેમાં રહેલ લિક્વિડ લોહીમાં સરળતાથી ભળી જાય છે. તેને સાધારણ શબ્દોમાં હળવા ઇન્જેક્શન પણ કહેવામાં આવે છે. તેને હાથમાં લગાડવાથી શરીરમાં કોઈપણ જાતની તકલીફ થતી નથી.

આવા ઇન્જેક્શન કમરમાં લગાવે છે :

કમરમાં એવા ઇન્જેકશન લગાવવામાં આવે છે જે તમારા લોહીમાં સરળતાથી ભળી જતા નથી. આ પ્રકારના લિક્વિડ લોહીમાં ભળવા દરમિયાન દર્દીને દુખાવાનો અહેસાસ થઇ શકે છે. આ દુખાવાને ઓછો કરવા માટે આવા ઇન્જેક્શન તમારી કમરમાં લગાવવામાં આવે છે. આ પ્રકારના ઇન્જેક્શનને જો ભૂલથી હાથમાં લગાવી દેવામાં આવે તો ખૂબ જ દુખાવો થાય છે. અમુક મામલામાં તો હાથ હંમેશા માટે કામ કરવાનું પણ બંધ કરી દે છે.


આ લોજિકને જો મેડિકલ ભાષામાં જો સમજાવવામાં આવે તો હાથમાં લગાવવામાં આવતા ઈન્જેકશન ઓછી સાંદ્રતા વાળા એટલે કે પાતળું લિક્વિડ ધરાવતા હોય છે. તેને Hypotonic Injection કહેવામાં આવે છે. વળી કમરમાં લગાવવામાં આવતા ઇન્જેકશન વધારે સાંદ્રતા વાળા મતલબ કે ઘાટા હોય છે. થોડા વધારે ઘાટા પ્રવાહી વાળા હોય છે.  તેને Hypertonic Injection. કહેવામાં આવે છે. Hypotonic Injection લોહીમાં સરળતાથી ભળી જાય છે, જેના કારણે દુખાવો ઓછો થાય છે. વળી Hypertonic Injection.ને લોહીમાં ભળવામાં સમય લાગે છે. આ પ્રક્રિયા દર્દનાક પણ હોય છે, એટલા માટે આવા ઇન્જેક્શનને કમરમાં લગાવવામાં આવે છે.

આશા રાખીએ છીએ કે હવે તમને હાથ અને કમરમાં ઇન્જેક્શન લગાવવાનું લોજીક સમજમાં આવી ગયું હશે. હવે જ્યારે તમે ડોક્ટર પાસે જાવ તો તેમની સાથે આ વાતને લઈને તકરાર કરવી નહીં અને તેમને પોતાનું કામ કરવા દેવું. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો તમારા સબંધી અને મિત્રો સાથે પણ શેર જરૂરથી કરજો.


અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...